૧૨ જાન્યુઆરી : સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ
ભારત સરકાર દ્વારા 1984માં પ્રથમ વખત રાષ્ટ્રીય યુવા દિવસની જાહેરાત કરવામાં આવી હતી.
- વિશ્વના અધિકાંશ દેશોમાં કોઈ ને કોઈ દિન યુવા દિનના રૂપમાં મનાવવામાં આવતો હોય છે.ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી, અર્થાત ૧૨મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે.
- સંયુક્ત રાષ્ટ્રસંઘનાનિર્ણયાનુસાર ઇ.સ.૧૯૮૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. આ ઘટનાના મહત્ત્વનો વિચાર કરતાં ભારત સરકાર તરફથી પણ ઘોષણા કરવામાં આવી કે ઇ. સ. ૧૯૮૫થી ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનન્દ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે. સ્વામીજીના દર્શન તેમ જ સ્વામીજીના જીવન તથા કાર્ય પશ્ચાત નિહિત એમનો આદર્શ—એ જ ભારતીય યુવકો માટે પ્રેરણાનો ખુબ જ મોટો સ્રોત હોય શકે છે.
- આ દિવસે દેશ ભરમાં આવેલાં વિદ્યાલયો તેમ જ મહાવિદ્યાલયોમાં તરહ-તરહના કાર્યક્રમ યોજવામાં આવે છે; રેલીઓ કાઢવામાં આવે છે; યોગાસનની સ્પર્ધા આયોજિત કરવામાં આવે છે; પૂજા-પાઠ કરવામાં આવે છે, વ્યાખ્યાનના કાર્યક્રમ યોજવામાં આવે છે, વિવેકાનન્દ સાહિત્યને લગતાં પ્રદર્શનો ભરવામાં આવે છે. વાસ્તવમાં સ્વામી વિવેકાનન્દ આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ છે. વિશેષ કરીને ભારતીય યુવકો માટે સ્વામી વિવેકાનન્દ કરતાં વધારે યોગ્ય બીજા કોઈ નેતા નહીં હોય શકે. એમણે આપણને કેટલીક એવી વસ્તુઓ આપી છે જે આપણામાં પોતાના ઉત્તરાધિકારના રૂપમાં પ્રાપ્ત થયેલી પરંપરાઓ પ્રતિ એક પ્રકારનું અભિમાન જાગ્રત કરી દે છે. સ્વામીજીએ જે કંઈ પણ લખ્યું છે, તે આપણા માટે હિતકર છે અને હોવું જ જોઈએ તથા આ લેખન ભવિષ્યમાં આવનારા લાંબા સમય સુધી આપણને પ્રભાવિત કરતું રહેશે. પ્રત્યક્ષ યા અપ્રત્યક્ષ રૂપમાં એમણે વર્તમાન ભારતને દૃઢ રૂપથી પ્રભાવિત કર્યું છે. ભારત દેશની યુવા પેઢી સ્વામી વિવેકાનન્દ તરફથી નિઃસૃત થનારા જ્ઞાન, પ્રેરણા તેમ જ તેજના સ્રોત દ્વારા લાભ ઉઠાવશે.
સ્વામી વિવેકાનંદ ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત :
- સ્વામી વિવેકાનંદના સુવિચાર યુવાધન માટે હંમેશાથી પ્રેરણાત્મક રહ્યા છે તથા દરેક યુવાને અનુલક્ષીને કરવામાં આવેલી તેમની વાતો હંમેશા નવું કાર્ય કરવા માટે યુવાનોમાં નવી ઊર્જા અને શક્તિ પૂરી પાડે છે. સ્વામી વિવેકાનંદ અદ્ભૂત સ્મરણશક્તિ ધરાવતા હતા અને તેઓએ ભારતીય અને પશ્ચિમ દર્શનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો તથા રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગી હતા.
- ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
- દેશને બળવાન પ્રાણવાન અને શ્રદ્ધાવાન યુવાનોની જરૂર છે.
