ચાંદીપુરા વાઈસર

શું છે આ વાયરસ...?

  • આ વાયરલ ઈન્ફેક્શનનો પ્રથમ કિસ્સો ઈ.સ. 1965 માં મહારાષ્ટ્ર જિલ્લાનાં નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો તો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે.
  • ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમા ચંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે. જે હાલ એટલે કે ૧૮ જુલાઈ ની સ્થિતિ પછી ખુબ ઝડપથી કેસમાં વધારો થતો જણાય છે.
  • ચંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડફ્લાય નામનું વાહક જવાબદાર છે.

સેન્ડ ફ્લાય

સેન્ડફ્લાઈ ચાંદીપુરા વાઈરસ જે.ઈ. તેમજ કાલા આઝારની બીમારી ફેલાવવામાં ભાગ ભજવે છે.

 

ઈન્ફેકશનનો ફેલાવો 

 આ સેન્ડીફ્લાઈ કાચા મકાનોની નાની નાની તારોડો અથવા માટીથી બનેલા ભાગોમાં રેવાનું પસંદ કરે છે.
તેને ભેજવાળું વાતાવરણ ખુબ અનુકુળ આવે છે.

 

Epidemiology :

• મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમા અસર જોવા મળે છે.

• કેસો ખાસ કરીને જથ્થામા જોવા ન મળતા છુટા છવાયા જોવા મળે છે.

• 9 માસથી લઈ ને 14 વર્ષના બાળકોને જોખમ રહે છે.

• સેન્ડ ફ્લાય વાહક છે.

• Male: Female ratio is 1.077.

• સારવાર થયેલ બાળકોમા Neurological sequelae ભાગ્યે જ જોવા મળે છે.

 

 Clinical features :

• ટૂંકા ગાળાનો હાઈ ગ્રેડ ફીવર

• ઝાડા, ઉલ્ટી

• માથુ દુખવુ

• અર્ધભાન અવસ્થા

• ખેંચ

• Acute encephalitis / encephalopathy

• લક્ષણો ની શરૂઆત થયા બાદ 48 થી 72 કલાકમા મૃત્યુ

 

નિદાન

  • તેના માટે લેવાના થતા સેમ્પલ : Serum sample & CSF.
  • દર્દી તેમજ કોન્ટેક્ટ સેમ્પલ
  • સેમ્પલ કલેક્શન કર્યા પછી તાત્કાલિક ધોરણે એન.આઈ.વી. પુણે ખાતે મોકલવા
  • સીરોલોજીકલ ટેસ્ટ : igM (after 4 days of illness) & igG ELISA for primary detection.
  • એન્ટીજનની ઓળખ : ELISA, IFA.
  • Confirmatory test - Genome detection of PCR-G gene by RT-PCR.

 

AES - સર્વેલન્સ પ્રોસેસ ડાયાગ્રામ

 

 

સર્વેલન્સ કામગીરી

  • કેસોનું લાઈનલીસ્ટીંગ
  • આસપાસના વિસ્તારોમાંથી એપીડેમીયોલોજીકલી જોડાયેલા અન્ય કેસો શોધવા અને ક્લસ્ટર માં થયેલ કેસો શોધવા

સેન્ડફ્લાય બ્રીડીંગ સ્થળો શોધવા

  • બ્રીડીંગ સાઈટ્સ
  • કાચી લીપણ કરેલ દિવાલોમા જોવા મળતી તીરાડો અને છીદ્રોમા
  • ઝાડ માં જોવા મળતા છીદ્રો
  • અંધારીયા ઓરડાઓમાં
  • કાટમાળ ભરેલ હોય તેવા રૂમ, સ્ટોર રૂમ
  • બ્રીડીંગ પ્લેસ હોય તેના 50 યાર્ડમા સ્ક્રીનીંગ કરવુ

સેન્ડફ્લાય નિયંત્રણ કઈ રીતે કરી શકાય?

  • ઈન્સેક્ટીસાઈડ્સ / જંતુનાશકોનો ઉપયોગ
  • સ્વચ્છતા અને સેનીટેશન
  • પર્યાવરણીય નિયંત્રણ
  • ફ્લાય પેપર
  • સેંડ ફ્લાય વિરૂધ્ધ સ્વરક્ષણ
  • આરોગ્ય શિક્ષણ
  • ઈન્સેક્ટીસાઈડ્સ / જંતુનાશકોનો ઉપયોગ
  • માનવીય વસવાટ ના સ્થળો એ, ઢોર બંધાતા હોય તેવા સ્થળોએ તેમજ આવા અન્ય સ્થળો એ સ્પ્રેઇંગ થવુ જોઈએ.
  • ઘરમા તેમજ આસપાસની જગ્યામાં 5 % malathion ડસ્ટીંગ થવુ જોઈએ.

ચંદીપુરા વાયરસ નિયંત્રણ માટે લેવામા આવેલ પગલાં.

  • મધ્ય ગુજરાત ચંદીપુરા માટે એન્ડેમીક વિસ્તાર છે. વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લા અસરગ્રસ્ત થયેલ છે.
  • સેન્ડ ફ્લાયની ડેન્સીટી વરસાદી ઋતુમા અધિક રહે છે. જુન માસથી સઘન એક્ટીવ સર્વેલન્સ તેમજ જિલ્લા અને રીજીયોનલ એન્ટોમોલોજીસ્ટ દ્રારા ફ્લાય સર્વેલંસ તથા રેસી.સ્પ્રેઈંગ કામગીરી.
  • મેલેથીયોન 5% પાવડર વડે ડસ્ટીંગ કામગીરી થવી જોઈએ .
  • તમામ ક્લીનીશ્યન / બાળ રોગ નિષ્ણાંતોનું સેન્સીટાઈઝેશન મીટીંગ કરવી.
  • હેલ્થ સુપરવાઈઝર્સ, કાર્યકરો અને આશા માટે બેઝીક તાલીમ આપવી આવશ્ય છે.
  • ફીલ્ડ કક્ષાએ આઈ.ઈ.સી.

 

 

 

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up