સરદાર પટેલ જયંતિ

 

31 જાન્યુઆરી ૨૦૨૪ : સરદારા પટેલની ૧૪૯ મી જન્મજયંતિની ઉજવણી

 31 ઓક્ટોબર, 1875ના રોજ થયો હતો જન્મ આ એજ દિવસ છે જ્યારે દેશમાં લોખંડી પુરુષ સરદાર પટેલનો જન્મ થયો હતો. ત્યારે આજ લોખંડી પુરુષના જન્મદિવસ પર તેમના અમદાવાદ સાથેના નાતા અંગે પણ આજે લોકોને જણાવવાનો સમય છે. કારણ કે, દેશને આઝાદ કરાવવામાં અનોખું યોગદાન આપનાર સરદાર પટેલની કર્મભૂમિ અમદાવાદ રહ્યું છે.એટલું જ નહીં સરદાર પટેલે રાજકીય કારકિર્દીની શરૂઆત પણ અમદાવાદથી જ કરી હતી. જોકે દેશની આઝાદી માટે લોકોને જગાડનાર સરદારે પોતાના જીવનમાં ક્યારેય પાછા વળીને નથી જોયું. આઝાદીની લડાઈમાં તેમણે અંગ્રેજો સામે બે મોટા આંદોલન બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. સરદાર આજે પણ આપણા માટે પ્રેરણા છે.કારણ કે, તેણે ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ દેશને એક કરવામાં પણ ખુબ મોટી ભૂમકિા ભજવી હતી. રાજા-રજવાડાને ભારતમાં જોડવાનું કામ કર્યું હતું. આમ સરકારની અનેક યાદો છે જેની ચર્ચા કરીએ એટલી ઓછા છે.

રાજકીય સફર

  • વાત અમદાવાદ સાથેના સરદારના નાતાની કરીએ તો.  સરદાર પટેલ 5મી જાન્યુઆરી 1917માં અમદાવાદના દરિયાપુર વોર્ડમાંથી પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી લડયા હતા. જેમાં 1 મતથી તેમનો રોમાંચક વિજય થયો હતો. જોકે ત્યાર બાદ કોર્ટે આ ચૂંટણી રદ કરી હતી. જોકે ત્યાર બાદ 14 મે 1917થી 31 માર્ચ 1919 સુધી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ 1924માં અમદાવાદ મ્યુનિસિપાર્ટીમા ફરી એક વાર કોગ્રેંસમાંથી દરિયારપુર વોર્ડ ચૂંટણી જીત્યા હતા. અને 1924 થી 1927 સુધી સરદાર પટેલ અમદાવાદના મેયર પદે રહ્યા હતા. તે અરસામાં અમદાવાદ 12 દરવાજા વચ્ચે વોલ સિટીની ઓળખ ધરાવતું હતું. મેયર બન્યા બાદ સરદાર પટેલે વિકાસ કામો થકી અમદાવાદને નવા રંગરૂપ આપ્યા. જેમાં તેમણે આરોગ્ય માટે S.હોસ્પિટલ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ તેમજ 12 દરવાજા બહારના અમદાવાદના વિસ્તાર માટે અનોખું યોગદાન આપ્યું.

સૌથી મોટા સરદાર

  • સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદને તો એક નવી ઓળખ આપી જ. પરંતુ તેની સાથે-સાથે દેશની આઝાદીથી લઈને ભાગલા બાદ દેશનો ર્ભો કરવામાં પણ પોતાના પ્રાણી રેડી દીધા. તેમના યોગદાર આપણા દેશ પર એટલા છે કે, એક સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નહીં લાખો સ્ટેચ્યૂ ઓફ યૂનિતી તેમના માન-સમ્માનમાં બનાવીએ તો પણ ઓછા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રિય અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબર 2018ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવા માં આવ્યું હતું અને ત્યાર થી સમગ્ર દેશ અને દુનિયા માં સરદાર પટેલના નામની ચર્ચા થઇ રહી છે. આજે જ્યારે ફરી એક વખત 31 ઓક્ટોબર 2020 એટલે કે ભારતનાં લોખંડી પુરુષ સરદાર સાહેબનો જન્મ દિવસનો અવસર આવી ગયો છે ત્યારે સરદાર સાહેબનાં જન્મ સ્થળ નડિયાદ ને કેવી રીતે ભુલી શકાય.  સરદાર વલ્લભભાઇ પટેલનું મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.

ભારત નિર્માતા સરદાર પટેલ 

  • ભારતની આઝાદી સમયે હિંદુ-મુસ્લિમ તોફાનો અને ભારત-પાકિસ્તાનના ભાગલાથી સમગ્ર ઉપખંડમાં હિંસાનું વાતાવરણ હતુ. આ સમયે દેશમાં એકતા અને શાંતિની સ્થાપના કરવામાં સરદાર પટેલની ઐતિહાસિક ભૂમિકા રહી હતી. વિશેષ તો દેશના રજવાડાને સંગઠિત કરી ભારતના નિર્માણ માટે સરદાર પટેલે પાયાની ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યોએ જ્યારે ભારત સાથે જોડાવા માટે નનૈયા ભણ્યો ત્યારે સરદાર પટેલની કૂનેહ અને ત્વરિત નિર્ણય શક્તિ ભારતને એકસૂત્રતામાં બાંધ્યો. દેશના 565 રજવાડા-રિયાસતોને એક સૂત્રતાના ઘાગે બાંધી આજના ભારતનું નિર્માણનો શ્રેય સરદાર પટેલને જાય છે. આ સાથે પાકિસ્તાનના પંજાબથી આવતા હિંદુ નિરાશ્રિતોને આશ્રય આપવા માટે સરદાર પટેલે સિમાચિન્હ કાર્ય કર્યું છે. સરદાર પટેલે દેશને વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે ઓલ ઇન્ડિયા સર્વિસ કે જે "ભારતીય સનદી સેવા” તરીકે ઓળખાય છે તેની રચના પણ કરી છે.

