GPSC Assistant Charity Commissioner Final Answer Key (Advt No. 125/2024-25)
Last Updated :23, Aug 2025
વડનગરમાં તાના-રીરીના સન્માનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તેમની યાદમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
જ્યારે અકબરના દરબાર ગાયક, ઉસ્તાદ તાનસેન ગુરૂનું અવસાન થયું, ત્યારે તેણે રાગ દીપક ગાયો. એમ કહેવામાં આવે છે કે આ રાગ ગાવાને પરિણામે ગાયકને તેના શરીરમાં અસાધ્ય ગરમીની લાગણી થવા લાગે છે.
તે જ પ્રમાણે તાનસેન દીપક રાગની દાઝથી પ્રભાવિત થયો હતો, અને તેના શમન અર્થે તે આખા ભારતમાં ફરી વળ્યો. તે સમય દરમ્યાન અકબરની સેનાનો સેનાપતિ ઈઝાદખાન વડનગર આવ્યો અને તેને તાના અને રીરી નામની બે બહેનો વિશે જાણવા મળ્યું, કે જેઓ નિપુણ ગાયકો હતી અને રાગ મલ્હાર ગાઇને તાનસેન (રાગ દિપકના નિષ્ણાત)ના દાહને શમાવી શકતી હતી. જ્યારે તેઓને અકબરના દરબારમાં ગાવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેઓએ આવવાની ના પાડી કારણ કે નાગરો તરીકે તેમનું વ્રત હતું કે તેઓ ગામના દેવની મૂર્તિની સામે જ ગાઈ શકે. દરબારનો પ્રસ્તાવ ન માનતા તેમના શહેરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા હતી. આથી તેમણે દરબારમાં જઈ ગાવાને બદલે તેઓ કૂવામાં ડૂબીને આત્મકથા કરવાનો વિકલ્પ પસંદ કર્યો. બાદમાં જ્યારે અકબરને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેમના પિતા પાસે માફી માંગી અને તાનસેનને તાના-રીરીના માનમાં નામ આપેલા નવો સંગીત રાગ વિકસાવવા કહ્યું
જે ગ્રામજનો અકબરની સેના દ્વારા હુમલો ભયને પરિણામે વાણિયા બન્યા તેઓ હવે દશનાગર તરીકે ઓળખાય છે.
Comments (0)