ભારતનું બંધારણ : નાગરિકતા ભાગ - 3

ભારતીય નાગરિકતાની સમાપ્તિ :-

નાગરિકતા અધિનિયમ, 1955માં નીચે મુજબ ભારતીય નાગરિકતાનો અંત આવી શકે છે.

  1. સ્વયં ત્યાગ દ્વારા/સ્વેચ્છાએ…
  • કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ જાહેરાત કે નોંધણી દ્વારા ભારતીય નાગરિકતાને સમાપ્ત કરી શકે છે તથા બીજા કોઈ દેશની નાગરિકતા સ્વીકારી શકે છે. આવા વ્યક્તિની સગીર સંતાન પણ ભારતની નાગરિક ગણાશે નહિ, પરંતુ તે બાળક 18 વર્ષની વયનો થતાં તેને ભારતીય નાગરિકતા મળી શકે છે. 
  1. બરખાસ્તગી દ્વારા/કાયદાની પ્રક્રિયા દ્વારા (નાગરિકતા અધિનિયમ – 1955 ની કલમ -9 મુજબ) :-
  • ભારતનો કોઈ નાગરિક સ્વૈચ્છિક રીતે અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારે ત્યારે ભારતના નાગરિકત્વનો કાયદાની પ્રક્રિયા દ્વારા અંત આવે છે. જોકે યુદ્ધના સમયે શત્રુ દેશનું નાગરિકત્વ મેળવનાર ભારતીય નાગરિકની બાબતમાં વિશેષ તપાસ બાદ જ આ અંગે નિર્ણય લેવાય છે.
  1. સરકારી આદેશ દ્વારા (વંચિત કરવું)
  • કેન્દ્ર સરકાર દ્વારા નીચેના સંદર્ભમાં આદેશ દ્વારા વ્યક્તિની નાગરિકતાનો અંત લાવવામાં આવે છે.

(1) દેશ અને બંધારણ વિરુદ્ધ અનાદર દર્શાવ્યો હોય.

(2) રાષ્ટ્રદ્રોહ :- યુદ્ધ દરમ્યાન દુશ્મન દેશ સાથે વેપાર-વ્યવહાર કે સંદેશવ્યવહાર કે રાષ્ટ્રવિરોધી સૂચના આપી હોય અથવા તે સતત

 સાત વર્ષ માટે ભારતની બહાર રહે.

(3) ખોટી હકીકત જણાવી, દગાથી નાગરિકત્વ મેળવ્યું હોય.

(4) સાત વર્ષથી વધુ સમય માટે વિદેશમાં વસવાટ કર્યો હોય.

(5) નોંધણી દ્વારા નાગરિકતા પ્રાપ્ત કર્યાનાં પાંચ વર્ષની અંદર ગુનાહિત કૃત્ય માટે બે વર્ષથી વધુ સમયની કેદની સજા થઈ હોય અથવા તે સતત 7 વર્ષ માટે ભારતની બહાર રહે.

  • સામાન્ય રીતે દેશીયકરણ અથવા નોંધણી દ્વારા ભારતના નાગરિક બનેલાઓની નાગરિકતા સરકારી આદેશથી રદ કરી શકાય છે. જે વ્યક્તિ જન્મના આધારે ભારતનો નાગરિક છે તેને કોઈપણ સ્થિતિમાં નાગરિકતાથી વંચિત કરી શકાતો નથી. 

OCI (Overseas Citizen of India) પ્રવાસી ભારતીય નાગરીક :-

પ્રવાસી ભારતીય નાગરીક કોણ છે? :-

  • એવા વિદેશી નાગરિકો જે 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતના નાગરિક બનવાની યોગ્યતા રાખતા હતા. અથવા 26 જાન્યુઆરી, 1950 કે તેના પછી ભારતના નાગરિક હતા. અથવા 15 ઓગસ્ટ, 1947 પછી ભારતના કોઈ ભાગના નિવાસી હતા, તે અથવા તેમનાં બાળકો કે પૌત્ર-પૌત્રીઓ OC) અથવા પ્રવાસી ભારતીયો કહેવામાં આવે છે. 

OCIને મળતા લાભ :

  • ભારત યાત્રા માટે આજીવન વિઝા આપવામાં આવે છે.
  • ભારતમાં વસવાટ કરવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવવાથી મુક્તિ આપવામાં આવે છે.
  • નાગરિકતા માટે નોંધણી કર્યાના 5 વર્ષ પછી નાગરિકતા મેળવવા અરજી કરી શકે છે જેમાં અરજીથી છેલ્લું 1 વર્ષ ભારતમાં રહેવું જરૂરી છે. 

PIO (Person of Indian Origin) ભારતીય મૂળના લોકો કોણ છે?

