SWAGAT :- State Wide Attention on Grievances by Application of Technology
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં જિલ્લા સ્તરીય સ્વાગતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને લોકો પોતાની રજુઆતો ઘેર બેઠા કરી શકે તે માટે જિલ્લા સ્વાગતનું ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં નાગરિકો પોતાની અરજી લેખિતમાં કચેરીમાં રૂબરુ સંપર્ક કરીને રજૂ કરતા હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં તાલુકા સ્વાગતમાં ઓનલાઈન માધ્યમથી પોતાની રજૂઆતો અથવા ફરિયાદો પ્રશ્નો રજૂ કરવાની પધ્ધતિ હાલ સફળતાપૂર્વક કાર્યરત છે.
તાલુકા સ્વાગતમાં ઓનલાઈન રજુઆતની આ પધ્ધતિને લોકોના મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે મુખ્યમંત્રીએ જિલ્લા સ્વાગતમાં પણ ઓનલાઈન માધ્યમથી લોકો પોતાની રજૂઆતો અથવા ફરિયાદો પ્રશ્નો રજૂ કરી શકે તે હેતુથી જિલ્લા સ્વાગતનાં ઓનલાઈન રજુઆત માટેનાં પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો છે.
ઓક્ટોબર-૨૦૨૩ મહિનાનાં સ્વાગત કાર્યક્રમમાં ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્વાગત મળીને ૩૩૦૦ ઉપરાંત રજુઆતોનું નિવારણ લાવવામાં આવ્યું છે.
ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કરેલા આ પ્લેટફોર્મનાં માધ્યમથી હવે નાગરિકો તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં પોતાની રજૂઆતો અથવા ફરિયાદો પ્રશ્નો, પુરતી માહિતી અને પુરાવા સાથેની અરજી દર અંગ્રેજી માસની ૧ થી ૧૦ તારીખ સુધીમાં ઓનલાઇન માધ્યમથી રજૂ કરી શકશે.
આ હેતુસર નાગરિકો જિલ્લા સ્વાગતમાં
HTTPS: SWAGAT.GUJARAT.GOV.INCITIZEN_ENTRY_DS. ASPX?FKM=ws પર પોતાની રજુઆતો ઓનલાઇન મોકલી શક્શે.
Comments (0)