
પ્રસ્તાવના :
- એપ્રિલ 2025માં કેંદ્રીય કાનૂન અને ન્યાય મંત્રાલયે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીને ન્યાયમૂર્તિ (નિવૃત્ત) રિતુરાજ અવસ્થીના સ્થાને 23મા ભારતીય કાનૂન પંચ (LCI - લો કમિશન ઓફ ઈન્ડિયા)ના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.
- તેમની સાથે વકીલ હિતેશ જૈન અને પ્રો.ડી.પી. વર્માને 31 ઑગસ્ટ, 2027 સુધીના કાર્યકાળ માટે 23મા લૉ કમિશનના પૂર્ણકાળના સભ્યો નિયુક્ત કરાયા છે.
ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરી...
- તેમણે જાન્યુઆરી 2019થી મે 2023 સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કાર્ય કર્યું.
- સપ્ટેમ્બર 2004માં રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કાનૂની કારર્કિદીનો પ્રારંભ કર્યો.
- મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે તથા બાદમાં કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી.
ભારતના 23મા લો કમિશન
- 23મા લો કમિશનની રચના 31 ઑગસ્ટ, 2024ના રોજ 22મા લો કમિશનનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ 1 સપ્ટેમ્બર, 2024થી ત્રણ વર્ષના કાર્યકાળ માટે કરાઈ છે.
માળખુ :
- અધ્યક્ષ (પૂર્ણકાળના)
- ચાર પૂર્ણકાલીન સદ્દસ્યો (સભ્ય સચિવ સહિત)
- હોદ્દાની રૂએ કાનૂની બાબતો અને ધારાકીય વિભાગોના સદસ્યો.
- મહત્તમ પાંચ પાર્ટટાઈમ સભ્યો (સરકારી વિવેક અનુસાર)
23મા લો કમિશનના મુખ્ય ઉદ્દેશો અને કાર્ય :
- ટર્મ્સ ઓફ રેફરન્સ અનુસાર, 23મા લૉ કમિશનને નીચે મુજબના કાર્યો સોંપાયા છે.
- અપ્રચલિત (જૂનાપુરાણા) કાયદાઓની ઓળખ કરવી અને તેને નાબૂદ કરવા અથવા તેમાં સુધારા કરવાની ભલામણ કરવી.
- ન્યાયિક પ્રણાલીને મજબૂત કરવા માટે કાનૂની સુધારાઓનું સૂચન કરવું.
- સમગ્ર ભારતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને લાગુ કરવાની વ્યવહારિકતા ચકાસવી.
ભારતીય કાનૂન પંચ અંગે :
- લૉ કમિશન ઓફ ઈન્ડિયા એક ગેરબંધારણીય સંસ્થા છે.
- જેને ભારત સરકાર દ્વારા કાનૂન અને ન્યાય મંત્રાલયના માધ્યમથી કાનૂની સુધારાઓ અંગે સૂચનો કરવા, જૂના કાનૂનો દૂર કરવા અને ન્યાય સુધી પહોંચ અને કાનૂની પ્રણાલીના કામકાજમાં સુધારો કરવા સ્થાપિત કરાય છે.
- પ્રથમ લૉ કમિશન બ્રિટિશ શાસનકાળ દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1833ના ચાર્ટર અધિનિયમની જોગવાઈઓનું પાલન કરી સ્થાપિત કરાયું હતું.

-----------------❌❌----------------------❌❌-----------
Comments (0)