પ્રારૂપ/ ખરડા/ મુસદ્દા સમિતિ

બંધારણની પ્રસ્તાવના (આમુખ)

  • 9 ડિસેમ્બર, 1946ના રોજ બંધારણસભાની સૌપ્રથમ બેઠક સંસદભવનના કેન્દ્રીય કક્ષમાં મળી.
  • ડૉ. સચ્ચિદાનંદ સિન્હા બંધારણસભાના અસ્થાયી અધ્યક્ષ (સૌપ્રથમ અધ્યક્ષ) બન્યા.
  • 11 ડિસેમ્બર, 1946ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બંધારણસભાના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા; ઉપાધ્યક્ષ : એચ.સી. મુખરજી
  • 13 ડિસેમ્બર, 1946ના રોજ જ્વાહરલાલ નહેરુ દ્વારા બંધારણસભામાં ઐતિહાસિક “ઉદ્દેશ્ય પ્રસ્તાવ" રજૂ થયો. જેમાં કુલ 8 અનુચ્છેદ હતા. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર - બંધારણસભાના સલાહકાર- સર બેનીગાલ નરસિંહ રાવ (સર બી.એન.રાવ)
  • બંધારણસભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર-22 જાન્યુઆરી, 1947ના રોજ થયો, જે આગળ જતાં બંધારણની પ્રસ્તાવના (આમુખ) બની.

પ્રારૂપ/ ખરડા/ મુસદ્દા સમિતિ (Drafting Committee)

  • 29 ઑગસ્ટ,1947ના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં પ્રારૂપ સમિતિની રચના. જેના દ્વારા બંધારણનું પ્રારૂપ રજૂ કરવામાં આવ્યું.
  • બંધારણના પ્રારૂપને ફેબ્રુઆરી,1948માં બંધારણસભા આગળ રજૂ કરવામાં આવ્યું. જેમાં 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી.
  • બંધારણના પ્રારૂપ પર વિચાર કરવા 15 નવેમ્બર,1948થી 17 ઓક્ટોબર,1949 સુધી બંધારણસભાની અનેક બેઠકો મળી.
  • 26 નવેમ્બર,1949ના રોજ બંધારણસભાના અધ્યક્ષ ઉપરાંત 284 સભ્યોએ બંધારણ પર પોતાના હસ્તાક્ષર કર્યા.
  • ભારતની બંધારણસભાને બંધારણ બનાવતાં 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ લાગ્યા. 60 દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો, 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો.
  • ભારતનું બંધારણ બંધારણસભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું.
  • બંધારણસભામાં કુલ 11 અધિવેશન બેઠકો કરાઈ. જેમાં બંધારણનો પ્રારૂપ પર 114 દિવસ સુધી 166 બેઠકોમાં વિચારણા થઈ.
  • બંધારણસભાની પ્રસ્તાવના સૌથી છેલ્લે સ્વીકારવામાં આવી.
  • 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ પર બંધારણસભાના સભ્યો દ્વારા હસ્તાક્ષર (ફરી વાર) કરવામાં આવ્યા.
  • 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણસભાએ રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ચૂંટી કાઢ્યા.
  • 26 જાન્યુઆરી, 1950થી બંધારણનો અમલ શરૂ થયો. (26 જાન્યુઆરી, 1930ને કૉન્ગ્રેસે “પૂર્ણ સ્વરાજ દિવસ" તરીકે ઊજવ્યો તેની યાદમાં 26 જાન્યુઆરીથી બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો.)
  • ડૉ. બી. આર. આંબેડકરે 14 નવેમ્બર, 1949ના રોજ બંધારણસભા સમક્ષ 'ધ કન્સ્ટિટ્યૂશન એઝ સેટલ્ડ બાય ધી એસેમ્બલી બી પાસ્ડ’ પ્રસ્તાવ રજૂ કર્યો જેને બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ને પસાર કરી તેના પર અધ્યક્ષ અને સભ્યોએ હસ્તાક્ષર કર્યા.