- ચિંતન કરો ચિંતા નહિ હમેંશા નવું વિચારો અને નવું કરો.
- જીવન ને સાર્થક કરવું હોય તો સમયને સાચવો, સમયની કિંમત કરો અને આળસને દૂર કરો.
- જેવુ તમે વિચારશો તેવા તમે બની જશો, પોતાને નિર્બળ માનશો તો નિર્બળ બનશો અને સબળ માનશો તો સબળ બનશો.
- જ્યારે આપણે કામ કરવા બેસીએ ત્યારે બીજું બધું ભૂલી જઈને એકાગ્ર થઈને કાર્ય કરવું જોઈએ.
- હ્રદય અને મગજના ટકરાવમાં હંમેશા હ્રદયનું સાંભળજો.
👉 રાષ્ટ્રીય યુવા દિવસ 2022 ની થીમ : “તે બધું તમારા મગજમાં છે”
👉રાષ્ટ્રીય યુવા દિવસ 2023 ની થીમ : “વિકસિત યુવા વિકાસ ભારત”
👉 રાષ્ટ્રીય યુવા દિવસ 2024 ની થીમ : "વિકસિત યુવા- વિકસિત ભારત”
👉 રાષ્ટ્રીય યુવા દિવસ 2025 ની થીમ : "નિર્ભયતા, શક્તિ, એકતા, ધાર્મિક સંવાદિતા, આધ્યાત્મિક વિકાસ અને માનવતાની સેવા"
આંતરરાષ્ટ્રીય યુવા દિન :
- આંતરરાષ્ટ્રીય યુવા દિન(International Youth Day) આખા વિશ્વમાં ૧૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ વાર ઇ.સ. ૨૦૦૦ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણીના આયોજનનો આરંભ કરવામાં આવ્યો હતો. વિભિન્ન દેશોમાં અલગ અલગ દિવસે પોતાના દેશના યુવાનોની કોઈ મહત્વપૂર્ણ ગતિવિધીની સ્મૃતિ રુપે આ દિવસ મનાવવામાં આવતો હોય છે. ભારતમાં યુવા દિન ૧૨ જાન્યુઆરીએ જ્યારે દક્ષિણ આફિક્રામાં યુવા દિન ૧૬ જૂનના દિવસે મનાવવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદનો પરિચય :
- સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી.તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર શિવ ની આરાધના કરતા હતા.
- તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો. નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સને ૧૮૭૧ માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરસંસ્થામાં દાખલ થયા હતા અને સન ૧૮૭૯માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે વેદ, ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો.
- તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો. નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા તે આ મુજબ હતું, ”તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો; તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો. જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા. કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં. નરેન્દ્રનાથે સન ૧૮૮૦ માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને ૧૮૮૧ માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને ૧૮૮૪માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.
- બાળપણથી જ તેઓએ આધ્યાત્મિકતા, ઇશ્વરાનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમના પર તે સમયની મહત્વની સામાજિક-ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી. તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું. બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો, મૂર્તિપુજાને નકારતો અને સામાજિક-આર્થિક સુધારાને સમર્પિત હતો. તેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેનજેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા.
- રામકૃષ્ણની સાથે નવેમ્બર ૧૮૮૮ માં રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી. નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા, તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા. રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન, નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા. વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવજાતની સેવા ઇશ્વરની સૌથી અસરકારક સેવા છે. સ્વામી વિવેકાનંદના વિચારોની અનેક વિદ્વાનો અને પ્રખ્યાત વિચારકોએ પ્રશંસા કરી હતી તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. તેઓ અસ્થમા, ડાયાબિટિસ અને અન્ય શારીરિક બિમારીઓથી પિડાતા હતા જુલાઈ ૪, ૧૯૦૨ના રોજ ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધિ હતી.
Comments (0)