ભારતનું બંધારણ : નાગરિકતા ભાગ - 4

પ્રવાસી ભારતીય દિવસ સંમેલન :-

  • 9 જાન્યુઆરી, 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. તેમની યાદમાં દર વર્ષે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવવામાં આવે છે.
  • સૌપ્રથમ 9 જાન્યુઆરી, 2003ના રોજ પ્રથમ ભારતીય પ્રવાસી દિવસ મનાવવામાં આવ્યો હતો તથા તે સમયે ભારતીય મૂળના પ્રવાસી નાગરિકોને બેવડી નાગરિકતા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
  • સંસદ દ્વારા આ બાબતે કાયદો બનાવવામાં આવ્યો હતો. 

અત્યાર સુધીનાં પ્રવાસ ભારતીય દિવસ

ક્રમ

વર્ષ

સ્થળ

મુખ્ય અતિથિ

1.

2003

નવી દિલ્હી

 

ડૉ. નવીનચંદ્ર રામગુલામ (મૉરિશિયસના વડાપ્રધાન)

 

2.

2004

નવી દિલ્હી

 

ભરત જગદેવ (ગુયાનાના વડાપ્રધાન)

 

3.

2005

મુંબઈ

 

જે.આર. અજોધિયા (સૂરીનામના ઉપરાષ્ટ્રપતિ)

 

4.

2006

હૈદરાબાદ

 

અહમદ એમ. કથરાડા (નેલ્સન મંડેલાના સહયોગી)

 

5.

2007

નવી દિલ્હી

 

એસ.જયકુમાર (સિંગાપુરના ઉપવડાપ્રધાન)

 

6.

2008

નવી દિલ્હી

 

ડૉ.નવીનચંદ્ર રામગુલામ (મૉરિશિયસ વડાપ્રધાન)

 

7.

2009

ચેન્નઈ

 

રામદીન સદેજોય (સૂરીનામના ઉપરાષ્ટ્રપતિ)

 

8.

2010

નવી દિલ્હી

 

લૉર્ડ ખાલિદ હમીદ (લંડન ઇન્ટરનૅશનલ હૉસ્પિટલના મુખ્ય અધિકારી)

 

9.

2011

નવી દિલ્હી

 

આનંદ સત્યાનંદ (ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ)

 

10.

2012

જયપુર

કમલા પ્રસાદ વિશેશર (ત્રિનિદાદ-ટોબેગોના વડાપ્રધાન)

 

11.

2013

કોચીન

રાજકેશ્વર પુરયાગ (મૉરિશિયસના રાષ્ટ્રપતિ)

 

12.

2014

નવી દિલ્હી

 

દાતુક સેરી જી પાલા નિવલ (પર્યાવરણમંત્રી, મલેશિયા)

 

13.

2015

ગાંધીનગર

 

ડોનાલ્ડ રબીન્દ્રનાથ રામોતર (રાષ્ટ્રપતિ ગુયાના)

 

14.

2017

બેંગ્લૂરુ

 

ડૉ. ઍન્ટોનિયો કોસ્ટા (વડાપ્રધાન, પોર્ટુગલ)

 

15.

2019

વારાણસી

 

પ્રવિણકુમાર જુગનૌથ (વડાપ્રધાન, મોરેશિયસ)

 

16.

2021

દિલ્હી-વર્ચ્યુઅલ

શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી (સુરીનામ ના રાષ્ટ્રપતિ)

 

17.

2023

ઈન્દોર

 

ડૉ. મોહમ્મદ ઈરફાન અલી (ગુયાનાના રાષ્ટ્રપતિ)

 

18.

2025

ભૂવનેશ્વર, ઓડિશા

 


(થીમ : વિકસિત ભારતમાં ડાયસ્પોરાનું યોગદાન)

 

નાગરિકતાનાં અગત્યનાં અનુચ્છેદ ચાર્ટ સ્વરૂપે યાદ રાખો :

નાગરિકતા (Citizenship)

ભાગ 2

અનુચ્છેદ-5 :-

આ બંધારણના આરંભે નાગરિકતા

અનુચ્છેદ-6 :-

પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતાના અધિકાર

અનુચ્છેદ-7 :-

ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતા અધિકાર

અનુચ્છેદ-8 :-

ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા અધિકાર

અનુચ્છેદ-9 :-

પોતાની મરજીથી વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિકો નહિ ગણવા બાબત

અનુચ્છેદ-10 :-

નાગરિકતાના અધિકાર ચાલુ રહેવા બાબત

અનુચ્છેદ-11 :-

સંસદ દ્વારા કાયદાથી નાગરિકતા અધિકારનું નિયમન કરવા બાબત

 

-----------------❌❌----------------------❌❌----------- 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up