દેશી રજવાડાંઓનું એકીકરણ તથા ભારતમાં વિલય
બ્રિટિશ શાસનકાળમાં સંપૂર્ણ ભારત મુખ્યત્વે બે પ્રકારના વહીવટી ક્ષેત્રમાં વહેંચાયેલું હતું :
(1) બ્રિટિશ શાસિત ભારત જેમાં 9 જેટલા પ્રાંત હતા.
(2) આઝાદી સમયે લગભગ 562 જેટલા દેશી રજવાડાં હતાં.
- આઝાદી પછી રજવાડાંઓના ભારતમાં વિલીનીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં “રજવાડી- મંત્રાલય"ની સ્થાપના કરવામાં આવી તથા વલ્લભભાઈ પટેલ દ્વારા કૂટનીતિ "પટેલ સ્કીમ” અપનાવવામાં આવી, જેમાં વી.પી. મેનન અને લૉર્ડ માઉન્ટબેટન દ્વારા પણ મોટો ફાળો આપવામાં આવ્યો.
- આ કૂટનીતિના પરિણામ સ્વરૂપ ભાગલા પછી વધેલા 562 દેશી રજવાડાંમાંથી 559 ભારતમાં જોડાઈ ગયા, જ્યારે ત્રણ દેશી રજવાડાં હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ-કાશ્મીરે ભારતમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો.
- એમાં હૈદરાબાદને પોલીસ પગલાં દ્વારા, જૂનાગઢને જનમત દ્વારા જ્યારે જમ્મુ-કાશ્મીરને વિલય પત્ર દ્વારા ભારતમાં મેળવી દેવામાં આવ્યા.
- આ એક અસ્થાયી વ્યવસ્થા હતી. પછીથી દેશના વિભિન્ન ભાગોમાંથી ભાષાઆધારિત રાજ્યરચનાની માગણી ઊઠવા પામી જેના કારણે ભારત સરકાર દ્વારા અલગ-અલગ આયોગોની નિમણૂક થવા લાગી.
ધર આયોગ (Dhar commission)
- ભાષા આધારિત રાજ્યરચનાની વિચારણા માટે ભારત સરકારે જૂન, 1948માં એસ.કે. ધર (અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ)ની આગેવાનીમાં 4 સભ્યોવાળા ઘર આયોગની રચના કરી.
- આયોગે ભાષાઆધારિત રાજ્યરચનાની જગ્યાએ વહીવટી સરળતાથી રાજ્ય રચના કરવાની સલાહ આપી.
જે.વી.પી. સમિતિ (J.V.P. committee)
- લોકોની વધતી જતી ભાષાઆધારિત માંગના કારણે ડિસેમ્બર, 1948માં આ માટે અન્ય એક સમિતિ નીમવામાં આવી. એમાં J= જવાહરલાલ નહેરુ, V = વલ્લભભાઈ પટેલ, P = પટ્ટાભિ સીતારમૈયા હતા.
- તેમના કારણે તે JVP સમિતિ કહેવાય. આ સમિતિએ પોતાનો રિપોર્ટ એપ્રિલ, 1949માં રજૂ કર્યો જેમાં તેમણે ભાષાઆધારિત રાજ્ય રચનાનો અસ્વીકાર કર્યો.
- આ સમિતિના રિપોર્ટ પછી મદ્રાસ રાજ્યના તેલુગુભાષીઓ દ્વારા ગાંધીવાદી નેતા પોટ્ટી શ્રીરામુલુના નેતૃત્વમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું.
- સતત 56 દિવસની ભૂખહડતાળના કારણે 1952માં પોટ્ટી શ્રીરામુલુનું મૃત્યુ થયું.
- આથી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1 ઑક્ટોબર, 1953ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ ભાષા આધારિત રાજ્ય આંધ્ર પ્રદેશની રચના કરી.
ફઝલઅલી આયોગ(રાજ્ય પુનગર્ઠન આયોગ)
- આંધ પ્રદેશના નિર્માણ પછી અન્ય ક્ષેત્રોમાંથી પણ ભાષાઆધારિત રાજ્યરચનાની માગણીઓ ઊઠવા લાગી.
- આથી ભારત સરકારે ડિસેમ્બર, 1953માં ત્રણ સભ્યોવાળા એક આયોગની રચના કરી.
- એના અધ્યક્ષ ફઝલઅલી હોવાથી તે ફઝલઅલી આયોગ પણ કહેવાયું. એમાં અન્ય બે સભ્યોમાં કે.એમ. પાણિકર તથા હૃદયનાથ કુંજરુ હતા.
- ફઝલઅલી આયોગે 1955માં પોતાનો રિપોર્ટ આપ્યો જેનો મહદંશે સ્વીકાર કરવામાં આવ્યો.
- ફઝલઅલી આયોગે રાજ્ય પુનર્ગઠન માટે નીચેની બાબતોમાં ધ્યાન રાખવાનું જણાવ્યું :
- રાજ્યોનું પુનર્ગઠન દેશની એકતા, સુરક્ષા, આર્થિક અને વહીવટી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને તથા લોકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે.
- ભાષા અને સંસ્કૃતિના આધારે રાજ્ય પુનર્ગઠન.
- ચાર વર્ગો (ક,ખ,ગ,ઘ / B.C.D)માં વિભાજિત રાજ્યવ્યવસ્થાને સમાપ્ત કરી 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે.
- ભારતીય સંસદ દ્વારા કેટલાંક પરિવર્તનો સાથે આ રિપોર્ટનો સ્વીકાર કરવામાં આવ્યો તથા 7મા બંધારણીય સુધારા 1956 દ્વારા 4 વર્ગોનાં રાજ્યોને સમાપ્ત કરી 1 નવેમ્બર, 1956થી 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનું ગઠન કરવામાં આવ્યું.
1956 નાં રાજ્યો પુનર્ગઠન આયોગ મુજબ ભારતીય ક્ષેત્ર :
રાજ્ય
|
1. આંધપ્રદેશ
|
4. જમ્મુ-કાશ્મીર
|
7. ઉ.પ્રદેશ
|
10. રાજસ્થાન
|
13. મૌસુર
|
2. આસામ
|
5. બિહાર
|
8. મધ્યપ્રદેશ
|
11.પંજાબ
|
14. મદ્રાસ
|
3. બોમ્બે (મુંબઈ)
|
6. પ.બંગાળ
|
9. કેરળ
|
12. ઓરિસ્સા
|
Comments (0)