બંધારણના ભાગ-2 અનુચ્છેદ-2થી અનુચ્છેદ-11 માં ભારતની નાગરિક્તા અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે.
નાગરિક એટલે શું?
- "સામાન્ય રીતે નાગરિક એને કહેવાય જે દેશમાં વસતો હોય, જે દેશ તરફથી મળતા તમામ રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતો હોય અને દેશ પ્રત્યેની પોતાની ફરજો બજાવતો હોય."
- નાગરિક અને વિદેશી વચ્ચે અંતર હોય છે. નાગરિકને જે રાજકીય અને અન્ય અધિકારો પ્રાપ્ત હોય છે તે બધા અધિકારો વિદેશીઓને પ્રાપ્ત થતાં નથી.
ભારતમાં નાગરિકતા (Indian Citizenship):
- ભારતમાં એકલ નાગરિકતા' છે અર્થાત્, રાજ્યની અલગ નાગરિક્તાની કોઈ જોગવાઈ નથી.
- ભારતના બંધારણ અનુસાર નાગરિકતા એ કેન્દ્રયાદીનો વિષય છે. રાજયો આ વિષયમાં કોઈ અધિકાર ધરાવતા નથી.
- નાગરિકતા સંબંધી નિયંત્રણો અને કાયદા બનાવવાની સત્તા માત્ર કેન્દ્ર પાસે છે.
- 26 નવેમ્બર 18949થી જયારે બંધારણ સ્વીકારવામાં આવ્યું ત્યારથી નાગરિકતા સંબંધી અનુચ્છેદ-5થી અનુચ્છેદ-9ને તરત જ લાગુ કરી દેવામાં આવ્યા.
- ભારતનું બંધારણ ભારતના નાગરિકોને નીચેના અધિકારો પ્રદાન કરે છે જે વિદેશીઓને આપવામાં આવ્યા નથી.
(1) કેટલાક મૂળભૂત અધિકારો જેવા કે...
- અનુચ્છેદ-15 : ધર્મ, વંશ, જાતિ, લિંગ, લિંગ, જન્મસ્થાનના આધારે થતા ભેદભાવ વિરુદ્ધનો અધિકાર.
- અનુચ્છેદ-16 : અવસર (નોકરી)ની સમાનતા.
- અનુચ્છેદ-19 - વાણીસ્વાતંત્ર્ય, અભિવ્યક્તિ, સંમેલન, સંધ બનાવવાની સ્વતંત્રતા તથા ભારતમાં હરવા-ફરવા, નિવાસ અને વ્યવસાયની સ્વતંત્રતા.
- અનુચ્છેદ-29 અને અનુચ્છેદ-૩૦ : સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર.
(2) અન્ય જોઈએ તો...
- રાષ્ટ્રપતિ (અનુચ્છેદ-58(1)(a)),
- ઉપરાષ્ટ્રપતિ (અનુચ્છેદ-66(3)(a))
- સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ (અનુચ્છેદ-124(3))
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ (અનુચ્છેદ-217(2))
- ઍટની જનરલ (અનુચ્છેદ-76(2))
- રાજ્યપાલ (અનુચ્છેદ-157)
- ઍડ્વોકેટ જનરલ (અનુચ્છેદ-165)
વગેરે પદો પર માત્ર ભારતના નાગરિક જ નિમણૂક પામી શકે છે.
(૩) લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મત આપવાનો અધિકાર (અનુચ્છેદ 326)
(4) સંસદ (અનુચ્છેદ-84 અને રાજ્યોના વિધાનમંડળ અનુચ્છેદ. 191(a)માં ચૂંટણી લડવાનો અધિકાર (અનુચ્છેદ-325)
ઉપરોક્ત અધિકારી માત્ર ભારતના નાગરિકને જ પ્રાપ્ત છે, વિદેશીઓને પ્રાપ્ત નથી.
