ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ :-
- ભારતમાં માત્ર કુદરતી વ્યક્તિને જ નાગરિકતા મળે છે. કંપની, નિગમ વગેરે જેવા કાયદાકીય વ્યક્તિઓને નાગરિકતા મળતી નથી.
- નાગરિકતા અધિનિયમ, 1955 મુજબ ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ મુખ્યત્વે પાંચ પ્રકારે થઈ શકે છે.
(1) જન્મથી… (નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ-3 મુજબ) :-
- 26 જાન્યુઆરી, 1950ના રોજ અને તે પછી જન્મેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે. નાગરિકતા સંશોધન અધિનિયમ, 2003 લાગુ થતાં 1 જુલાઈ, 1987ના દિવસે કે તે પછી ભારતમાં જન્મેલી વ્યક્તિ તો જ ભારતની નાગરિકતા મેળવી શકે જો તેના જન્મ સમયે માતા-પિતા બંનેમાંથી એક ભારતીય નાગરિક હોય. આ નિયમ 2004 સુધી રહ્યો પણ 2004 પછી ભારતમાં જન્મેલી તે વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે જેના જન્મ સમયે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એક અથવા બંને ભારતીય હોય અને તે વ્યક્તિના જન્મ સમયે ભારતમાં ગેરકાયદેસર રીતે સ્થળાંતરિત ન હોય.
- ભારતમાં ફરજ બજાવતા વિદેશી રાજદૂતનાં બાળ બાળકો જન્મ દ્વારા ભારતીય નાગરિક્તા મેળવી શકતાં નથી.
(2) વંશના આધારે… (નાગરિકતા અધિનિયમ, 1955ની 1) (નાગરિક કલમ-4 મુજબ) :-
- 26 જાન્યુઆરી, 1950ના રોજ અને તે પછી પરંતુ 10 ડિસેમ્બર, 1992 પહેલાં ભારતની બહાર જન્મેલા બાળકનો પિતા જો ભારતીય હોય તો તે ભારતીય નાગરિક થઈ શકે. 10 ડિસેમ્બર, 1992ના રોજ કે તે પછી 3 ડિસેમ્બર, 2004થી પહેલાં વિદેશમાં જન્મેલું બાળક ભારતીય નાગરિક થાય, જો તેની માતા અથવા પિતા બંનેમાંથી એક ભારતીય હોય પણ 3 ડિસેમ્બર, 2004 પછી ભારતની બહાર જન્મેલા કોઈપણ બાળકને ભારતીય નાગરિકતા ત્યારે જ મળશે જ્યારે તેણે જન્મના 1 વર્ષમાં ભારતીય રાજદૂતની કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તથા તેની માતા અથવા પિતા ભારતીય હોવાનું પ્રમાણપત્ર તથા અન્ય દેશનો પાસપોર્ટ નહિ હોવાનું શપથપત્ર આપે..
(૩) નોંધણી… (રજિસ્ટ્રેશન દ્વારા) (નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ-5 મુજબ) :-
- ભારતીય નાગરિક સાથે લગ્ન કરનાર વ્યક્તિ જે નોંપણી માટે અરજી આપવાનો સમયના 7 વર્ષ પહેલાંથી ભારતમાં રહેતી હોય.
- ભારતીય મૂળની વ્યક્તિ જે નાગરિકતા પ્રાપ્તિની અરજી આપવાથી 7 વર્ષે પહેલાંથી ભારતમાં રહેતી હોય.
- ભારતીય નાગરિકોનાં અનૌરસ બાળકો.
- તે વ્યક્તિ જેનાં માતા-પિતા ભારતીય નાગરિક હોય તે નોંધણી દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે.
- ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) તરીકે નોંધાયેલ અને સ્વસ્થ નાગરિકો જે OCI કાર્ડ છેલ્લાં 5 વર્ષથી ધરાવતા હોય પણ તે નોંધણી અરજી આપવાના 1 વર્ષ પહેલાંથી ભારતમાં રહેતા હોય.
(4) પ્રાકૃતિક રૂપથી…. (દેશીયકરણ દ્વારા) (નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ-6 મુજબ)
- અર્થાત કાયદાથી કે નૈસર્ગીકરણ દ્વારા પ્રાપ્ત થતી નાગરિકતા.
- કોઈપણ વિદેશી વ્યક્તિ નીચેની યોગ્યતાઓના આધારે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે.
- ભારત માટે વફાદારીના સોગંદ લે.
- બંધારણે માન્ય કરેલે આઠમી અનુસૂચિની ભાષાઓ પૈકી એક ભાષાની જાણકારી હોય.
- ચાલચલગત સારી હોય. (સારું ચારિત્ર્ય)
- ભારત અને જે રાષ્ટ્રનો તે નાગરિક હોય તે રાષ્ટ્ર વચ્ચે સદ્ભાવનાનો વ્યવહાર હોય તથા તે દેશ પણ ભારતના નાગરિકોને તેની નાગરિકતા સરળતાથી આપતો હોય.
- પોતાનો દેશનું નાગરિકત્વ છોડી દીધું હોય.
- અરજી કરતાં પહેલાં ઓછામાં ઓછા 1 વર્ષથી ભારતમાં રહેતો હોય.
- ભારત સરકારમાં નોકરી કરવાનો અથવા આજીવન ભારતમાં જ રહેવાનો ઇરાદો હોય..
- નૈસર્ગીકરણની ઉપરોક્ત શરતો છતાં પણ કોઈ વિદેશી મહાનુભાવને ભારત સરકાર કલા, વિજ્ઞાન, સાહિત્ય, વિશ્વશાંતિ કે માનવપ્રગતિમાં તેણે કરેલા યોગદાનને ધ્યાનમાં રાખી ઉપરોક્ત તમામ શરતોને અવગણી નાગરિકત્વ આપી શકે છે.
(5) અર્જિત ક્ષેત્ર દ્વારા…. (નવા પ્રદેશના જોડાણથી) (નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ-7(a) મુજબ)
- ભારત દેશ સાથે અન્ય દેશોનો કોઈ પ્રાદેશિક વિસ્તાર જોડાય તો એ જોડાણના સમયથી તેના નિવાસી ભારતીય નાગરિકો બને છે.
- દીવ, દમણ, ગોવા, પુડુચેરી, સિક્કિમના ભારત સાથેના વિધિવત્ જોડાણથી એમાં વસેલી પ્રજા ભારતીય નાગરિક બનેલી છે.
-----------------❌❌----------------------❌❌-----------
Comments (0)