વ્યક્તિ વિષેશ । કરન્ટ ટોપીક

ભારતીય કથકનો એક યુગ અસ્ત થયો કારણ કે...
- કથક નૃત્યને એક નવી જ ઊંચાઈએ પહોંચાડનાર ગુજરાતના પ્રખ્યાત કથક નૃત્યાંગના પદ્મવિભૂષણથી વિભૂષિત કુમુદિની (કુમીબેન) લાખિયાનું 12 એપ્રિલ, 2025ના રોજ અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને 95 વર્ષની વયે નિધન થતાં ભારતીય કથકના એક યુગનો અંત આવ્યો છે.
- એક સમયે જ્યારે નૃત્યને કારકિર્દી તરીકે સ્વીકારવું મુશ્કેલ હતું ત્યારે કુમુદિની લાખિયાએ કથકને નવી ઓળખ આપી હતી.
- નૃત્યના ક્ષેત્રમાં તેમના અસાધારણ પ્રદાનને બિરદાવતા ભારત સરકારે તેમને વર્ષ 1987માં પદ્મશ્રી, 2010માં પદ્મભૂષણ અને 2025માં પદ્મ વિભૂષણથી અલંકૃત કર્યા હતા.
- તેમણે 1964માં અમદાવાદ ખાતે ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા કદંબ સેન્ટર ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી.
- કુમુદિની લાખિયાનો જન્મ 17 મે, 1930ના રોજ અમદાવાદમાં થયો હતો.
- તેમણે માત્ર 7 વર્ષની વયે બિકાનેર ઘરાનાના ગુરુ સોહનલાલ પાસેથી કથક નૃત્યની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
- બાદમાં તેમણે બનારસ ઘરાનાના આશિક હુસૈન અને જયપુર ઘરાનાના પંડિત સુંદરપ્રસાદ તથા લખનઉ ઘરાનાના પંડિત શંભુ મહારાજ પાસેથી તાલીમ લીધી હતી.
- તેમણે કથકના પરંપરાગત મૂળિયાં જાળવી રાખી તેને આધુનિક બનાવ્યું હતું.
- તેમની માતા લીલા શાસ્ત્રીય ગાયિકા હતા. તેમની માતાએ તેમને રાઘેલાલ મિશ્રા પાસે તાલીમ આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા હતા. કુમુદિનીબહેને લાહોરમાં શાળાકીય શિક્ષણ અને અલ્લાહાબાદમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
- કુમુદિની લાખિયાએ રામગોપાલ સાથે નૃત્ય ક્ષેત્રે તેમની કારકિર્દીનો શુભારંભકર્યો હતો.
- તેઓ પશ્ચિમના દેશોના પ્રવાસે ગયા હતા, જે દરમિયાન તેમણે ભારતીય નૃત્યને વિદેશોમાં પ્રખ્યાત કર્યું હતું. ત્યારબાદ તેમણે કોરિયોગ્રાફર તરી-કે કારકિર્દી શરૂ કરી હતી.
- તેમણે ગોપીકૃષ્ણ સાથે મળીને મુઝફ્ફરઅલીની નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ઉમરાવજાન’માં અભિનેત્રી રેખાને નૃત્ય નિર્દેશન આપ્યું હતું.
- તેમણે રજનીકાંત લાખિયા સાથે લગ્ન કર્યા હતા, જેઓ લિન્કન્સ ઈનમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યા હતા અને રામગોપાલની કંપનીમાં વાયોલિનવાદક હતા.
- કુમુદિની લાખિયાની કેટલીક સૌથી પ્રખ્યાત કોરિયોગ્રાફીઓમાં ધબકાર (પલ્સ), યુગલ (ધ ડ્યુએટ) અને અતાહ કિમ (વ્હેર નાઉ ?) નો સમાવેશ થાય છે.
- ઈ.સ. 1980માં તેમણે દિલ્હીમાં કથક મહોત્સવ ખાતે અતાહ કિમ પ્રસ્તુત કર્યું હતું.તેમના વિચક્ષણ શિષ્યોમાં અદિતિ મંગળદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, દક્ષા સેઠ, મૌલિક શાહ, ઈશિરા પરીખ, પ્રશાંત શાહ, ઊર્જા ઠાકોર અને પારૂલ શાહનો સમાવેશ થાય છે.
- તેમણે ફ્રાન્સના પેરિસમાં કાઉન્સિલ ઈન્ટરનેશનલ ડે લા ડાન્સના વાઈસ પ્રેસિડેન્ટ, નવી દિલ્હીની સંગીત નાટક અકાદમીના એકિઝક્યુટિવ બોર્ડ મેમ્બર તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
- તેમને 1982માં દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમીએ સંગીત નાટક અકાદમી એવોર્ડ, 2002-03માં શાસ્ત્રીય નૃત્યની શ્રેણીમાં મધ્ય પ્રદેશ સરકારનું કાલિદાસ સન્માન અને કેરળ રાજ્ય સરકારે વર્ષ 2022માં નૃત્યમાં તેમની શ્રેષ્ઠતા બદલ ગુરુ ગોપીનાથ દેસીય નાટ્ય પુરસ્કારમ 2021થી સન્માનિત કર્યા હતા.
-----------------❌❌----------------------❌❌-----------
Comments (0)