આજ પ્રમાણે બંધારણના ભાગ-4(A)માં અનુચ્છેદ-51(A)માં દર્શાવેલી મૂળભૂત ફરજો એ માત્ર ભારતના નાગરિકોને લાગુ પડે છે, વિદેશીઓને નહિ.
ભાગ-2 માં નાગરિકતા સંબંધી અગત્યના અનુચ્છેદ :
- બંધારણ લાગુ થયા પછી (26 જાન્યુઆરી, 1950) ભારતની પ્રારંભિક નાગરિક્તા બાબતે નીચે મુજબ જોગવાઈ કરવામાં આવી :
- જેનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો તે ભારતીય નાગરિક.
- જેના માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો હોય.
- બંધારણના અમલ પહેલાં ઓછામાં ઓછાં 5 વર્ષથી ભારતના રાજ્યક્ષેત્રમાં નિવાસ કરતો હોય તે ભારતીય નાગરિક કહેવાય.
અનુચ્છેદ - 5 :- બંધારણ અમલમાં આવવાની તારીખથી નાગરિકતાની વ્યાખ્યા.
- આ અનુચ્છેદ મુજબ જે લોકો 19 જુલાઈ, 1948થી પહેલાં પાકિસ્તાનથી ભારત આવી ગયા અને તેમનો જન્મ 1935ના ભારત સરકાર અધિનિયમ દ્વારા દર્શાવેલ અખંડ ભારતમાં થયો હોય તે બધા ભારતના નાગરિકો ગણાય તથા 19 જુલાઈ, 1948 પછી શરૂ થયેલ 'પરમિટ સિસ્ટમ'થી ભારત આવ્યા અને 6 મહિના નિવાસ કર્યા પછી ભારત સરકારના અધિકારી પાસે નોંધણી કરાવી તે પણ ભારતના નાગરિક કહેવાશે.
અનુચ્છેદ - 6 :- તેમાં પાકિસ્તાનથી ભારત આવવાવાળી કેટલીક વ્યક્તિઓના નાગરિકતા અધિકાર અંગે જોગવાઈ કરવામાં આવી છે.
અનુચ્છેદ - 7 :- આ અનુચ્છેદમાં ભારતથી પાકિસ્તાન જનારા અને પછી ભારત પુનઃ આવનારા લોકોની નાગરિકતા અંગે જોગવાઈ કરવામાં આવી છે. આ અનુસાર 1 માર્ચ, 1947 પછી પાકિસ્તાન જનારી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહિ. અપવાદ, જો તે પરમિટ લઈને પાછી ફરી હોય.
અનુચ્છેદ - 8 :- વિદેશોમાં વસતા ભારતીય મૂળના લોકો માટે નાગરિકતાનો અધિકાર
જો કોઈ વ્યક્તિનો જન્મ કે તેનાં માતા-પિતા કે પિતામહનો જન્મ ભારત શાસન અધિનિયમ, 1935ના ભારતમાં થયો હતો. અને જો તે વિદેશમાં રહેતી હોય તો તે ભારતનો નાગરિક બની શકશે જો તે સંભપિત દેશમાં આવેલી ભારતીય પ્રતિનિધિની કચેરીમાં નોંપણી કરાવી લે.
અનુચ્છેદ - 9 :- જો કોઈ વ્યક્તિ સ્વેચચ્છાથી કોઈ બીજા દેશની નાગરિક્તા સ્વીકારે તો તેની ભારતીય નાગરિકતા સમાપ્ત થયેલી ગણાશે. (તેમાં 2005માં સુધારો કરવામાં આવ્યો છે.)
અનુચ્છેદ - 10 :- સંસદીય કાયદા સિવાય નાગરિતાના અધિકારો છીનવી શકાતા નથી.
અનુચ્છેદ - 11 :- સંસદને નાગરિકતા સંબંધી કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે.
(નાગરિકતાના અગત્યનાં અનુચ્છેદ ચાર્ટ સ્વારૂપે યાદ રાખો :- "નાગરિકતા ભાગ - 4")
-----------------❌❌----------------------❌❌-----------
Comments (0)