બંધારણ સભા

ભારતની બંધારણસભાનો ઈતિહાસ :

  • ભારત શાસન અધિનિયમ, 1919 લાગુ થયા પછી 1922માં સૌપ્રથમ મહાત્મા ગાંધી દ્વારા ભારતનું રાજકીય ભવિષ્ય ભારતીયો દ્વારા જ તૈયાર કરાય એવી માંગ કરવામાં આવી.
  • તા. 24 એપ્રિલ, 1923 - તેજબહાદુર સપ્રુની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સંમેલન થયું, જેમાં “કૉમનવેલ્થ ઑફ ઇન્ડિયા બિલ"નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો.
  • ઈ.સ. 1934માં એમ. એન. રોય (માનવેન્દ્રનાથ રોય)એ બંધારણસભાની માંગ કરી.

 

બંધારણ રચવાનો સૌપ્રથમ પ્રયાસ :

  • "કૉમનવેલ્થ ઑફ ઈન્ડિયા બિલ"ને 1925માં મહાત્મા ગાંધીની અધ્યક્ષતાવાળા સર્વપક્ષીય સંમેલનમાં રજૂ કરવામાં આવ્યો.
  • 17 મે, 1927 કૉન્ગ્રેસના મુંબઈ અધિવેશનમાં મોતીલાલ નહેરુ દ્વારા એક પ્રસ્તાવ રજૂ થયો, જેમાં બંધારણના નિર્માણનું આહ્વાન કરાયું.
  • 19 મે, 1928 મુંબઈમાં આયોજિત સર્વપક્ષીય સંમેલનમાં મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિની નિયુક્તિ. મોતીલાલ નહેરુની અધ્યક્ષતાવાળી આ સમિતિએ 10 ઑગસ્ટ, 1928માં એક રિપોર્ટ રજૂ કર્યો, જેને "નહેરુ રિપોર્ટ" કહેવામાં આવ્યો જે બંધારણ નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ હતો.
  • આથી નહેરુ રિપોર્ટને ભારતના બંધારણની "બ્લુ પ્રિન્ટ" કહેવામાં આવે છે.

 

બંધારણસભાની રચનાની સૌપ્રથમ માંગ :

  • 1934માં સૌપ્રથમ સ્વરાજપાર્ટી દ્વારા ભારતનું બંધારણ રચવા માટે ભારતની બંધારણસભાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો.
  • બંધારણસભાની રચનાની સીપ્રથમ અધિકારિક માગણી 1935માં કૉન્ગ્રેસ કારોબારી દ્વારા કરવામાં આવી જેમાં વયસ્ક મતાધિકારના આધારે ચૂંટાયેલા સભ્યોની બંધારણસભા દ્વારા ભારતીય બંધારણની રચના કરવામાં આવે તેવી માગણી મૂકવામાં આવી.
  • એપ્રિલ, 1930 કૉન્ગ્રેસની લખનૌ અધિવેશનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો જેમાં "બાહ્ય સત્તાનું કોઈપણ બંધારણ માન્ય રખાશે નહિ" નિશ્ચિત કરવામાં આવ્યું.
  • ઈ.સ. 1937 વયસ્ક મતાધિકારના આધારે ચૂંટણીમાં કૉન્ગ્રેસ વિજય પછી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા આધારિત બંધારણ રચવાનો પ્રસ્તાવ પસાર કર્યો.
  • ઈ.સ. 1938મા પંડિત જવાહરલાલ નહેરુએ વયસ્ક મતાધિકારના આધારે ભારતના બંધારણનું નિર્માણ કરવા બંધારણસભા રચવાની માંગ કરી.

 

બ્રિટન સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણસભાની માગણીનો સ્વીકાર :

  • બ્રિટન સરકારે સૌપ્રથમ વાર બંધારણસભાની માંગ ઈ.સ.1940ના ઑગસ્ટ પ્રસ્તાવના સ્વરૂપમાં સ્વીકારી.
  • ઈ.સ.1942માં ક્રિપ્સ મિશન દ્વારા બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીયોની બનેલી બંધારણસભાની માંગ સ્વીકારી.
  • જુલાઈ, 1945 ઇંગ્લૅન્ડમાં લેબર પાર્ટી સત્તામાં આવતાં 19 સપ્ટેમ્બર, 1945માં વાઇસરૉય લૉર્ડ વેવેલે સરકાર દ્વારા બંધારણસભાની રચનાના વિચારની જાહેરાત કરી.
  • 1946, કેબિનેટ મિશન યોજનાના આધારે બંધારણસભાની રચના કરવામાં આવી.

-----------------❌❌----------------------❌❌-----------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up