ભારતે થોડા દિવસો પહેલાં સૂર્યયાન લોન્ચ કર્યું હતું, જેનું નામ આદિત્ય-L1 રાખવામાં આવ્યું છે. એ મિશન આજે અવકાશમાં નિર્ધારિત સ્થળે પહોંચશે. જ્યાં રહીને યાન સૂર્યનો અભ્યાસ કરવાનું છે એ જગ્યાનું નામ લેગ્રાન્જ પોઈન્ટ છે અને એ ધરતીથી 15લાખકિલોમીટરદૂર છે. આપણે આજે જાણીએ કે સૂર્યયાન કેવું છે અને કઈ રીતે સૂર્યનો અભ્યાસ કરશે.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નું સૌર મિશન આદિત્ય-L1ને PSLV-C57 રોકેટને શ્રીહરિકોટાનાસતીશધવનસ્પેસસેન્ટરથી 2સપ્ટેમ્બરેસવારે 50વાગ્યેલોન્ચકરવામાંઆવ્યું. ભારતનું આ પ્રથમ સૂર્ય મિશન છે. આ મિશનનો હેતુ સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના એટલે કે સૂર્યની બાહ્ય કિનારી પર નજર રાખવાનો છે, જેથી તેને સંબંધિત અગત્યની માહિતી મેળવી શકાય.
ઈસરોની સ્થાપના ડો. વિક્રમ સારાભાઈએ 15ઓગસ્ટ 1969 નાં દિવસે કરી હતી. અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન, ચીન સહિત ભારત દુનિયાનાં તે ૬ દેશોમાં સામેલ છે, જે પોતાની ધરતી પર સેટેલાઈટ બનાવવાની અને તેને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. ઈસરો આજે ચંદ્ર પર Chandrayaan-3 ઉડાડી રહ્યું છે અને સૂર્ય પાસે પહોચેલું આદિત્ય L-1 મિશન આખરી ચરણમાં છે.
આદિત્ય-L1મિશનશુંછે?
આદિત્ય-L1 મિશનમાં PSLV-C57 રોકેટને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવ્યું. જે તેની સાથે સાત પેલોડ લઈને ગયું છે. ચંદ્રયાન-3 મિશનની જેમ, પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષાની સાથે તેના વેગને ત્યાં સુધી વધારવામાં આવ્યો, જ્યાં સુધી તે સૂર્યની નજીક ન પહોંચી જાય. તેને L1 બિંદુની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાનું છે, જ્યાં તે પાંચ વર્ષ સુધી અભ્યાસ કરી વિવિધ ડેટા એકત્રિત કરશે. આદિત્ય-L-1 અંતરિક્ષમાં આપણી પ્રયોગશાળા તરીકે કામ કરશે. સૂર્યમાં થતી ગતિવિધિની અસર પૃથ્વી પર કેવી અને કેટલી થાય છે તેનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાશે. ખાસ કરીને એક પ્રશ્નનો જવાબ મળી શકશે કે સૂર્યની સપાટીનું તાપમાન 6000 ડિગ્રી કેલ્વિન (તારાના તાપમાન માટે કેલ્વિન શબ્દ વપરાય) જેટલું હોય છે, જ્યારે તેની બાહ્ય કિનારી (કોરોના)નું તાપમાન 10 લાખ ડિગ્રી કેલ્વિન જેટલું ગરમ હોય છે. સૂર્યના જ બે ભાગના તાપમાન વચ્ચે આટલો મોટો તફાવત કયાં કારણે હશે તે સમજવા ખગોળશાસ્ત્રીઓ વર્ષોથી સંશોધન કરી રહ્યા છે.
સૂર્યનોઅભ્યાસશાંમાટેજરૂરી?
