વિરંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વની સ્થાપના વર્ષ 2023 માં ભારતના મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે સ્થિત 54 મા ટાઇગર રિઝર્વ તરીકે સ્થાપિત.
આ ટાઇગર રિઝર્વ મધ્યપ્રદેશનાં ડમોહ અને સાગર જિલ્લાઓમાં વિસ્તરેલ છે.
આ ટાઇગર રિઝર્વ કુલ 2,339 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. (કોર ઝોન 1,414 ચોરસ કિલોમીટર અને બફર ઝોન 925 ચોરસ કિલોમીટર.
વિરંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વમાં મુખ્યત્વે વાઘ, ચિત્તલ, સંભર, નીલગાય, જંગલી શ્વાન અને વિવિધ પક્ષીઓ.
વનસ્પતિમાં સાગ, સાલ, બાંસ અને અન્ય વૃક્ષોનો સમાવેશ.
આ રિઝર્વમાં પુરાતન શિલાઓ અને ગૂફાઓ છે, જેમાં પ્રાચીન ચિત્રો છે. દુર્ગાવતીની વીર ગાથા સાથે સંકળાયેલ સ્થળો છે.
પ્રવાસીઓ માટે સફારી અને બર્ડ વોચિંગ, ટૂંકી અને લાંબી વોકિંગ ટ્રેઇલ્સ પણ છે.
વન્યપ્રાણીઓના સંરક્ષણ અને પ્રકૃતિ જાગૃતિ માટે ખાસ કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર પણ અહીં છે.
ફરવા માટે ઓક્ટોબરથી જૂન મહિના સુધી પ્રવાસન માટે શ્રેષ્ઠ સમય ગણાય છે.
મધ્ય પ્રદેશમાં આવેલ ખજુરાહો એરપોર્ટ પરથી વિરંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વ સુધી જઈ શકાય છે. તથા નજીકના રેલ્વે સ્ટેશનમાં ડમોહ અને સાગર રેલ્વે સ્ટેશનથી વિરંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વ જઈ શકાય છે.
નર્મદા નદીની સુંદરતાને માણવા માટે શ્રેષ્ઠ સ્થળ તથા જૈવવિવિધતાને માણવા અને પર્યાવરણ જાગૃતિ માટે ઉત્તમ સ્થળ છે.
વિરંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વ ભારતના પર્યાવરણ અને પર્યટન માટે એક અમૂલ્ય ઉમેરો છે.
Comments (0)