ગુજરાત બજેટ 2025-'26

ગુજરાત બજેટ - 2025-26 

ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું બજેટ - 3 લાખ 70 હજાર 250 કરોડ જાહેર કરવામાં આવ્યુ.

વિકસિત ભારતના સંકલ્પને વિકસિત ગુજરાતના વિઝન અને જનકલ્યાણના મિશન સાથે આયોજનબદ્ધ રીતે સાકાર કરવા બજેટ 2025-26માં મુખ્ય પાંચ આધાર સ્તંભ પર માન.મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. 

પ્રથમ સ્તંભ : સામાજિક સુરક્ષા

  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ 6,807 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹ 5,120 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹ 2,782 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. 

દ્વિતિય સ્તંભ : માનવ સંસાધન વિકાસ

  • શિક્ષણ વિભાગ માટે કુલ ₹ 59,999 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹ 23,385 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹ 7,668 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹ 2,712 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹ 1,093 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. 

તૃતીય સ્તંભ : આંતર માળખાકીય સુવિધાઓ

  • માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹ 24,705 કરોડ ની જોગવાઇ કરવામાં આવી છે.
  • શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹ 30,325 કરોડ ની જોગવાઇ કરવામાં આવી છે.
  • પંચાયત , ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹ 13,772 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹ 25,641 કરોડ ની જોગવાઇ કરવામાં આવી છે.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹ 4,283 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹ 2,535 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. 

ચતુર્થ સ્તંભ : આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ

  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹ 11,706 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹ 22,498 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹ 1,999 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • મહેસૂલ વિભાગ માટે કુલ ₹ 5,427 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગૃહ વિભાગ માટે કુલ ₹ 12,659 કરોડ ની જોગવાઇ કરવામાં આવી છે.
  • કાયદા વિભાગ માટે કુલ ₹ 2,654 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. 

પંચમ સ્તંભ : ગ્રીન ગ્રોથ

  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹ 6,751 કરોડ ની જોગવાઇ કરવામાં આવી છે.
  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹ 3,140 કરોડ ની જોગવાઇ કરવામાં આવી છે.
  • ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹ 419 કરોડ ની જોગવાઇ કરવામાં આવી છે. 

ગુજરાતના અંદાજપત્રની ખાસ પ્રકારની લાલ પોથી ની વિશેષતા:

  • વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાત રાજ્યનું અંદાજપત્ર એ લાલ રંગ ની પોથી માં લવાયું જેને મહત્વનું આકર્ષણ જમાવ્યું.
  • આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ આહીર ભરતની બોર્ડર અંકિત કરાયેલી છે.
  • ઉપરાંત ભારતના રાજચિહ્ન અને અશોક સ્તંભ ને પણ પોથી પર દર્શાવવામાં આવ્યો છે.

----------------------------------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up