(1) સાર્વભૌમ (સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન)
- સાર્વભૌમ એટલે ભારત દેશ કોઈ અન્ય દેશ પર આધારિત નથી. ભારત સ્વતંત્રદેશ છે. તેમાં કોઈપણ પ્રકારનો સંસ્થાકીય દરજ્જો ધરાવતો નથી.
- ભારતની બંધારણસભા સાર્વભૌમ હતી. તે બ્રિટિશ પાર્લામેન્ટની દેન નથી. “અમે ભારતના લોકો...” આ શબ્દો તેની સાબિતી છે.
- પાકિસ્તાન 1956 સુધી ડોમિનિયન રહ્યું, પરંતુ ભારત શરૂઆત પછી 26 જાન્યુઆરી, 1950થી સંપૂર્ણ પ્રજાસત્તાક છે. ભારત 1949માં કૉમનવેલ્થમાં જોડાયું, પરંતુ ત્યારે જવાહરલાલ નહેરુએ આપેલા પ્રવચનથી કૉમનવેલ્થની વ્યાખ્યા જ બદલાઈ ગઈ અને ભારત ડોમિનિયન કહેવાયું નહિ.
- સંપ્રભુત્વ સંપન્ન દેશ હોવાના કારણે ભારત કોઈપણ વિદેશી સીમા અધિગ્રરણ અથવા કોઈ અન્ય દેશના પક્ષમાં પોતાની સરહદના કોઈ ભાગનો અધિકાર છોડી શકે છે.
2) લોકતંત્ર (લોકશાહી)
- Democracy શબ્દ એ બે ગ્રીક શબ્દનો બનેલો છે. Demos અર્થાત્ 'લોકો અને crariya અર્થાત્ શાસન.
- સંસદીય શાસન પ્રણાલી; લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું રાજ્ય. ભારત લોકશાહી રાજ્ય છે. અર્થાત્ ભારતની સરકાર સંપૂર્ણપણે લોકોને જવાબદાર રહેશે.
- ભારતની પ્રજા કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક એમ દરેક કક્ષાએ સાર્વત્રિક, પુખ્તવય મતાધિકારની પદ્ધતિથી સરકારની ચૂંટણી કરે છે.
(3) પ્રજાસત્તાક (ગણરાજ્ય)
- ભારતમાં દેશના સર્વોચ્ચ વડા એવા રાષ્ટ્રપતિનું પદ વંશાનુગત નથી જેવું કે બ્રિટનમાં છે,
- પરંતુ ભારતમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ (લોકસભા, રાજ્યસભા અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના સભ્યો) રાષ્ટ્રપતિને ચૂંટે છે.
- આથી ભારત પ્રજાસત્તાક છે. આ સિદ્ધાંત ફ્રાન્સ પાસેથી લીધેલો છે.
- બ્રિટન સાર્વભૌમ લોકશાહી દેશ છે, પરંતુ પ્રજાસત્તાક નથી, કારણ કે ત્યાં પરંપરાગત રાજાશાહી છે. જ્યારે ભારત લોકશાહી અને પ્રજાસત્તાક બંને છે.
4) સમાજવાદી (Socialist)
- 'સમાજવાદ' અર્થાત્ ઉત્પાદન અને વિતરણના સાધનો સંપૂર્ણપણે અથવા આંશિક જનતાના હાથોમાં હોય.
- સાર્વજનિક માલિકીમાં અર્થાત્ રાજ્ય (સરકાર)ના નિયંત્રણમાં બંધારણના અનુચ્છેદ-38 અને અનુચ્છેદ-39 દ્વારા સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરી સમાજવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
- ઈ.સ.1955માં કૉન્ગ્રેસ તેના અવાડીસત્ર (ચેન્નઈ)માં ભારતીય રાજ્યના લક્ષ્યને “સમાજનો સમાજવાદી પ્રારૂપ (Socialist Pattern of Society)"નો સ્વીકાર કર્યો હતો.
- ભારતીય સમાજવાદ, માર્ક્સવાદ અને ગાંધીવાદનું મિશ્ર સ્વરૂપ છે જેમાં ગાંધીયન સમાજવાદ તરફ વધુ ભાર આપવામાં આવ્યું છે.
- બંધારણના આરંભથી આ શબ્દ ન હતો. તે 42મા બંધારણીય સુધારા 1976 હેઠળ આમુખમાં જોડાયો.
