પોષણ ઉત્સવ - 2024

  • રાજ્યમાં “પોષણ ઉત્સવ-2024નો પ્રારંભ થયો છે. ગાંધીનગર ખાતેથી મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ તેનો રાજ્યવ્યાપી, શુભારંભ કરાવ્યો છે.
  • આ કાર્યક્રમમાં સરગવામાંથી બનાવવામાં આવતી વિવિધ પ્રકારની વાનગીઓની ‘મોરિંગા’ સરગવાની વાનગીઓ’ પુસ્તકનું મંત્રીના હસ્તે વિમોચન કરાયું હતું.
  • મંત્રીના હસ્તે જ પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન યોજના તથા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આદિમ જનજાતિ ધરાવતા વિસ્તારમાં નવનિર્માણાધિન 57 આંગણવાડી કેન્દ્રો ‘નંદઘર’ તથા ત્રણ ઘટક કચેરીનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
  • આ તબક્કે મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉત્સવ ચાર ભાગમાં યોજવામાં આવશે.
  • જેમાં (1) રાજ્ય કક્ષાએ (2) દરેક ઝોન કક્ષાએ (3) તમામ જિલ્લા-મહાનગરપાલિકા ઘટક અને (4) સેજા કક્ષાએ યોજાશે.
  • આંગણવાડીના માધ્યમથી લોકોમાં અને ખાસ કરીને મહિલાઓને મિલેટ એટલે કે, શ્રી અન્ન તેમજ સરગવા જેવા ઘરઆંગણે સરળતાથી મળતા પૌષ્ટીક ખાદ્યો અને તેના પોષણના મહત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહત્તાને ધ્યાનમાં રાખી અમારી સરકારે અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરી છે.
  • તેમના પોષણ અને વિકાસ માટે અનેક પોષણ તથા મહિલાલક્ષી યોજનાઓના સુયોગ્ય અમલીકરણથી “સહી પોષણ, દેશ રોશન”ના અભિગમને સાર્થક કર્યો છે.
  • મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે જણાવ્યું હતું કે, છેવાડાના બાળકો, મહિલાઓ સુધી પોષણક્ષમ આહાર સમયસર પહોડવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
  • આ સાથે જ સચિવશ્રીએ પોષણ ઉત્સવ -૨૦૨૪ની યોજાનાર કામગીરી અંગે તમામ જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મોરિંગો (સરગવો), શ્રી અન્નની વાનગીઓ વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

-------------------------❌------------------------❌-------------------------❌----------------------

👉 RMC Junior Clerk Computer : Click Here

----------------------------------------------------

👉 અમદાવાદ ન.પ્રા.શિ.સમિતિ, જુનિયર ક્લાર્ક મોકટેસ્ટ : Click Here

----------------------------------------------------

👉 STI Current Affairs : Click Here

----------------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up