ભારતનાં રાષ્ટ્રીય ચીન્હો

રાષ્ટ્રીય ધ્વજ (National Flag)

 

  • ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગો છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલો. આથી ભારતના રાષ્ટ્રીય ધ્વજને ત્રિરંગો પણ કહેવામાં આવે છે.
  • કેસરી રંગ શક્તિનો પ્રતીક છે, સફેદ રંગ શાંતિનો પ્રતીક છે, જ્યારે લીલો રંગ સમૃદ્ધિનો પ્રતીક છે.
  • ત્રિરંગાની સફેદ પટ્ટીમાં વચ્ચે 24 આરા ધરાવતો ચક્ર છે જે અશોકના સારનાથ ખાતેના સ્તંભમાંથી લેવામાં આવ્યો છે.
  • ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ : પહોળાઈનો માપ 3:2 છે.
  • વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ ડિઝાઈન યુરોપમાં મેડમ ભિખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
  • ત્યારબાદ 1929માં જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બરના રોજ રાવી નદીના તટ પર ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જેમાં ચક્રના સ્થાને ચરખો હતો.
  • સ્વતંત્રતા પછી બંધારણસભા દ્વારા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવા "ઝંડા સમિતિ”ની રચના કરવામાં આવી. “ઝંડા સમિતિ”ના અધ્યક્ષ જે.બી.કૃપલાણી હતા. સ્વતંત્રતા પછી 'પિંગલી વેંકૈયા’ દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
  • વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણસભા દ્વારા 22 જુલાઈ, 1947ના રોજ સ્વીકારવામાં આવ્યો.
  • રાષ્ટ્રીય ધ્વજનું માન-સન્માન જળવાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા "ભારતીય ધ્વજ સંહિતા, 2002" બનાવવામાં આવી છે. જે અનુસાર સામાન્ય નાગરિકો, ખાનગી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ રાષ્ટ્રીય ધ્વજને ફરકાવી શકે છે, પરંતુ તેનો અનાદર થવો જોઈએ નહિ.
  • સર્વોચ્ચ ન્યાયાલયના 22 જાન્યુઆરી, 2004ના નિર્દેશ મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ બંધારણના અનુચ્છેદ-19(1)(a) અંતર્ગત આવતો મૂળભૂત અધિકાર છે.

-----------------❌❌----------------------❌❌-----------

રાષ્ટ્રીય ચિન્હ (National Emblem)

  • ભારતનું રાજચિહ્ન એ સારનાથ (વારાણસી) ખાતેના અશોકના સિંહસ્તંભમાંથી લેવામાં આવ્યું છે.
  • મૂળ સ્તંભમાં 4 સિંહ છે જે એકબીજાની વિરુદ્ધ દિશામાં બેસેલા જણાય છે. આથી માત્ર ત્રણ સિંહ જ દેખાય છે. તેના નીચે ઘંટ આકારના પદ્મની ઉપર એક હાથી, એક ઘોડો, એક સાંઢ તથા એક સિંહની ઊપસેલી મૂર્તિઓ છે જેની વચ્ચોવચ ચક્ર છે.
  • એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલા આ સ્તંભની ઉપર ધર્મચક્ર રાખવામાં આવ્યું છે. નીચેની તરફ “મુંડુકોપનિષદ”માંથી લીધેલું સૂત્ર “સત્યમેવ જયતે” લખેલું છે જેની લિપિ દેવનાગરી છે. જેનો અર્થ થાય છે, : "કેવળ સત્યનો જ જય થાય છે."
  • ભારત સરકાર દ્વારા આ રાજચિહ્ન 26 જાન્યુઆરી, 1950ના રોજ અપનાવવામાં આવ્યું.

