રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતી નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત રાજ્યમાં તા. ૧૫ સપ્ટેમ્બર થી ૧૫ ઑક્ટોબર, ૨૦૨૩ સુધી ચાલનારા 'સ્વચ્છતા હી સેવા' અભિયાનને સાર્થક કરવા રાજ્યના વિવિધ જિલ્લાના ગામોમાં જાહેર સ્થળોની સાફ-સફાઈ, નદી કિનારાઓની સફાઈ સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે ૧૫ સપ્ટેમ્બર થી ૧૫ ઑક્ટોબર, ૨૦૨૩ સુધી દેશવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે.
આ ઉજવણી કરવાનો ઉદ્દેશ ભારતીય સ્વચ્છતા લીગ 0, સફાઈમિત્ર સુરક્ષા શિબિર અને સામૂહિક સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ મારફતે દેશભરમાં કરોડો નાગરિકોને જોડવાનો છે.
રાજકોટના પડધરી ખાતેથી ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે શ્રમદાન કરી 'સ્વછતા હી સેવા' કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
'સ્વચ્છતા હી સેવા' રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભના ભાગરૂપે જૂનાગઢના ઐતિહાસિક તીર્થ અને પ્રવાસન સ્થળ ભવનાથ ખાતે સંતો - મહંતો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો હતો.
ભવનાથ વિસ્તાર અને દામોદર કુંડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે-સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી.
Comments (0)