પ્રાણીમિત્ર અને જીવદયા પુરસ્કાર-2025

 

  • 27 ફેબ્રુઆરી, 2025ના રોજ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI)એ નવી દિલ્હીમાં આયોજિત પ્રાણીમિત્ર અને જીવદયા પુરસ્કાર સમારોહ યોજયો હતો.
  • AWBIની સ્થાપના પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાના નિવારણ (PCA) કાનૂન, 1960 અંતર્ગત કરાઈ છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પ્રાણીઓને બિનજરૂરી દર્દ કે પીડા ન થાય.
  • આ કાર્યક્રમનો ઉદ્દેશ પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં અસાધારણ યોગદાન આપનારી વ્યક્તિઓ અને સંગઠનોનું સન્માન કરવાનો છે.

પ્રાણીમિત્ર અને જીવદયા પુરસ્કારો અંગે...

  • આ પુરસ્કાર બે મુખ્ય શ્રેણીઓ - પ્રાણીમિત્ર પુરસ્કાર અને જીવદયા પુરસ્કારના નામે અપાય છે.
  • જે અનુક્રમે ઈ.સ.1966માં અને 2001માં શરૂ કરાયા છે.
  • પ્રાણીમિત્ર પુરસ્કાર પાંચ પેટાશ્રેણીઓ – હિમાયત (વ્યક્તિગત), નવીન વિચાર (વ્યક્તિગત), આજીવન પ્રાણી સેવા (વ્યક્તિગત), પ્રાણી કલ્યાણ સંગઠનો અને કોર્પોરેટ, જાહેર ક્ષેત્રના એકમો, સરકારી સંસ્થાઓ અથવા સહકારી સમિતિઓ માટે બે-બે પુરસ્કાર અપાય છે.
  • જીવદયા પુરસ્કાર ત્રણ પેટાશ્રેણીઓ - વ્યક્તિગત, પ્રાણી કલ્યાણ સંગઠન અને સ્કૂલો, સંસ્થાઓ, શિક્ષકો અથવા બાળકોમાંથી કોઈ એકને.

પુરસ્કાર વિજેતાઓની યાદી...

(A) પ્રાણીમિત્ર પુરસ્કાર

શ્રેણી

વિજેતા

સ્થાન

હિમાયત-વ્યક્તિગત

અખિલ જૈન

રાયપુર, છત્તીસગઢ

નવીન વિચાર-વ્યક્તિગત

રમેશભાઈ વી. રૂપારેલિયા

ગોંડલ, ગુજરાત

આજીવન પ્રાણી સેવા -વ્યક્તિગત

હરનારાયણ સોની

જોધપુર, રાજસ્થાન

પ્રાણી કલ્યાણ સંગઠન  (AWO)

શ્રી શ્રી 1008 શ્રીરામ રતનદાસજી વૈષ્ણવ ગૌસેવા સમિતિ

મુરૈના, મધ્ય પ્રદેશ

કોર્પોરેટ/PSU/સરકારી સંસ્થા/સહકારી સમિતિઓ

રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટ

જામનગર, ગુજરાત

  (B) જીવદયા પુરસ્કાર

શ્રેણી

વિજેતા

સ્થાન

વ્યક્તિગત

નિશા સુબ્રમણ્યમ કુંજુ

મુંબઈ, મહારાષ્ટ્ર

પ્રાણી કલ્યાણ સંગઠન (AWO)

ભગવાન મહાવીર પ્રાણી રક્ષા કેંદ્ર

કચ્છ, ગુજરાત

સ્કુલ/સંસ્થા શિક્ષક બાળકો (18 વર્ષથી ઓછી ઉંમરના)

માસ્ટર ચૈતન્ય એમ. સક્સેના

માસ્ટર આદિ શાહ

જયપુર, રાજસ્થાન

મુંબઈ, મહારાષ્ટ્ર

     

 ચાર પુસ્તિકાઓનું વિમોચન

સમારોહ દરમિયાન ભારતમાં પ્રાણી કલ્યાણ માટે નિયમો અને માર્ગદર્શિકાઓના અસરકારક અમલીકરણ માટે ચાર મહત્ત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન કરાયું હતું, જે નીચે મુજબ છે.

  • હેન્ડબુક ફોર વેટરિનરી ઓફિસર્સ ઓન એનિમલ વેલ્ફેર લૉઝ
  • લૉ એન્ફોર્સમેન્ટ હેન્ડબુક ઓન એનિમલ વેલ્ફેર લૉઝ
  • એનિમલ લૉ હેન્ડબુક ફોર અર્બન લોકલ બોડીઝ
  • રિવાઈઝડ એનિમલ બર્થ કન્ટ્રોલ (ABC) મૉડડ્યુલ ફોર સ્ટ્રીટ ડોગ્સ પોપ્યુલેશન મેનેજમેન્ટ, રેબીઝ ઈરેડિકેશન & રિડ્યુસિંગ મેન-ડોગ કોન્ફિલક્ટ.

---------------------❌-----------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up