તાજેતરમાં ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થામાં તેજસ્વી યુવાઓનાં ઈનોવેટીવ આઈડીયાઝ – વિચારોની ઉર્જાનાં વિનિયોગ માટે “સરદાર પટેલ ગુડ ગવરન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ” ની જાહેરાત કરવામાં આવી છે.
જેમા પસંદ થયેલા યુવાનોને સરકાર દર મહિને એક લાખ રૂપિયાનું મહેનતાણૂં આપશે. આ ફેલોશીપ માત્ર એક વર્ષ માટે અમલી બનાવવામાં આવી છે.
“સરદાર પટેલ ગુડ ગવરન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ” માં વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ સંસ્થાન આઈ.આઈ.એમ.- અમદાવાદ એકેડેમિક પાર્ટનર તરીકે જોડાશે.
આઈ.આઈ.એમ.- અમદાવાદ ફેલોની પસંદગી અને તાલીમ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ અને કાર્યક્રમ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
ફેલોશીપનાં આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પી.એમ. પોષણ યોજના, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને બ્લોક્સમાં આ યોજના અન્વયે અપાતા ભોજન-પોષણયોક્ત પદાર્થોનો વ્યય અટકાવવો, માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યમીક શાળાઓમાં એનરોલમેન્ટ સુધારના તથા વિજ્ઞાન અને ગણિત જેવા ગહન વિષયો પ્રત્યે રૂચી કેળવવા જેવી બાબતો આવરી લેવાઈ છે.
આ ઉપરાંત રજયમાં પ્રાકૃત્તિક ખેતીને વેગ આપવો, નર્મદાનાં જળનો સિંચાઈ હેતુ માટે વ્યાપક અને મહત્તમ ઉપયોગ, હેરિટેજ, વાઈલ્ડ લાઈફ, બિચ ટુરીઝમને પ્રમોટ કરવા અને શહેરી તથા ઐદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ તેમજ શહેરોમાં ઘન અને પ્રવાહી કચરાનાં રિસાયકલીંગનાં આયામો જેવા સેક્ટર્સ પણ ફેલો પ્રોગ્રામ અન્વયે આવરી લેવામાં આવશે.
“સરદાર પટેલ ગુડ ગવરન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ” માં ૬૦ કે તેથી વધુ ટકા સાથે સ્નાતક થયેલા અને ૩૫ વર્ષથી ઓછી વયનાં ઉમેદવારને તક આપવામાં આવશે.
રાજ્ય સરકાર આવા પસંદ થયેલા સી.એમ. ફેલોને બે અઠવાડિયાની તાલીમ તેમજ રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોમાં બે સાપ્તાહીક ફિલ્ડ ટ્રેનીંગ આપશે.
આવા સી.એમ. ફેલો યુવાઓ દ્વારા રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો અંતર્ગત પ્રોજેક્ટ્સ હાથ ધરાશે.
આ યુવાઓની ઉર્જા-ચેતના સરકારનાં જનહિત કાર્યોમાં ઉપકારત બનશે.
Comments (0)