ભારતનું બંધારણ : આમુખ

આમુખની વ્યાખ્યા :

  • પ્રસ્તાવના એ કોઈપણ વિષય અથવા પુસ્તકનો સાર અને પરિચય હોય છે, જેમાં તે વિષયથી સંબંધિત બાબતોનું સંક્ષિપ્તમાં વિવરણ આપવામાં આવે છે.
  • કોઈપણ બંધારણની પ્રસ્તાવના અર્થાત્ બંધારણનું તે પહેલું કથન કે જેમાં કોઈ દેશ પોતાના બંધારણનાં પાયાનાં મૂલ્યો અને અવધારણાઓ સ્પષ્ટ ઢંગથી રજૂ કરે છે.
  • બીજા શબ્દોમાં કહીએ તો કોઈપણ વિધાનમંડળ દ્વારા ઘડાતાં કોઈપણ કાયદાની શરૂઆતમાં એ કાયદો કોણે ઘડ્યો, ક્યારે ઘડ્યો અને કયા હેતુસર ઘડવામાં આવ્યો હતો એ દર્શાવતું વક્તવ્ય 'આમુખ' કહેવાય છે.

આમુખનો અર્થ અને મહત્ત્વ :

  • ભારતનું બંધારણ આમુખથી શરૂ થાય છે. આમુખનો કાયદા દ્વારા અમલ કરાવી શકાય નહિ.
  • આમુખમાં પ્રજાના મુખ્ય આદર્શો, ઉદ્દેશો અને મહાન ભાવનાઓની ભવ્ય જાહેરાત કરવામાં આવી છે.
  • તેમાં બંધારણના મૂળભૂત સિદ્ધાંત અને આદર્શોનું દર્શન થાય છે. બંધારણના અર્થઘટનની મુશ્કેલીઓ નિવારવા આમુખ માર્ગદર્શક નીવડે છે.
  • બંધારણની ડિઝાઇન જબલપુરના ચિત્રકાર શ્રી બેોહર રામમનોહર સિન્હા દ્વારા કરાઇ છે.
  • આમુખના પાનામાં જમણી બાજુના ખૂણામાં દેવનગરી લિપિમાં તેમની ટૂંકી સહી "રામ" જોવા મળે છે.
  • અત્યાર સુધી આમુખમાં માત્ર એક જ વખત સુધારો કરાયો છે જે 1976માં બંધારણીય સુધારા દ્વારા.
  • જેમાં ત્રણ શબ્દો સમાજવાદી, પંથનિરપેક્ષ અને અખંડિતતા ઉમેરાયા હતા.
  • આમુખને બંધારણમાં સૌથી છેલ્લે સ્વીકારાયું હતું.
  • આમુખ ઇન્સાફી તપાસને પાત્ર નથી.
  • કોઈપણ બંધારણ સંપૂર્ણ કે ખામીરહિત હોઈ શકે નહિ. આથી બંધારણના કોઈ મુદ્દા કે શબ્દનો અર્થ અસ્પષ્ટ કે સંદિગ્ધ જણાય ત્યારે તેનું યોગ્ય અર્થઘટન કરવામાં આમુખ ઉપયોગી નીવડે છે, કારણ કે આમુખમાં બંધારણના ઉદ્દેશો અને આદર્શોને સ્પષ્ટ કરવામાં આવ્યા હોવાથી તે બંધારણના ઘડવૈયાઓના મનનો કે હેતુનો પરિચય આપે છે. આમ આમુખ બંધારણને સમજ્વાની ચાવી પૂરી પાડે છે.
  • 1976 સુધી આમુખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઈ.સ.1976માં “સમાજવાદી”, “બિનસાંપ્રદાયિકતા” અને “અખંડિતતા” શબ્દો 42મા બંધારણીય સુધારાથી જોડવામાં આવ્યા.

 

બંધારણના આમુખ વિશે કોણે શું કહ્યું ?

