રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

૩૭ મી રાષ્ટ્ર્રીય રમત

  • રાષ્ટ્ર્રીય રમતની શરૂઆતમાં નામ ‘અખિલ ભારતીય ઓલમ્પિક ખેલ’ રાખવામાં આવ્યુ હતું.
  • રાષ્ટ્ર્રીય રમતની શરૂઆત ઈ.સ. ૧૯૨૪ માં લાહોર (પાકિસ્તાન) થી કરવામાં આવી હતી.
  • વર્ષ ૧૯૪૦ માં મુંબઈ આયોજીત ૯ માં સંસ્કરણમાં “અખિલ ભારતી ઓલમ્પિક ખેલને “રાષ્ટ્રીય રમત” થયું?
  • આઝાદી પછી પ્રથમ વાર આયોજન ઈ.સ. ૧૯૪૮ માં લખનૌ (ઉત્તર પ્રદેશ) ખાતે થયુ.
  • બ્રિટીશ સમય સુધી ૧૯૪૭ સુધીમાં કુલ ૧૨ વખત રાષ્ટ્રીય રમતનું આયોજન થયુ હતું.
  • આ આયોજન “ભારતીય ઓલમ્પિક સંઘ” દ્વારા કરવામાંઆવે છે.
  • આ ભારતીય ઓલમ્પિક સંઘની સ્થાપના ઈ.સ. ૧૯૨૭ માં કરવામાં આવી. અને તેનું મુખ્યાલય નવી દીલ્હી ખાતે આવેલ છે. અને તેના અધ્યક્ષ પી.ટી. ઉષા છે.
  • વર્ષ ૨૦૨૨ માં ૩૬ મી રાષ્ટ્રીય રમતનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યુ.
  • જેમાં કુલ ૩૬ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • ૩૭ માં રાષ્ટ્રીય રમતનું આયોજન ગોવાનાં અગલ અગલ ૫ શહેરમાં થયુ હતું.

ટુંકી માહીતી:

સંસ્કરણ                            : ૩૭ મું

શુભંકર                             : મોગા (જંગલી ભેંસ) (જેને સ્થાનિક લોકો બાઈસન તરીકે ઓળખે છે.)

થીમ સોંગ                          : “ખેલ એસા ખેલ જૈસા કોઈ ખેલા ના હો”

આદર્શ વાક્ય                      : ગેટ સેટ ગોવા

ઉદ્દઘાટન                           : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. (સ્થળ- પંડિત જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ)

સમાપન                            : ઉપરાષ્ટ્રીયપતિ જગદીપ ઘનખડ (સ્થળ- શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડીયમ)

કુલ રમતો                          : ૪૩ (આ વર્ષે કુલ ૭ નવી રમતો સામેલ કરવામાં આવી.)

 

આ તમામ રમતોમાંથી માત્ર સાઈકલીંગ અને ગોલ્ફનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યુ હતુ.

પ્રથમ સ્થાન મેળવવાને “રાજા ભલીન્દ્રસિંહ ટ્રોફી આપવામાં આવે છે.

આ રમતમાં   પ્રથમ સ્થાને મહરાષ્ટ્ર  (કુલ ૨૨૮ મેડલ) રહ્યા હતા.

                બીજા સ્થાને સર્વિસીસ (કુલ ૧૨૬ મેડલ) રહ્યા હતા.

બેસ્ટ પુરુષ પ્યેલર ઓફ ટુર્નામેન્ટ : શ્રીહરિ નટરાજ (કર્ણાટક) (સ્વિમીંગ).

બેસ્ટ મહિલા પ્યેલર ઓફ ટુર્નામેન્ટ: પ્રાણતિ નાયક અને સંયુક્તા પ્રાસેન (ઓડિશા) (જિમનાસ્ટીક)

 "૩૮ માં રાષ્ટ્રીય રમતનું આયોજન ઉત્તરાખંડ માં થવાનું છે."

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up