તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલ્પ, સ્થાપત્ય, હસ્તકળા સહિત વિવિધ વ્યવસાયોનાં સ્થાપત્ય દેવ એવા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિનાં પાવન અવસરે આવા વ્યવસયકારો અને કુશળ કારીગરો માટેની ‘પી.એમ. વિશ્વકર્મા યોજના” ભેટ આપી હતી.
આ યોજના નાના વ્યવસાયકારોનાં હુન્નાર, ઉદ્યોગને સમયાનુસાર વિકાસ, તકો અને નવી ઓળખ આપવાનો પ્રયાસ છે.
આ યોજના વિવિધ કારીગરો જેવા કે વણકર, વાળંદ, સોની, લુહાર અને ધોબી વગેરે જેવા ૧૮ વ્યવસાયોની કળાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.
પી.એમ. વિશ્વકર્મા યોજના નાના કારીગરોને ટ્રેનીંગ, ટેકનોલીજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટ માટેનું એક આખું મિકેનિઝમ ઉભું કરનારી આગવી યોજના બની રહેશે.
આ યોજનાનો લાભ ગુજરાતનાં બે લાખ જેટલા નાના-મોટા કારીગરોને મળશે. દેશમાં અંદાજીત વીસ લાખ લોકો યોજનાનો લાભ લઈ શકશે.
આ યોજનાનાં અમલીકરણ માટે આવનારા ૫ વર્ષોમાં ૧૩ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
૧૮ પ્રકારનાં વ્યવસાયકારો આ યોજનાનો લાભ મેળવીને ખરા અથમાં આત્મનિર્ભય બનશે અને ટુ ધ લાસ્ટ એટલે કે અંત્યોદયનો વિકાસ થશે.
પી.એમ. વિશ્વકર્મા યોજના દ્વારા ૧૮ વર્ષ કે તેથી વધુ વયનાં વિવિધ ૧૮ જેટલા વ્યવસાયો સાથે સંકળાયેલ કુશળ કારીગરોને પ્રથમ તબક્કામાં ૧ લાખ સુધીની લોન રાહત દરે ૧૮ મહિનાનાં સમયગાળા માટે આપવામાં આવશે.
ત્યારબાદ બીજા તબક્કામાં ૨ લાખ સુધીની લોન રાહત દરે ૩૦ મહિનાનાં સમયગાળા માટે આપવામાં આવશે.
આ યોજનાનાં લાભાર્થીઓને પી.એમ. વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ પણ આપવામાં આવશે.
કારીગરોને મૂળભૂત તથા આધુનિક સ્તરની તાલીમ અને સ્ટાઈપેન્ટ આપવામાં આવશે.
તાલીમના સમયગાળા દરમ્યાન ટુલકીટ સ્વરૂપે ૧૫,૦૦૦/- સુધીની આર્થીક સહાય પણ આપવામાં આવશે.
Comments (0)