-----------------❌❌----------------------❌❌-----------

રાષ્ટ્રગાન (National Anthem)

  • ભારતનું રાષ્ટ્રગાન 'જન-ગણ-મન...' છે જે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા ઈ.સ. 1911માં મૂળ બંગાળીમાં રચવામાં અને સંગીતબદ્ધ (મદનાપલ્લી, આંધ્રપ્રદેશ ખાતે) કરવામાં આવ્યું હતું. તેના હિન્દી સંસ્કરણ 'જન-ગણ-મન'ને રાષ્ટ્રગાન તરીકે સ્વીકારાયું છે.
  • નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા આ બંગાળી ગીતનું કૅપ્ટન આબિદઅલી પાસે હિન્દી તથા ઉર્દૂમાં અનુવાદ કરવામાં આવ્યું.
  • રાષ્ટ્રગાનના આ ગાયનની અવધિ 52 સેકન્ડ છે. કેટલાક વિશિષ્ટ અવસરો પર રાષ્ટ્રગાન સંક્ષિપ્ત રૂપમાં પ્રથમ અને છેલ્લી પંક્તિ સાથે ગાવામાં આવે છે જેની અવધિ 20 સેકન્ડ છે.
  • સમગ્ર રાષ્ટ્રગાનમાં 5 પદ છે, જેનો પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે જે નીચે મુજબ છે.
  • ભારતનું રાષ્ટ્રગાન 'જન-ગણ-મન...' છે જે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા ઈ.સ. 1911માં મૂળ બંગાળીમાં રચવામાં અને સંગીતબદ્ધ (મદનાપલ્લી, આંધ્રપ્રદેશ ખાતે) કરવામાં આવ્યું હતું. તેના હિન્દી સંસ્કરણ 'જન-ગણ-મન'ને રાષ્ટ્રગાન તરીકે સ્વીકારાયું છે.
  • નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા આ બંગાળી ગીતનું કૅપ્ટન આબિદઅલી પાસે હિન્દી તથા ઉર્દૂમાં અનુવાદ કરવામાં આવ્યું.
  • રાષ્ટ્રગાનના આ ગાયનની અવધિ 52 સેકન્ડ છે. કેટલાક વિશિષ્ટ અવસરો પર રાષ્ટ્રગાન સંક્ષિપ્ત રૂપમાં પ્રથમ અને છેલ્લી પંક્તિ સાથે ગાવામાં આવે છે જેની અવધિ 20 સેકન્ડ છે.
  • સમગ્ર રાષ્ટ્રગાનમાં 5 પદ છે, જેનો પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે જે નીચે મુજબ છે.

-----------------❌❌----------------------❌❌-----------

રાષ્ટ્રગીત (Nation Song)

  • ભારતનું રાષ્ટ્રગીત “વંદે માતરમ્” છે, જેની રચના 7 નવેમ્બર, 1876ના રોજ બંકિમચંદ્ર ચૅટર્જીએ કાંતલપાત્ર ગામ (બંગાલ)ખાતે કરી છે. તેના પ્રથમ બે પદ સંસ્કૃતમાં છે જ્યારે બાકીના બાંગ્લામાં છે.
  • “વંદે માતરમ્” બંકિમચંદ્ર ચૅટર્જીની કૃતિ “આનંદમઠ”માંથી લેવામાં આવ્યું છે. “વંદે માતરમ્”ને “જન-ગણ-મન”ની સમાન દરજ્જો પ્રાપ્ત છે.
  • રાષ્ટ્રગીતના ગાયનની અવધિ 1 મિનિટ અને 5 સેકન્ડ (65 સેકન્ડ) છે.
  • “વંદે માતરમ્” સૌપ્રથમ ઈ.સ.1896માં ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસના 12મા અધિવેશનમાં કલકત્તામાં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લય અને સંગીત સાથે ગાવામાં આવ્યું હતું. આ અધિવેશનના અધ્યક્ષ રહમતુલ્લાહ સયાની હતા.
  • 24 જાન્યુઆરી,1950ના રોજ બંધારણસભા દ્વારા તેને સ્વીકારવામાં આવ્યું.
  • 15 ઑગસ્ટની મધ્યરાત્રિએ સંસદીય સચિવાલયમાં એમ.એસ. સુબ્બુલક્ષ્મી દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.

