વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, મહેસાણા

મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ

 

  • તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય દેશ-વિદેશના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ કોન્ફરન્સ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) હેઠળની પ્રથમ કોન્ફ્રન્સ છે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047ના વિઝન હેઠળ શરૂ કરાયેલી આ પહેલનો હેતુ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને રાજ્યના દરેક ક્ષેત્રમાં લઈ જવાનો છે. 

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના મુખ્ય અંશો

  • "Charting a Path to a Developed Gujarat @2047" પુસ્તકનું વિમોચન, હાથશાળ અને હસ્તકલા એવોર્ડ તેમજ MSME વુમન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
  • આ કોન્ફરન્સમાં 21 ક્ષેત્રે રોકાણ માટે 1212 MoU કરવામાં આવ્યા હતા.
  • આ સમિટમાં 34 જેટલી વિદેશી કંપનીઓ ભાગ લીધો હતો.
  • નવી GIDC એસ્ટેટ્સ અને સ્માર્ટ GIDCની જાહેરાત કરવામાં આવી હતી.
  • રાજ્યના મુખ્ય છ આર્થિક પ્રદેશો (ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કોસ્ટલ સૌરાષ્ટ્ર અને સુરત) માટે તૈયાર કરાયેલા રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનનું અનાવરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
  • ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (FIEO) દ્વારા ગુજરાત સરકારના સહયોગથી MSME વિભાગ અને INDEXTb (industrial Extension Bureau) સાથે મળીને વર્લ્ડ બેન્કના રિઝર્વ સલાહકાર અને વ્યવસ્થાપન કાર્યક્રમ (RAMP) પ્રોજેક્ટ હેઠળ આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ઉત્તર ગુજરાતને તેની શક્તિઓ દર્શાવવામાં અને માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષવામાં મદદ કરે છે.
  • રાજ્યના વ્યાપક વિકાસ કાર્યસૂચિમાં સ્થાનિક ક્લસ્ટરોને એકીકૃત કરીને પ્રાદેશિક વિકાસને વધારે છે.
  • નેટવર્કિંગ, બિઝનેસ લીડ્સ, ટેક્નોલોજીનો સંપર્ક અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદાન કરે છે.

મુખ્ય થીમ્સ ક્ષેત્રો :

  • કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા
  • ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ
  • ગ્રીન એનર્જી, એન્જિનિયરિંગ, ઉભરતાં ક્ષેત્રો
  • સ્ટાર્ટ-અપ્સ, MSMEs, લોકલ વેલ્યૂ ચેઇન, "Vocal for Local" & "Global from Local" સિધ્ધાંતો. 

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) - ઉત્તર ગુજરાત

  • 70થી વધુ દેશો અને 440થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની હાજરી.
  • જાપાન, વિયેતનામ, ન્યૂઝીલેન્ડ, રવાન્ડા, ગયાના, યુક્રેન સહિતના દેશોના રાજદ્વારીઓની ઉપસ્થિતિ.
  • 160થી વધુ 828 (બિઝનેસ ટુ બિઝનેસ) અને 100થી વધુ B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) બેઠકોનું આયોજન.
  • પાર્ટનર સંસ્થાઓ : વર્લ્ડ બેન્ક, JETRO (Japan External Trade Organization), US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ અને ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર.

પ્રદર્શન, નોલેજ સેશન્સ અને મુખ્ય રોકાણ

  • એક્ઝિબિશન : 18,000 ચો.મીટર વિસ્તારમાં ફેલાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન.
  • થીમ : 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'

વિભિન્ન કેટેગરી મુજબ એવોર્ડ વિજેતાઓ

  • રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા રાજ્યની ફુટીર અને ગ્રામોધોગ નીતિ-2016 અન્વયે વર્ષ-2024 હાથશાળ અને હસ્તકલાના કારીગરોને વિવિધ શ્રેણી મુજબ એવોર્ડ આપવામાં આવશે.
  • વિવિધ જિલ્લામાં ઉકૃષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાનાં 11 તથા ઝોન  મુજબ 8 એમ કુલ 19 જેટલા કારીગરોને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

-----------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up