5) પંથનિરપેક્ષ (42માં બંધારણીય સુધારાથી પ્રસ્તાવનામાં જોડાયેલ)
- અર્થાત્ રાજ્યનો કોઈ ધર્મ નથી. ભારતમાં વ્યક્તિને તેને ગમે તે ધર્મ પાળવાની, આચરવાની છૂટ આપવામાં આવી છે. અનુચ્છેદ-25 મુજબ બધા જ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે.
- ભારતમાં રહેતા જુદા-જુદા ધાર્મિક સમુદાયો વચ્ચે ભેદભાવ કરતી નીતિઓ સરકાર અમલમાં મૂકી શકે નહિ.
- “ભારત નથી ધાર્મિક, નથી અધાર્મિક કે નથી ધર્મવિરોધી એવું ધાર્મિક બાબતોમાં તટસ્થ રાજ્ય છે."
- બંધારણના આરંભથી આ શબ્દ ન હતો. તેને 42મા બંધારણીય સુધારા 1970 હેઠળ આમુખમાં જોડાયો જેને ભારતીય બંધારણમાં હકારાત્મક ખ્યાલ તરીકે સ્વીકારાયો.
6) વિચાર, અભિવ્યકિત, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા
- આ સિદ્ધાંત ફ્રેંચ ક્રાંતિમાંથી લેવાયો છે.
- આમુખમાં 5 પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે.
- અનુચ્છેદ-19માં વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, અનુચ્છેદ-25થી અનુચ્છેદ-28માં વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાનો સમાવેશ મૂળભૂત અધિકારોમાં કરવામાં આવ્યો છે. જે તેનું મહત્ત્વ દર્શાવે છે.
7) પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા.
- ભારતના બંધારણના ભાગ-3માં અનુચ્છેદ-15માં રાજ્ય અને કોઈ પણ નાગરિક અન્ય નાગરિક સાથે ધર્મ, વંશ, જન્મસ્થાનના આધારે ભેદભાવ રાખી શકશે નહિ.
- આ ઉપરાંત અનુચ્છેદ-16 અવસરની સમાનતા, અનુચ્છેદ-326 બધા જ નાગરિકો માટે સમાન સાર્વત્રિક વયસ્ક મતાધિકાર, અનુચ્છેદ-39 સી-પુરુષને સમાન વેતન દ્વારા પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત કરાવવા બંધારણમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે.
8) ન્યાય
- ભારતના બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત 1917ની રશિયા ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે.
- આમુખમાં ભારતના નાગરિકોને પ્રાપ્ત થાય તેવા ૩ ન્યાયની ચર્ચા કરવામાં આવી છે.
- (1) સામાજિક ન્યાય :- અનુચ્છેદ - 15 : પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈ અનામત દ્વારા,
અનુચ્છેદ-38 : સામાજિક અસમાનતા દૂર કરવી.
- (2) આર્થિક ન્યાય :- અનુચ્છેદ – 39 : રાષ્ટ્રીય ધનમાં વૃદ્ધિ કરી તેનું બધા જ લોકોમાં સમાન વિતરણ.
- (3) રાજકીય ન્યાય :- અનુચ્છેદ-16 : અવસરની સમાનતા.
9) વ્યક્તિની ગરિમા
- આ માટે બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા વગેરેના મૂળભૂત અધિકારોની ગેરેન્ટી આપવામાં આવી છે.
- આ ઉપરાંત રાજ્યને નીતિનિર્દેશક તત્ત્વોમાં દિશાનિર્દેશ આપ્યો કે જેથી રાજ્યો પોતાની નીતિઓનું નિર્માણ એ મુજબ કરે કે બધા નાગરિકોને આજીવિકા માટે સાધન, કામની ન્યાયસંગત અને માનવોચિત દશાઓ તથા એક યોગ્ય જીવનસ્તર ઉપલબ્ધ થાય.
- વ્યક્તિની ગરિમાનો ઉલ્લેખ બંધારણના નીચેના અનુચ્છેદમાં જોવા મળે છે :
અનુચ્છેદ - 17: અસ્પૃશ્યતા નિવારણ
અનુચ્છેદ - 32 : વ્યક્તિગત રીતે બંધારણીથ ઇલાજોનો અધિકાર
અનુચ્છેદ - 39(1) : રાજ્યએ સ્ત્રી-પુરુષ બંનેને આજીવિકા માટે પર્યાપ્ત સાધનો પ્રદાન કરવા.
