ગોલાન હાઈટ્સ

 

  • ભારતે UNGA માં ડ્રાફ્ટ રિઝોલ્યુશનની તરફેણમાં મતદાન કર્યું છે. જેમાં ઈઝરાયેલની ગોલાન હાઈટ્સ માંથી પીછેહઠ ન કરવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરે છે.
  • તે દક્ષિણ-પશ્ચિમ સીરિયામાં એક ખડકાળ ઉચ્ચપ્રદેશ છે, જે રાજધાની, દમાસ્કસના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 60 km (40 માઈલ) છે.
  • તે પરિશ્વિમમાં જોર્ડન નદી અને ગેલીલનો સમુદ્ર, ઉત્તરમાં હર્મોન પર્વત, પૂર્વમાં મોસમી વાડી અલ-રુક્કાદ નદી અને દક્ષિણમાં ચાર્મુંક નદીથી ઘેરાયેલું છે.
  • તે લગભગ બોટ આકારનું છે અને તેનું ક્ષેત્રફળ 1,150 ચો.કિ.મી. છે.
  • ઈઝરાયેલે 1967 નાં છ-દિવસીય યુધ્ધનાં અંતિમ તબક્કામાં સીરિયા પાસેથી ગોલાન ડાઈટ્સ કબજે કરી હતી.
  • મોટાભાગના સીરિયન આરબ રહેવાસીઓ સંઘર્ષ દરમિયાન આ વિસ્તાર છોડીને ભાગી ગયા હતા.
  • યુધ્ધવિરામ લાઈનની સ્થાપના કરવામાં આવી હતી, અને આ પ્રદેશ ઇઝરાયેલી લશ્કરી નિયંત્રણહેઠળ આવ્યો હતો.
  • સીરિયાએ 1973 મધ્ય પૂર્વ દરમિયાન ગોલાન ડાઈટ્સ પર ફરીથી કબજો કરવાનો પ્રયાસ કર્યો ઈઝરાયેલી દળોને ભારે નુકસાન પહોંચાડવા છતાં, આશ્વર્યજનક હુમલો નિષ્ફળ ગયો.
  • બંને દેશોએ 1974માં યુધ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા હતા અને યુ.એન. નિરીક્ષક દળ 1974થી યુધ્ધવિરામ રેખા પર કાર્યરત છે.
  • ઈઝરાયેલે 1981માં ગોલાન હાઈટ્સને એકપક્ષીય રીતેકબજે કરી હતી.
  • ગોલાનમાં 30 થી વધુ ઈઝરાયેલ વસાહતો છે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ વસાહતોને ગેરકાયદેસર ગણવામાં આવે છે, જોકે ઈઝરાયેલ તેનો વિરોધ કરે છે.
  • ગોલાનમાં આશરે 20,000 સીરિયન અને 20,000 ઈઝરાયેલરહે છે.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up