વલ્લભભાઈ જ્યારે ગાંધીજીને મળ્યા, ને દેશને સરદાર મળ્યા.

  • અમદવાદની ભદ્ર કોર્ટ ખાતે વકીલાત કરતા વલ્લભભાઈ પટેલ ગાંધીજીના સત્યાગ્રહ અને લડત અંગે મજાક કરતા. વલ્લભભાઇ તેમના સાથીઓને કહેતા કે, “જો ગાંધીજીને સત્યાગ્રહની લડતમાં જોડાવાનું કહીશ તો ગાંધીજી પૂછશે કે તમને ઘઉંમાથી કાંકરા વીણતા આવડે છે. અરે ભાઇ કોઇને ઘઉંથી કાંકરા વીણતા આવડે તો શું દેશને આઝાદી મળશે ?” વલ્લભભાઈ ચંપારણ્ય સત્યાગ્રહમાં ગાંધીજીથી પ્રભાવિત થયા, સાથે ગાંધીજીની સરળ ભાષા સાથે અને સત્યાગ્રહની ભારતીય પદ્ધતિના અમલના અને તેમની નીડરતાના કારણે વલ્લભભાઇ પટેલ ગાંધીજીથી પ્રભાવિત થયા હતા. વલ્લભભાઇ પટેલે 1917માં બોરસદ સત્યાગ્રહ દરમિયાન પૂર્ણ સ્વરાજની હાકલ કરી. 1917માં વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીને ગોધરા ખાતે મળ્યા અને દેશને સરદાર મળ્યાં.

અહીં જાણો સરદાર વલ્લભભાઇ પટેલ વિશે 10 મહત્વની વાતો :

  1. સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875એ ગુજરાતના નડિયાદમાં થયો હતો. લંડન જઇને તેમને બેરિસ્ટરનો અભ્યાસ કર્યો અને પાછા અમદાવાદ આવીને વકીલાત કરવા લાગ્યા. મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઇને તેમને ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો.
  2. સ્વતંત્રતા આંદોલનમાં સરદાર વલ્લભભાઇ પટેલનું પહેલુ એવુ મોટુ યોગદાન 1918માં ખેડા સંઘર્ષમાં હતુ. તેમને 1928માં બારડોલી સત્યાગ્રહમાં ખેડૂત આંદોલનનુ સફળ નેતૃત્વ કર્યુ.
  3. લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ ભારતના પહેલા ઉપ વડાપ્રદાન અને ગૃહમંત્રી બન્યા.
  4. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશી રજવાડાંઓનુ એકીકરણ કરીનેને અખંડ ભારત નિર્માણમાં તેમના યોગદાનને ભુલી શકાય એમ નથી. તેમને 562 નાના-મોટા રજવાડાંઓને ભારતીય સંઘમાં વિલિનીકરણ કરીને ભારતીય એકતાનુ નિર્માણ કર્યુ.
  5. મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઇ પટેલને લોહપુરુષની ઉપાધિ આપી.
  6. ગુજરાતમાં નર્મદાના સરદાર સરોવર બંધની સામે સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર (597 ફૂટ) ઉંચી પ્રતિમા (સ્ટેચ્યૂ ઓફ યૂનિટી)નુ નિર્માણ કરવામાં આવ્યુ. આ વિશ્વની સૌથી ઉંતી પ્રતિમાં છે. આને 31 ઓક્ટોબર, 2018 એ દેશને સમર્પિત કરવામાં આવી. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઇ માત્ર 93 મીટર છે.
  7. આ સરદાર વલ્લભભાઇ પટેલનુ જ વિજન હતુ કે ભારતીય વહીવટી સેવાઓ દેશને એક રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમને ભારતીય વહીવટી સેવાઓને મજબૂત બનાવવા પર ખુબ ભાર મુક્યો, તેમને સિવિલ સેવાઓને સ્ટીલ ફ્રેમ કહી હતી.
  8. બારડોલી સત્યાગ્રહ આંદોલનના સફળ થયા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઇ પટેલને ‘સરદાર’ની ઉપાધિ આપી હતી.
  9. કોઇપણ દેશનો આધાર તેની એકતા અને અખંડતતામાં રહેલો હોય છે, અને સરદાર પટેલ દેશની એકતાના સૂત્રધાર હતા. આ જ કારણથી તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
  10. સરદાર વલ્લભભાઇ પટેલનુ નિધન 15 ડિેસેમ્બર, 1950 એ મુંબઇમાં થયુ હતુ, વર્ષ 1991માં સરદાર પટેલને મરણોપરાંત 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up