અનુચ્છેદ - 42 : રાજ્યએ કામની ન્યાયસંગત, માનવોચિત દશાઓ અને માતૃત્વ સહાય પૂરી પાડવી.
10) રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને બંધુત્વ
- ભારતના બંધારણના ભાગ-4(A)માં અનુચ્છેદ-51(A)માં મૂળભૂત
- ફરજોમાં દરેક વ્યક્તિની ફરજ તરીકે "ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરવી" દર્શાવવામાં આવેલ છે.
- ઈ.સ. 1948ના યુ.એન.ના જાહેરનામામાં કહેવામાં આવ્યું કે “તમામ મનુષ્યો જન્મે સ્વતંત્ર છે, સમાન રીતે સન્માનના અધિકારી છે. તેમની પાસે બુદ્ધિ અને ઝમીર છે. એકબીજા સાથે તેમણે ભાઈચારાનો વ્યવહાર કરવી જોઈએ."
- આમુખના સિદ્ધાંતો :-
મુખ્યરૂપથી આમુખના ચાર સિદ્ધાંત છે.
1) ભારતની પ્રકૃતિ : તે દર્શાવે છે કે ગણતંત્ર, પંથનિરપેક્ષ, સમાજવાદ અને લોકશાહી (લોકોના શાસનવાળો) દેશ છે.
2) બંધારણનો હેતુ (ઉદ્દેશ્ય) : ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાનો છે. જે દર્શાવે છે કે બધા માટે ન્યાયિક સુવિધા રખાશે.
3) બંધારણીય અધિકાર : ભારતના લોકોમાં કે લોકોની શક્તિ એ બંધારણનો સ્ત્રોત છે.
4) બંધારણ સ્વીકાર થયાની તારીખ : બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949 બંધારણ સ્વીકાર્યું.
યાદ રાખો :
- ભારતના બંધારણની પ્રસ્તાવનાનું પ્રારૂપ (માળખું) બંધારણસભાના સલાહકાર સર બી.એન.રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું.
- 13 ડિસેમ્બર, 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ભારતની બંધારણસભામાં પ્રસ્તાવના રજૂ કરવામાં આવી, જેને સૌથી છેલ્લે 22 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણસભા દ્વારા બંધારણની પ્રસ્તાવના તરીકે અપનાવવામાં આવી.
- "પ્રસ્તાવનામાં આપણી આકાલાઓ સામેલ છે જેના માટે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે" - જવાહરલાલ નહેરુ
- નાસ્તિક રાજ્ય :- એવું રાજય (દેશ) જે ભપા જ ધર્મોનો ઈન્કાર કે વિરોષ કરતો હોય તથા કોઈ જ પર્મને માન્યતા આપે નહિ.
- સૈદ્ધાંતિક રાજ્ય :- એવું રાજય (દેશ) જેનો પોતાનો કોઈ વિશેષ ધર્મ હોય જેમ કે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, વગેરે ધર્મનિરપેક્ષ રાજ્ય :- એવું રાજ્ય જે નથી ધાર્મિક કે નથી ધર્મ વિરોધી જે યાર્મિક બાબતોમાં તટસ્થ રાજ્ય છે. જેમ કે યુ.એસ.એ., ભારત વગેરે.
આમુખની એક ઝલક
|
ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિ
|
જવાહરલાલ નેહરુ
|
ઉદ્દેશ પ્રસ્તાવની રજૂ કરાઈ તે તારીખ
|
13 ડિસેમ્બર, 1946
|
ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર
|
22 જાન્યુઆરી, 1947
|
આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર
|
સર બી.એન. રાવ
|
આમુખનો બંધારણમાં સ્વીકાર
|
22 જાન્યુઆરી, 1950
|
આમુખમાં એક્માત્ર સુધારો
|
42મો બંધારણીય સુધારો, 1976 (સમાજવાદ, પંથનિરપેક્ષ અને અખંડિતતા શબ્દ ઉમેરાયા)
|
બંધારણની ડિઝાઇન
|
શ્રી બેઓહર રામમનોહર સિંહા દ્વારા ચિત્રીત કરાઈ હતી.
|
-----------------❌❌----------------------❌❌-----------
Comments (0)