  • જો કોઈ વ્યક્તિ કોઈ સમયે ભારતનો પાસપોર્ટ ધરાવતી હોય અથવા તેનાં માતા-પિતા, દાદા જો ભારતમાં જન્મેલાં હોય તથા ભારત શાસન અધિનિયમ, 1935 અમલમાં આવવાથી પહેલાં ભારતના નાગરિક હોય, જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના નાગરિક ન હોય તો તેવી વ્યક્તિ કે તેનાં બાળકો, પૌત્ર-પૌત્રીઓ PIO કહેવાય છે. 

નોંધ :- PIO Cardને OCIમાં ભેળવી દેવાયો છે.

PIOને મળતા લાભ :

  • અલગથી વિઝા કઢાવવા પડતા નથી. 15 વર્ષ સુધી વિઝા વગર ભારતમાં આવ-જા કરી શકે છે.
  • જો ભારતમાં રહેવાનો સમય 180 દિવસથી વધુ ન હોય તો કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂરિયાત રહેતી નથી, પણ તેનાથી વધે તો 30 દિવસમાં નોંધણી કરાવવી પડે છે.
  • જો કોઈ PIO ભારતીય નાગરિકત્વ માટે અરજી કરે છે અને તે 7 વર્ષ પહેલાંથી ભારતમાં રહી રહ્યો હોય તો તેને ભારતની નાગરિકતા મળે છે. 

NRI (Non-Residencial Indian) અપ્રવાસી ભારતીય એટલે શું ? :

  • NRI એ ભારતના નાગરિકો છે પણ રોજી-રોટી કે અન્ય કારણોસર વિદેશમાં રહે છે. તેઓ સતત 180 દિવસ સુધી ભારત બહાર રહે છે. આથી તેમને NRI કહે છે. તાજેતરમાં NRIને મત આપવાનો અધિકાર આપવામાં આવે છે.
  • તેઓ ભારતમાં મત આપી શકે છે તથા બંધારણીય હોદ્દો ધરાવી શકે છે. 

ખાસ યાદ રાખો:

  • નાગરિકતા અધિનિયમ,1955માં પાંચ વાર સુધારા કરવામાં આવ્યા. જે વર્ષ 1986, 1992, 2003, 2005 અને 2015 માં થયા. (2003 માં કોમનવેલ્થ નાગરિકતાની જોગવાઈ દૂર કરવામાં આવી.)
  • રહેણાક' (અધિવાસ) (ડોમિસાઇલ)ની વ્યાખ્યા એ દેશ થાય છે જેને માણસનું કાયમી ઘર મનાય છે.
  • ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955માં સૌથી છેલ્લે ઈ.સ. 2015માં સુધારો થયો છે. જે મુજબ PIO અને OCI એ બંનેને એકબીજામાં વિલય કરી દેવામાં આવ્યા છે. PIO કાર્ડધારકોને OCI જેવી જ સવલતોની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઇબ્રાહિમ વજીર વિરુદ્ધ બૉમ્બે રાજયના વાદમાં ન્યાયાલયે જણાવ્યું કે કોઈપણ નાગરિકની નાગરિકતાનો અધિકાર સંસદીય કાયદા સિવાય અન્ય રીતે છીનવી શકાતો નથી. 

નાગરિકતા સંશોધન અધિનિયમ, 2015 :-

  • ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 6 જાન્યુઆરી, 2015 થી નાગરિકતા સંશોધન અધિનિયમ, 2015ને લાગુ કરી દેવામાં આવ્યો છે. જેના અંતર્ગત નાગરિકતા અધિનિયમ, 1955માં નીચે મુજબના સુધારા થયેલા છે.
  • હવેથી PIO કાર્ડ યોજના સમાપ્ત કરવામાં આવે છે અને બધા જ PIO કાર્ડને હવેથી OCI કાર્ડનો દરજ્જો પ્રાપ્ત થશે.
  • કેટલીક શરતો સાથે કલમ -7(A) અંતર્ગત નોંધણી દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરેલ ભારતીય નાગરિકના પતિ અથવા પત્ની અથવા કોઈ ભારતીય નાગરિકના પતિ અથવા પત્નીને પ્રવાસી ભારતીય નાગરિકતાના રૂપમાં નોંધણીની વ્યવસ્થા.
  • ભારતીય નાગરિકોના બાળકો, પૌત્ર-પૌત્રીઓ, પરપૌત્ર-પરપૌત્રીઓએ પ્રવાસી ભારતીય નાગરિક (OCI) કાર્ડધારકના રૂપે નોંધણી કરાવવાનો અધિકાર રહેશે.
  • વર્તમાનમાં ભારતીય નાગરિકતા મેળવવા ભારતમાં સતત એક વર્ષ રહેવું અનિવાર્ય છે તેમાં જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો તેમાં છૂટછાટ આપી શકે છે.
  • નાગરિકતા (સંશોધન) અધિનિયમ, 2015 અંતર્ગત ‘વિદેશી ભારતીય નાગરિક'ને બદલીને 'વિદેશી (પ્રવાસી) ભારતીય નાગરિક કાર્ડધારક (Overseas Citizen of India Cordholder)' કરવામાં આવ્યુ છે.

-----------------❌❌----------------------❌❌-----------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up