તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસું સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યુ.
- જે લોકો માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપશે, તો તે ગુહ્નો ગણાશે.
- આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ છે.
- અંધશ્રદ્ધા કરાવનાર, ઘડનાર અને આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનાર સામે કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવશે.
- આમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન નહીં મળવાની સાથે 6 માસથી લઈ 7 વર્ષ સુધીની કેદ, અને 5 હજારથી લઈ 50 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
- આસામ, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદાના અમલ પછી ગુજરાત 7મું રાજ્ય બનશે.
કોના ઉપર કાર્યવાહી?
- કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા...
- ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ કાર્યવાહી થઈ શકે છે.
કઈ કઈ પ્રવૃત્તિ ગુહ્નો ગણાશે નહીં?
- પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા તેમજ ઉપાસના, હરિપથ, કીર્તન, પ્રવચન, ભજન, પ્રાચીન અને પરંપરાગત વિધાઓ અને કળાઓનો ઉપદેશ, તેનો અભ્યાસ, પ્રચાર, પ્રસાર તેમજ મૃત સંતોના ચમત્કારો, ધાર્મિક ઉપદેશકોના ચમત્કારો કે જેનાથી શારીરિક ઈજા કે આર્થિક નુકસાન થતું નથી તેના વિશે સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો.
- ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થળો જેવા સ્થળોએ પ્રાર્થના, ઉપાસના અને તમામ ધાર્મિક વિધિઓ જેનાથી શારીરિક હાની કે આર્થિક નુકસાન થતું નથી તે કરવી.
- તમામ ધાર્મિક ઉજવણીઓ, તહેવારો, પ્રાર્થનાઓ, સરઘસ અને તેને લગતા અન્ય કોઇ પણ કાર્યો, મન્નત, નવાસ, મોહરમ શોભાયાત્રા અને અન્ય તમામ ધાર્મિક વિધિઓ કરવી, ધાર્મિક વિધિઓ અનુસાર બાળકોના કાન અને નાક વીંધવા, કેશલોચન જેવી ધાર્મિક વિધિ કરવી તેમજ વાસ્તુશાસ્ત્ર અને ભૂગર્ભજળના સ્ત્રોત લગતી સલાહ, જ્યોતિષીની સલાહ આપવી વિગેરે પ્રવૃત્તિ ગુનો ગણાશે નહીં.
ગુજરાતમાં બનેલી કાલાજાદુની કેટલીક ઘટનાઓ
- બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઇ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરી નાંખવામાં આવી.
- ગીર સોમનાથ જિલ્લામાં પોતાની 14 વર્ષની દીકરીને કોઇ વળગાડ છે તેવી મનમાં શંકા રાખી આ વળગાડ દૂર કરવા પોતાના ખેતરમાં દીકરીને બે કલાક આગ પાસે ઊભી રાખી, બાદમાં દાઝેલી દીકરીને ચાર-પાંચ દિવસ સુધી ખેતરમાં જ ભૂખી બાંધીને રાખી મોત નિપજાવવામાં આવ્યું.
- આવા જ ગુન્હો ભવિષ્યમાં કોઈનાં દ્વારા કરવામાં આવે નહીં તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા અંધશ્રદ્ધા વિરોધી બિલ પસાર કરવામાં આવ્યુ છે.
──━──━────━──━────━──━──━──━──━────⊱⊰────━━──━──━──━──━───━──━────━──━──
પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે...??
Q.1 તાજેતરમા વિધાનસભા દ્વારા પસાર કરાયેલ 'અંધશ્રધ્ધા વિરોધી બિલ -2024' વિષે 200 શબ્દોમાં લખો 10 Makrs
━──━──━──━──━──━────⊱ Join Now ⊰────━━──━──━──━──━──
AMC Junior Clerk તથા CCE (Mains) ની તારીખ ટુંક સમયમા આવશે. તેના માટે મોકટેસ્ટ તેમજ Daily Test આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી અમારી અત્યારે જ જોડાવ. (સંપૂર્ણ FREE)
Comments (0)