કનૈયાલાલ મુનશી

  • "ભારતના બંધારણની પ્રસ્તાવના ભારતની 'રાજકીય જન્મકુંડળી' છે."
  • "13 ડિસેમ્બરે પંડિત નહેરુ દ્વારા બંધારણના ઉચ્ચ આદર્શો તેમ જ પ્રજાની આકાંક્ષા રજૂ કરતો ઠરાવ (ઉદ્દેશ્ય પ્રસ્તાવ) એ 'પ્રજાતંત્રની ગુરુચાવી' છે."

ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાહ

  • તેમણે બંધારણની પ્રસ્તાવનાને યુ.એસ.એ.ની 'આઝાદીની ઘોષણા (જાહેરાત)' સાથે સરખાવી છે.

સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર

  • "બંધારણની પ્રસ્તાવના આપણા દીર્ઘકાલીન સ્વપ્નોનો વિચાર છે."

પંડિત ઠાકુરદાસ ભાર્ગવ (બંધારણસભાના સભ્ય)

  • “બંધારણનું આમુખ બંધારણની આત્મા છે, બંધારણની ચાવી છે, બંધારણનું આભૂષણ છે."

સર અર્નેસ્ટ બારકર

  • "ભારતના બંધારણનું આમુખ માનવસભ્યતાની સૌથી ઉમદા ભાવનાઓ વ્યક્ત કરે છે અને જો ભારતના લોકો તેની ભાવના અને તત્ત્વજ્ઞાનને અમલી બનાવે તો ભારત સ્વતંત્રતાના સ્વર્ગમાં પોતાની જાતને દોરી જશે."
  • અર્નેસ્ટ બારકરે બંધારણની પ્રસ્તાવનાને "બંધારણની ચાવી (Key of Constitution)" કહી છે.

બંધારણ વિશેષજ્ઞ એન.એ.પાલકીવાલા

  • "બંધારણની પ્રસ્તાવના એ 'બંધારણનો પરિચયપત્ર' છે."

:: યાદ રાખો ::

ભારતના બંધારણના આમુખનો ઈતિહાસ :-

  • બંધારણસભામાં 13 ડિસેમ્બર, 1948ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
  • બંધારણસભાના સલાહકાર સર બેનિગાલ નરસિંહરાવ દ્વારા આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો.
  • 22 જાન્યુઆરી, 1947ના રોજ બંધારણસભા દ્વારા ઉદેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો.
  • આ ઉદ્દેશ્ય પ્રસ્તાવના સંક્ષિપ્ત સ્વરૂપને 22 જાન્યુઆરી, 1950થી 'આમુખ' તરીકે સ્વીકારવામાં આવ્યો.
  • ભારતના બંધારણમાં આમુખનો સ્રોત ‘અમેરિકા' દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે.
  • ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરતાં પંડિત જવાહરલાલ નહેરુએ જણાવ્યું કે “આ પ્રસ્તાવ આપણા માટે પ્રસ્તાવ કરતાં કાંઈક વિશેષ છે. એ એક ઘોષણા છે, દૃઢ નિર્ધાર છે, પ્રતિજ્ઞા છે.”
  • પ્રસ્તાવનાના સિદ્ધાંતોના અમલીકરણ માટે ન્યાયાલયમાં જઈ શકાતું નથી.
  • વિશ્વમાં યુ.એસ.એ. (અમેરિકા)નું બંધારણ એ પ્રથમ બંધારણ હતું જેમાં પ્રસ્તાવના સમાવવામાં આવી.
  • પ્રસ્તાવનામાં રાજકીય, સામાજિક અને આર્થિક લોકતંત્રને સમાનતા અને બંધુત્વ સાથે જોડીને જે સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને મહાત્મા ગાંધીએ ‘મારા સ્વપ્નનું ભારત' કહીને વર્ણિત કર્યું છે.
  • પ્રસ્તાવના દર્શાવે છે કે “ભારતના લોકો” બંધારણનો મૂળ સ્ત્રોત છે.
  • પ્રસ્તાવનામાં 42મા બંધારણીય સુધારા દ્વારા “સમાજવાદી”,"પંથનિરપેક્ષ” ઉપરાંત 'રાષ્ટ્રની એકતા' શબ્દના સ્થાને “રાષ્ટ્રની એકતા અને અખંડિતતા” શબ્દો જોડવામાં આવ્યા.

-----------------❌❌----------------------❌❌-----------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up