સૂર્ય એ સૌરમંડળનું કેન્દ્ર છે. તમામ ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યનો અભ્યાસ કરીને એ સમજી શકાય કે સૂર્યમાં થતા ફેરફારો પૃથ્વી પર કેવી અસર કરી શકે. અવકાશમાંથી સૂર્યનો અભ્યાસ કરવો જરૂરી છે કારણ કે પૃથ્વીનું વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્ર રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે, જે હાનિકારક કિરણોત્સર્ગને અવરોધે છે. અર્થ એ કે, પૃથ્વી પર રહીને સૂર્ય વિશે સ્પષ્ટ માહિતી મેળવી શકાશે નહીં. સૂર્યમાંથી સતત ઊર્જા વહે છે જેને તે બે રીતે ઊર્જા છોડે છે. એક પ્રકાશનો સામાન્ય પ્રવાહ, જે પૃથ્વીને પ્રકાશિત કરે છે અને જીવન શક્ય બનાવે છે. બીજું, પ્રકાશ, કણો અને ચુંબકીય ક્ષેત્રોનો એવો વિસ્ફોટ જે પૃથ્વી પરની ઇલેક્ટ્રોનિક વસ્તુઓને નુકસાન પહોંચાડી શકે છે. તેને સોલર ફ્લેર કહે છે. સોલર ફ્લેર પૃથ્વી પર પહોંચે ત્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એનાથી આપણું રક્ષણ કરે છે. પરંતુ, જો તે ભ્રમણકક્ષામાં આપણા ઉપગ્રહો સાથે અથડાઈ પડે તો તેને નુકસાન થાય અને પૃથ્વીની સંચાર પ્રણાલી અને અન્ય વસ્તુઓ અટકી જાય. 1859માં પૃથ્વી પર આવી સોલર ફ્લેર ત્રાટકી હતી. તેને 'કેરિંગ્ટન ઇવેન્ટ' કહેવામાં આવે છે. તેનાથી પૃથ્વી પર ટેલિગ્રાફ કોમ્યુનિકેશનને ઘણી અસર થઈ. જો સોલર ફ્લેરની સ્પષ્ટ સમજ હોય તો ભવિષ્યમાં ફરી એવી પરિસ્થિતિ ઊભી થાય તો જરૂરી પગલાં લઈ શકાય.
PSLV-C57: આદિત્યનેપાર્સલકરનારું- રોકેટ
PSLV રોકેટનો ઉપયોગ અવકાશમાં ઉપગ્રહો, સેટેલાઇટ અને અવકાશયાન છોડવા માટે થાય છે. આ રોકેટ વડે ભારતે અવકાશમાં વિવિધ સેટેલાઇટનું સફળ પ્રક્ષેપણ કરી પોતાનું સ્થાન વિશ્વમાં મજબૂત બનાવ્યું છે. PSLV રોકેટને વિવિધ ચરણમાં વિભાજીત કરવામાં આવ્યું છે. લોન્ચિંગ પછી . રોકેટ ઊંચે જાય એમ તેના વિવિધ ભાગ-તબક્કા છૂટા પડતા જાય. કોઈ પણ રોકેટમાં ઉપગ્રહ કે સ્પેસક્રાફ્ટ અહીં તસવીરમાં બતાવ્યું છે એમ સૌથી ઊપર ગોઠવાયેલાં હોય છે. ત્યાંથી જ અલગ પડીને સ્પેસક્રાફ્ટ પોતાના બળતણ દ્વારા અવકાશમાં આગળ વધે, જે રીતે આદિત્ય-115 લાખ કિલોમીટર સુધી પહોંચ્યુ.
જ્યાંઆદિત્યગોઠવાશેએL1પોઈન્ટશુંછે?
ધરતીને પોતાનું ગુરુત્વાકર્ષણ છે. ચંદ્રને પોતાનું સૂરજને પોતાનું... એ બધા ગુરુત્વાકર્ષણો અવકાશી પદાર્થોને પોતાની શક્તિ મુજબ પોતાની તરફ ખેંચે. પણ કેટલાક સ્થળ એવા પણ છે, જ્યાં સામસામા ગુરુત્વાકર્ષણનો છેદ કપાય. ફ્રાન્સના ગણિતશાસ્ત્રી જોસેફ લુઈસલેગ્રાજ અવકાશમાં એવા પાંચ સ્થળો શોધી કાઢ્યા છે જ્યાં વિવિધ ગ્રહો- તારાઓનું ગુરુત્વાકર્ષણ એકબીજાને કાપે છે. જેમ બે જિલ્લાની હદ પુરી થતી હોય એમ બે (કે તેનાથી વધારે) અવકાશી પદાર્થોના ગુરુત્વાકર્ષણની હદ જ્યાં ભેગી થતી હોય એવું સ્થળ એટલે લેગ્રાન્જ પોઈન્ટ એમ કહી શકાય. લુઈસ લેગ્રાન્જે શોધેલા પાંચેય સ્થળ એલ-1, એલ-2, એલ-3, એલ-4, એલ-5 તરીકે ઓળખાય છે. તેમાંથી આદિત્ય મિશન એલ-1પર પાર્ક થશે. એલ-1નું અંતર ધરતીથી 15 લાખ કિલોમીટર છે. એ સ્થળે આદિત્ય સ્પેસક્રાફ્ટ સદાકાળ સ્થિર રહેશે. માટે સૂર્યના કિરણોનો વધારે સારી રીતે અભ્યાસ કરી શકશે.
આદિત્યપાસે7પેલોડ્સછે.
PAPA - Plasma Analyser Package for Aditya - સૂર્યના ગરમ પવનોનો અભ્યાસ કરશે.
Comments (0)