26 નવેમ્બર, 1949થી લાગુ થયેલ બંધારણીય જોગવાઈઓ

  • નાગરિક્તા
  • રાષ્ટ્રપતિની શપથ અને પ્રતિજ્ઞા
  • ચૂંટણી
  • અનુચ્છેદ-366 (વ્યાખ્યાઓ)
  • કામચલાઉ સરકાર અને સંસદ
  • ટૂંકી સંજ્ઞા (બંધારણનું નામ - અનુચ્છેદ-393)

-/ આથી 26 નવેમ્બરને “કાયદા દિવસ” અને “બંધારણ દિવસ" તરીકે ઊજવવામાં આવે છે. 

 

ભારતના બંધારણની ખરડા સમિતિ/ પ્રારૂપ સમિતિ/ મુસદ્દા સમિતિ :

અધ્યક્ષ : ડો.ભીમરાવ આંબેડકર

અન્ય સભ્યો

1.

એન. ગોપાલસ્વામી આયંગર

2.

અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર

3.

કનૈયાલાલ મુનશી

4.

સૈયદ મુહમ્મદ સાદુલ્લાહ

5.

બી.એલ. મિત્તલ (પછીથી તેમના સ્થાને એન. માધવરાવ આવ્યા)

6.

ડી.પી. ખેતાન (1948માં તેમના મૃત્યુ પછી ટી.ટી.કૃષ્ણમાચારી આવ્યા)

 

બંધારણસભા દ્વારા બંધારણ નિર્માણ કરતા સમયે બંધારણના ત્રણ વાંચન કરવામાં આવ્યા.

  • પ્રથમ વાંચન : 4 નવેમ્બર, 1948થી 9 નવેમ્બર,1948 સુધી
  • દ્વિતીય વાંચન : 15 નવેમ્બર, 1948થી 17 ઓક્ટોબર, 1949 સુધી
  • તૃતીય વાંચન : 14 નવેમ્બર, 1949થી 26 નવેમ્બર,1949 સુધી

 

બંધારણસભા દ્વારા વિવિધ સમિતિઓ બનાવવામાં આવી.

બંધારણસભાની અગત્યની સમિતિઓ

અધ્યક્ષ

1.

પ્રારૂપ/મુસદ્દા સમિતિ

ડૉ. આંબેડકર

2.

પ્રારૂપ સમીક્ષા સમિતિ

અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર

3.

સંઘ બંધારણ સમિતિ

જ્વાહરલાલ નહેરુ

4.

પ્રાંતીય બંધારણ સમિતિ

સરદાર પટેલ

5.

મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ

સરદાર પટેલ

6.

સંઘ શક્તિ સમિતિ

જવાહરલાલ નહેરુ

7.

રાષ્ટ્રીય ઝંડા સમિતિ

જે.બી. કૃપલાણી

8.

પ્રક્રિયા નિયમ સમિતિ

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

9.

સંચાલન સમિતિ

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

10.

કાર્યસંચાલન સમિતિ

કનૈયાલાલ મુનશી

11.

મૂળભૂત અધિકાર ઉપસમિતિ

જે.બી. કૃપલાણી

12.

અલ્પસંખ્યક ઉપસમિતિ

એચ.સી. મુખરજી

13.

રાષ્ટ્રધ્વજ સંબંધી કામચલાઉ સમિતિ

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

 ખાસ યાદ રાખો:

  • ભારતના બંધારાસભાની કામચલાઉ સંસદ તરીકેની સૌપ્રથમ બેઠક 17 નવેમ્બર, 1947ના રોજ મળી જેના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકરને બનાવવામાં ખઆવ્યા. આ કામચલાઉ સંસદનું અસ્તિત્વ 17 એપ્રિલ, 1952ના રોજ સમાપ્ત કરી દેવામાં આવ્યું. પ્રથમ ચૂંટાયેલી સંસદ બંને ગૃહોની સાથે મે, 1952માં અસ્તિત્વમાં આવી.
  • બંધારણસભા દ્વારા મુલર (છાપ)" તરીકે 'હાથી'ના પ્રતીકને સ્વીકારવામાં આવ્યું.
  • સર બી.એન.રાવ બંધારણસભાના સલાહકાર તથા એચ.વી.આર. આયંગર, બંધારણસભાના સચિવ તરીકે નિવુક્ત થયા તથા એલ. એન મુખરજી બંધારણસભાના મુખ્ય પ્રારૂપકાર તરીકે નિમાયા.

-----------------❌❌----------------------❌❌-----------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up