
- SC સમાજની કુલ 15% અનામત 1%, 5% અને 9%માં વિભાજિત... તેલંગાણા સરકારે એક ગેઝેટ જાહેરનામા મારફત તેલંગાણા શિડ્યુલ કાસ્ટ્સ (રેશનલાઈઝેશન ઓફ રિઝર્વેશન્સ) એક્ટ, 2025ના અમલ માટેનું જાહેરનામું બહાર પાડતા તે શિક્ષણ અને નોકરીઓમાં અનામત માટે 59 SC પેટાજાતિઓને ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરીને અનામતમાં અનામત તરીકે ઓળખાતા અનુસૂચિત જાતિઓ (SCs)ના પેટાવર્ગીકરણને અમલી બનાવનારું ભારતનું પ્રથમ રાજય બની ગયું છે.
- આ અમલીકરણ પંજાબ રાજ્ય વિ.દવિન્દરસિંહ કેસમાં વર્ષ 2024ના સુપ્રીમ કોર્ટના એ ચુકાદા બાદ આવ્યું છે, જેમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (STs)નું પેટાવર્ગીકરણ કરવાની બંધારણીય માન્યતાની પુષ્ટિ કરાઈ હતી.
- 1 ઑગસ્ટ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટના 7 જજની એક બેન્ચે સમાન અનામત લાભો સુનિશ્ચિત કરવા SCs અને STsના પેટાવર્ગીકરણની બંધારણીય કાયદેસરતા માન્ય રાખી હતી.
- 18 માર્ચ, 2025ના તેલંગાણા વિધાનસભા ગૃહે સુપ્રીમ કોર્ટના આદેશને અનુરૂપ SC પેટાવર્ગીકરણ વિધેયકને પસાર કર્યું હતું. “ધ તેલંગાણા શિડ્યુલ્ડ કાસ્ટ્સ (રેશનલાઈઝેશન ઓફ રિઝર્વેશન) એક્ટ, 2025” ને 8 એપ્રિલ, 2025ના રાજયપાલે સંમતિ આપી હતી. 14 એપ્રિલ, 2025ના (ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી)ના રોજ તેલંગાણા ગેઝેટમાં તેને પ્રસિદ્ધ કરાયું હતું.
ત્રિસ્તરીય વર્ગીકરણ...
- અનુસૂચિત જાતિઓ (SCs) ને કુલ 59 પેટાજાતિઓમાંથી ત્રણ જૂથોમાં વિભાજિત કરાઈ છે, જે નીચે મુજબ છે.
- ગ્રૂપ-I (સૌથી પછાત પેટાજાતિઓ) : 15 પેટાજાતિઓ (તેલંગાણાની SC વસતીના 0.5%)ને “સૌથી પછાત” તરીકે વર્ગીકૃત કરાઈ છે. તેઓને શિક્ષણ અને રોજગારી સુધી પહોંચી વધારવા તેમની વસતીના હિસ્સાની ડબલ અર્થાત 1% અનામત અપાઈ છે.
- ગ્રૂપ-II (મામૂલી લાભ પ્રાપ્ત પેટાજાતિઓ) : 18 પેટાજાતિઓ મામૂલી લાભો મેળવે છે. તેઓને 9% અનામત ફાળવાઈ છે.
- ગ્રૂપ-III (પ્રમાણમાં બેહતર સ્થાન ધરાવતી પેટાજાતિઓ) : 26 પેટાજાતિઓ તકો સુધી બેહતર પહોંચ ધરાવે છે. તેઓને 5% અનામત.
નોંધ : કુલ 59 પેટાજાતિઓ પૈકીની 33ને તેઓના અગાઉના જૂથોમાં ચાલુ રખાઈ છે. SC વસતીનો 3.43% હિસ્સો ધરાવતી માત્ર 26 પેટાજાતિઓને નવા વર્ગીકરણ અંતર્ગત પુનઃ વર્ગીકૃત કરાઈ છે.
- બંધારણીય જોગવાઈ : અનુચ્છેદ 14 : તેમાં મૌલિક સમાનતા પ્રાપ્ત કરવા માટે ઉચિત વર્ગીકરણની અનુમતિ અપાઈ છે. પેટાવર્ગીકરણ ત્યારે જ સ્વીકાર્ય છે જ્યારે તે સ્પષ્ટ તફાવત અને તર્કસંગત સંબંધ પર આધારિત હોય.
- શમીમ અખ્તર આયોગ : રાજ્ય સરકારે ઓક્ટોબર 2024માં હાઈકોર્ટના નિવૃત્ત જજ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરી હતી, કમિશને SC સમુદાયની કુલ 59 જાતિઓને સરકારી નોકરીઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરેમાં 15%ની કુલ અનામત માટે ત્રણ વર્ગો વર્ગ એક, વર્ગ બે અને વર્ગ ત્રણમાં વિભાજિત કરવાની ભલામણ કરી હતી.
- આ ભલામણને વિધાનસભામાં પસાર કરાયા બાદ 8 એપ્રિલના રોજ રાજ્યપાલ દ્વારા પણ મંજૂરી અપાઈ હતી.
-----------------❌❌----------------------❌❌-----------
Comments (0)