શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪

 શાળા પ્રવેશોત્સવ

 

શાળા પ્રવેશોત્સવ એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલું એક વિશિષ્ટ કાર્યક્રમ છે, જેનુ મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં શિક્ષણનો સ્તર ઉંચકવાનો છે. આ પ્રવેશોત્સવના માધ્યમથી નાના બાળકોને શાળામાં પ્રવેશ આપીને તેઓના શિક્ષણના હક્કને સુનિશ્ચિત કરવામાં આવે છે.

શાળા પ્રવેશોત્સવના મુખ્ય લક્ષ્યાંક

  • બધા બાળકોને શાળામાં દાખલ કરાવવાના છે.
  • શાળાનું પર્યાવરણ બાળકમિત્ર બનાવવું.
  • બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે શાળા વિષે જાગૃતિ ફેલાવવી.
  • વિદ્યાર્થીઓના નામનો ડેટાબેઝ તૈયાર કરવો અને બાળકોના શૈક્ષણિક સ્તર પર ધ્યાન આપવું.

શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો

  • પ્રવેશોત્સવનો પ્રારંભ બાળકો અને તેમના માતા-પિતાની હાજરીમાં થાય છે, જેમાં બાળકોને સ્કૂલ બેગ, નોટબૂક, પેન અને પેન્સિલ જેવા શૈક્ષણિક સાધનો આપવામાં આવે છે.
  • નવું દાખલ થનારા વિદ્યાર્થીઓ માટે શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન થાય છે, જેનાથી તેઓ શાળાના વાતાવરણમાં સહજપણે ખપાઈ જાય.
  • બાળકોના મનમાં શાળા પ્રત્યેની ભય દૂર કરવા માટે વિવિધ મનોરંજન કાર્યક્રમો, નાટક, સંગીત અને નૃત્યનું આયોજન થાય છે.
  • પેરેન્ટ્સને શાળાના નિયમો અને શિક્ષણપ્રણાલી વિષે સમજાવવામા આવે છે અને તેઓને શિક્ષણમાં તેમના યોગદાનની મહત્ત્વતા જણાવી દેવામાં આવે છે.

પ્રવેશોત્સવની મહત્વતા

  • નાના બાળકોએ શાળાના પ્રથમ દિવસથી જ શાળા માટે એક સારી અને સકારાત્મક છાપ બને છે. આ કાર્યક્રમ દ્વારા પેરેન્ટ્સને તેમના બાળકોના ભવિષ્ય વિશે ચિંતા વિના શિક્ષણમાં સહયોગી બનવાનું માર્ગદર્શન મળે છે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી અને તેમનો શૈક્ષણિક સ્તર સુધારવાનો ઉદ્દેશ્ય સફળ બને છે.
  • શાળા પ્રવેશોત્સવ દ્વારા વિદ્યાર્થીઓના શાળામાં પ્રવેશની સંખ્યા સતત વધતી રહી છે. આ કાર્યક્રમના કારણે શિક્ષણના સ્તરમાં સુધારો આવ્યો છે અને બાળકોને શાળામાં એક મસ્તીભર્યા માહોલમાં શીખવા મળી રહ્યું છે.
  • ગુજરાતના શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણ મળવું અને દરેક વિદ્યાર્થીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવું છે. આ પ્રવેશોત્સવના માધ્યમથી શિક્ષણમાં સમાનતા અને ગુણવત્તા સુનિશ્ચિત થાય છે.

 

શાળા પ્રવેશોત્સવની પુર્વ તૈયારીરૂપે શાળા કક્ષાએ કરવાની કામગીરી

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સરકાર દ્વારા એક કાર્યસુચી અને સુચનાઓનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે. તેની સૂચનાઓનું પાલન કરવાનું હોય છે. દર વર્ષના પરિપત્રોમાં મોટે ભાગે નીચે મુજબના આયોજન અને સૂચનાઓ હોય છે.

  • પ્રવેશપાત્ર બાળકોનો સર્વે કરી અને નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવી.
  • શાળાની સ્વચ્છતા ખૂલતાં વેકેશન પૂર્વે થઈ જાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવી.
  • પ્રવેશોત્સવ ઉજવણીની તારીખ અને સમયની જાહેરાત કરવી.
  • વાલીઓ અને લોકોને આ કાર્યક્રમનું આમંત્રણ આપવું તથા નામાંકન અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેમનો સહયોગ લેવો.
  • શાળામાં નામાંકન તથા પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિનાં સંકલનમાં રહીને કરી શકાય.

 

પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન શાળા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી

  • એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું.
  • દરેક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી માટે નીચે પ્રમાણેની કાર્યક્રમ સૂચિને અનુસરવી.
  • યોગથી નિરોગી, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો, પાણી બચાવો, વૃક્ષારોપણ, જમીન સુધારણા, વ્યસનમુક્તિ, કોરોના મહામારી દરમિયાન લેવાની થતી કાળજી(કોરોના એક મહામારી), વગેરે વિષય પર બાળકોને વક્તવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે. પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓનું વક્તવ્ય રાખવું.
  • પદાધિકારીઓ / અધિકારીઓને ફૂલ, ગુલાબ, પાંદડી, ચંદન, તિલકથી સ્વાગત કરવાની જરૂર નથી. તેમનું સ્વાગત કોઈ બાળક થકી પુસ્તક આપીને કરાવવું.
  • પ્રવેશ પામતા બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનું બેઈઝ લગાવી શકાય તેમજ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને જે પાઠ્ય પુસ્તક આપવામાં આવે તેના ઉપર નામ લખવાનું કે સ્ટીકર લગાવવાનું રહેશે.
  • પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાલક્ષ્મી બોન્ડ ધરાવતી કન્યાઓને પાકતી મુદતના બોન્ડની રકમના ચેકનું વિતરણની જવાબદારી જે તે શાળાના મુખ્ય શિક્ષકની રહેશે.
  • ધો. ૩ થી ૮ માં વર્ષાંત પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું. આ સાથે જે બાળકોની અગાઉના વર્ષમાં ૧૦૦% હાજરી હોય તેવા બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કરવા.
  • દાન / લોકફાળો આપનાર દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન કરવું.
  • વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે આ સાથે સૂચવેલ રૂપરેખા મુજબનું પ્રોત્સાહન રૂપી વક્તવ્ય મહાનુભાવ દ્વારા અપાય તે પ્રકારનું આયોજન કરવું.
  • કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું.
  • કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરીબળોને ધ્યાને લઈ રાજ્ય કક્ષાએથી આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે.
  • જો શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલતો હોય તો તેની અમલવારીની ચકાસણી કરવી તથા બાળકોના સ્વઅધ્યયનમાં થયેલ વધારાની ચકાસણી કરવી.
  • ગત વર્ષે બાળકોની દર સપ્તાહમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું. આ એકમ કસોટી દ્વારા બાળકોનું મુલ્યાંકન હાથ ધરવામાં આવેલ હતું તથા છ માસિક અને વાર્ષિક કસોટી દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે. તેની યુનિટ ટેસ્ટબુક અને જવાબવાહીની ચકાસણી શિક્ષકો દ્વારા વ્યવસ્થિત થયેલ છે તે સુનિશ્ચિત કરવું.
  • G-Shala અને DIKSHA Portal ની ઉપયોગિતાનું મહાનુભાવને નિદર્શન કરાવવું.
  • જે બાળકો લર્નિંગ આઉટકમ સિધ્ધ કરી શક્યા નથી તેવા બાળકોની યાદી મુખ્ય શિક્ષકે તૈયાર કરવી.

 

શાળા પ્રવેશોત્સવ - 2024 PDF : Download

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up