પ્રજાસત્તાક દિવસ ૨૦૨૪

૨૬.જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ)

પ્રજાસત્તાક દિવસ શા માટે ઉજવવામાં આવે છે, તેનો ઇતિહાસ અને મહત્વ શું છે?

નાનકડો ઈતિહાસ

  • ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી, ૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું.
  • ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા, તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું. ૩૧ ડીસેમ્બર ૧૯૨૯ ના રોજ જવાહરલાલ પંડિતના અધ્યક્ષ સ્થાને લાહોર ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસભા મળી હતી. જેમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ અથવા ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા કરવામાં આવી હતી. જવાહરલાલ નેહરુ એ રાવી નદીના કિનારે ધ્વજ ફરકાવ્યો હતોઅને ભારતના લોકોને ૨૬ જાન્યુઆરી ના દિવસે "સ્વાતંત્ર્ય દિવસ" તરીકે ઉજવવા ભલામણ કરી હતી.ભારતના ધ્વજરાષ્નેટ્રીય મહાસભાના સ્વયંસેવકો, રાષ્ટ્રવાદીઓ અને નાગરિકો દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ ના રોજ ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા કરવા અંગે અંગ્રેજ સરકારને જણાવવામાં આવેલું પરંતુ અંગ્રેજ સરકારે કોઈ પ્રતિભાવ આપેલો નહિ.

 

અમદાવાદ: ૨૬મી જાન્યુઆરી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૦માં આ દિવસે સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી હતી  અને આ દિવસ ભારતના લોકોને તેમની સરકારને લોકશાહી રીતે પસંદ કરવાની તેમની શક્તિની યાદ અપાવે છે. આ રાષ્ટ્રીય તહેવાર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને આ દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.

૨૦૨૩નાં મુખ્ય અતિથિ: ભારત સરકારે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના પ્રસંગે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે આજે આ માહિતી આપી. વર્ષ ૨૦૨૨માં કોરોનાને કારણે કોઈ વિદેશી મહેમાન મુખ્ય તરીકે આવ્યા ન હતા.ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી પ્રજાસત્તાક દિવસ ૨૦૨૩ના મુખ્ય અતિથિ હશે. બે વર્ષ પછી પ્રજાસત્તાક દિવસના અવસરે વિદેશી મહેમાનો દેશના મુખ્ય મહેમાન બનશે.

૧૯૫૦ માં પ્રથમ પ્રજાસત્તાક દિવસ ઉજવાયો: દેશમાં પ્રથમ ગણતંત્ર દિવસ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ઉજવવામાં આવ્યો અને આ દિવસથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું. અગાઉ, બંધારણ સભાનું પ્રથમ સત્ર, જેણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો, તે ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ યોજાયો હતો. તેનું છેલ્લું સત્ર ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ યોજાયું હતું, ત્યારબાદ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને આઝાદી મળી હતી.

રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે: દેશમાં પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશભરમાં અનેક કાર્યક્રમો છે. આ દિવસે સૌથી અદભૂત સમારોહ એ દિલ્હીમાં રાજપથ પર યોજાયેલી ભવ્ય પરેડ છે જે ઇન્ડિયા ગેટ સુધી જાય છે. દેશના રાષ્ટ્રપતિ રાજપથ પર ધ્વજ ફરકાવે છે. આ વર્ષે ૧૬ લશ્કરી એકમો, ૧૭ લશ્કરી બેન્ડ પરેડમાં ભાગ લેશે. આ સિવાય રાજ્યો, વિભાગો અને લશ્કરી દળોની ઝલક જોવા મળશે.

બંધારણ દિવસની ઉજવણી: ભારતને આઝાદી મળ્યા પછી બંધારણ સભાની સ્થાપના કરવામાં આવી હતી. બંધારણ સભાનું કામ ૯ ડિસેમ્બર, ૧૯૪૬થી શરૂ થયું. વિશ્વના આ સૌથી મોટા લેખિત બંધારણને તૈયાર કરવામાં ૨ વર્ષ, ૧૧ મહિના, ૧૮ દિવસનો સમય લાગ્યો હતો. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ, ભારતની બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોંપવામાં આવ્યો હતો, તેથી દર વર્ષે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કેટલાક વધુ મહત્વના તથ્યો: ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ, ભારત સરકારનો કાયદો (અધિનિયમ) (૧૯૩૫) પસાર કરીને ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સવારે ૧૧.૧૮ વાગ્યે ભારત પ્રજાસત્તાક બન્યું. તેનાં છ મિનિટ પછી, ૧૦.૨૪ વાગ્યે, ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ દિવસે રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બગ્ગીમાં બેસીને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા. આ દિવસે તેમણે પ્રથમ વખત ભારતીય સશસ્ત્ર દળોને સલામી આપી હતી. તેમને પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

વર્ષ - ૨૦૨૩ ની થીમ : ‘ક્લીન-ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત'

૭૫ મો પ્રજાસત્તાક દિવસ – ૨૦૨૪

  • પ્રજાસત્તાક દિનની ઉજવણીઆપણા દેશની રાજધાની દિલ્હી માં ભારે ઉત્સાહ અને ધામધુમથી ઉજવવામાં આવે છે. આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે. અને  આપણા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવે છે.  સેનાના જાંબાઝ વીરોને તેમની વિશિષ્ઠ સેવા બદલ મેડલ થી સન્માનિત કરવામાં આવે છે. સેનાની ત્રણેય પાંખોના ચુનંદા જવાનો અને એન.સી,સી. કેડેટ્સ ની પરેડ યોજવામાં આવે છે. સૈન્યના વિશિષ્ઠ સસ્ત્રોની ઝાંખી, તેમજ વિવિધ રાજયોની સાંસ્કૃતિક ધરોહર અને રહેણી કહેણી ને ઉજાગર કરતા ટેબ્લોનું પ્રદર્શન ધ્યાનાકર્ષક હોય છે. આમ અનેક સાંસ્કૃતિક ઝાંખી ઓ સાથે સેનાના જવાનો નાં ધોડેસવારી  સહિતના અનેક કરતબો પણ ધ્યાનાકર્ષક બની રહે છે. આમ 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિન આ રાષ્ટ્રીય તહેવાર હર્ષ ઉલ્લાસ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. જેનું સમગ્ર ભારતમાં ટેલીવિઝન દવારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવે છે.
  • પ્રજાસત્તાકદિનઆપણો રાષ્ટ્રીય તહેવાર છે,  જે  26 મી જાન્યુયારીના દિવસે ભારે ધામધૂમ અને હર્ષોલ્લાસથી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. તે દિવસે શાળાઓ, મહાશાળાઓ અને સરકારીઓ કચેરીઓમાં રજા રાખવામાં આવે છે. તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધ્વજ વંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે. શાળાઓમાં ધ્વજવંદન અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. વિધાર્થીઓ માટેની  વકતૃત્વ સ્પર્ધાઓ પણ રાખવામાં આવે છે. બાળકોને મીઠાઇ વહેચવામાં આવે છે. આ રાષ્ટ્રીય તહેવારે સૌ નાગરીકો ઉજવણીમાં હોંશભેર  ભાગ લે છે. 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up