યાદ રાખો :

  • સંસદના દરેક સત્રનો પ્રારંભ રાષ્ટ્રગાન જન-ગણ-મન અને સત્રનું સમાપન રાષ્ટ્રગીત વંદે માતરમૂથી થાય છે.
  • સૌપ્રથમ અરવિન્દો ઘોષ દ્વારા આ ગીતનો હિન્દીમાં અને આરિફ મુહમ્મદખાન દ્વારા તેનો ઉર્દૂમાં અનુવાદ કરવામાં આવ્યો.
  • ઈ.સ. 1905માં કૉન્ગ્રેસ કારોબારીની બેઠકમાં તેને જ “વંદે માતરમ્’”ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપી દેવામાં આવ્યો હતો

-----------------❌❌----------------------❌❌-----------

રાષ્ટ્રીય પંચાંગ (કૅલેન્ડર) (National Calender)

  • ભારતનું રાષ્ટ્રીય પંચાંગ "શક સંવત” આધારિત છે. ગ્રેગોરિયન કૅલેન્ડર અને રાષ્ટ્રીય પંચાંગની તારીખોમાં સામ્ય જળવાઈ રહે છે.
  • શક સંવતની શરૂઆત ઈ.સ.78માં કનિષ્ક દ્વારા કરવામાં આવી. શક સંવતનો સૌપ્રથમ મહિનો ચૈત્ર છે.
  • જેનો પ્રથમ દિવસ 22 માર્ચના રોજ અને જો લિપ યર હોય તો 21 માર્ચના રોજ હોય છે. શક સંવત સામાન્ય રીતે 365 દિવસનો હોય છે.
  • ભારત સરકારે શક સંવતનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર 22 માર્ચ, 1957ના રોજ કર્યો.
  • રાષ્ટ્રીય પંચાંગ મુખ્યત્વે નીચેના સરકારી હેતુઓ માટે અપનાવવામાં આવ્યું છે.
  1. ભારતનો રાજપત્ર
  2. આકાશવાણીના સમાચાર પ્રસારણ
  3. ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા કૅલેન્ડર
  4. ભારત સરકાર દ્વારા નાગરિકોને સંબોધિત પત્ર

-----------------❌❌----------------------❌❌-----------

રાષ્ટ્રીય પશુ (પ્રાણી) (National Animal)

  • ભારતનું રાષ્ટ્રીય પશુ (પ્રાણી) વાઘ છે.
  • જેનું લેટિન નામ "પેન્થરા ટાઈગ્રીસલિનીયસ" (Panthera Tigris Linnaeus)
  • વિશ્વમાં વાઘની 8 પ્રજાતિઓ જોવા મળે છે જેમાં ભારતમાં જોવા મળતી પ્રજાતિને 'રોયલ બેન્ગાલ ટાઇગર' કહેવામાં આવે છે.
  • વાઘની ઘટતી જતી સંખ્યાના કારણે વાઘને સંરક્ષિત કરવા ઈ.સ. 1973 થી ભારત સરકાર દ્વારા "પ્રોજેક્ટ ટાઈગર" નામે યોજના શરૂ કરવામો આવી છે.

-----------------❌❌----------------------❌❌-----------

રાષ્ટ્રીય પક્ષી (National Bird)

  • ભારતનું રાષ્ટ્રીય પક્ષી "મોર" છે.
  • તેનું લેટિન નામ "પાવો ક્રિસ્ટેટસ" (Pavo Cristatus) છે.
  • નર મોર એ 200 જેટલા મોરપીચ્છ ધરાવે છે.
  • મોરને ભારતીય વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ, 1972 અંતર્ગત પૂર્ણ સંરક્ષણ પ્રાપ્ત છે.

-----------------❌❌----------------------❌❌-----------

રાષ્ટ્રીય પુષ્પ (National Flower)

 

  • ભારતનું રાષ્ટ્રીય પુષ્પ "કમળ" છે.
  • જેનું લૅટિન નામ "બેલમ્બો ન્યુસિપેરા ગાર્ટન" (Nelumbo Newsfera Gartan) છે.
  • કમળ આછા ગુલાબી રંગનું ફૂલ છે,
  • તે પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિનું શુભ પ્રતીક માનવામાં આવે છે.

-----------------❌❌----------------------❌❌-----------

રાષ્ટ્રીય વૃક્ષ (National Tree)

  • ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ "વડ" છે.
  • જેનું લેટિન નામ "ફાઇક્સ બેઘાલેન્સિસ" (Ficus Benghalensis) છે.
  • વડતું વૃક્ષ વિશાળ અને ઘટાદાર હોય છે તથા તેની શાખાઓ દૂર સુધી ફેલાયેલી હોય છે.

-----------------❌❌----------------------❌❌-----------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up