બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની 6 ડિસેમ્બરે પુણ્યતિથિ છે, તેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે.
બૌધ્ધ અનુયાયીઓ અનુસાર, ડૉ. આંબેડકરે પણ તેમના કાર્યો દ્વારા નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. તેથી તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સમાજમાં પ્રવર્તતી અસ્પૃશ્યતા, દલિતો, મહિલાઓ અને મજૂરો પ્રત્યેના ભેદભાવ જેવા દુષણો સામે અવાજ ઉઠાવનાર બાબા સાહેબને ભારતીય બંધારણના આધારસ્તંભ માનવામાં આવે છે.
સ્વતંત્રતા પછી ભારતીય બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિના તેઓ સાત સભ્યોમાંના એક હતા.
ભારત રત્ન ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ પર, અમે તેમના પ્રેરણાદાયી વિચારોને યાદ કરી રહ્યા છીએ, જે આજે પણ યુવાનોમાં નવી ઉર્જા ભરવાનું કામ કરે છે.
આજે પણ DSC (Doctor Of Science) ની ડિગ્રી આંબેડકર બાદ માત્રને માત્રે કે.આર. નારાયણન જ લઈ શક્યા છે. આજે પણ ભારતમાં 2 જ વ્યક્તિ છે જેમણે આ સૌથી મોટી ડિગ્રી મેળવી છે. ડો.બી.આર. આંબેડકર 64 વિષયોમાં માસ્ટર હતા. તેમને 9 ભાષાઓનું જ્ઞાન હતું તેમજ તેની પાસે કુલ 32 ડિગ્રી હતી.
Comments (0)