છંદ પરિચય
પ્રસ્તાવના :
- સાહિત્યની સૃષ્ટિ પદ્ય અને ગદ્ય એવા મુખ્ય બે સ્વરૂપમાં છે.
- સાહિત્યકાર પોતાના ભાવ-વિચારને, વિશિષ્ટ સંવેદનને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવા માટે નિયમોની સીમામાં રહી યતિ, માત્રા, ગણ વગેરે છાંદસ લયવિધાનથી જે ભાષારચના પ્રગટાવે છે તેને 'પદ્ય' તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહે કે, છંદ પોતે કાવ્ય નથી.
- કાવ્યના પ્રકટીકરણ માટે છંદ એક સાધન માત્ર છે. અભિવ્યક્તિના છાંદસ માધ્યમને ઈચ્છતા કવિની એ પસંદગી છે.
- અભિવ્યક્તિના આ અને આવાં બીજાં ઉપકરણો દ્વારા કવિ કાવ્ય સિદ્ધ કરવાની મથામણ કરે છે.
- એક તરફ છાંદસ લયવિધાન એટલે કે પૂર્વનિશ્ચિત સુગ્રથિતતા છે, તો બીજી તરફ કવિની સ્વૈરવિહારી છલકાતી સર્જકતા છે.
- આ બન્નેનો કાવ્ય પરિણામી યોગ ઊભો કરવાનો પડકાર કવિએ ઝીલવાનો છે.
- છંદ કવિતાનું માપ છે. અંગ્રેજીમાં એને મીટર કહે છે.
- સંસ્કૃતમાં છંદ માટે ‘વૃત્ત’ શબ્દ પ્રયોજાય છે. વૃત્ત એટલે વર્તુળ, કશુંક નિયમિત આવર્તન પામ્યા કરે તે.
- કવિ પોતાની સર્જનશક્તિને નિયત એકમના ચોક્કસ સમયાન્તરના આવર્તનની પરિપાટીએ જોતરવા અને નિયંત્રિત કરવા માંગે છે. આ માટે કવિ છંદનો આધાર લે છે.
છંદ એટલે શું ?
- છંદ એટલે અમુક વર્ણ એકમોની નિયત સમયાન્તરવાળી ગોઠવણીથી થયેલું માપ.
- રામનારાયણ વિ. પાઠક : “છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર.”
- હરિવલ્લભ ભાયાણી : ”અમુક વર્ણએકમોની નિયત કાલાન્તરવાળી ગોઠવણીથી થયેલું માપ તે છંદ.”
- ગુણ, રસ, શૈલી વગેરે કાવ્યનું આંતરિક સ્વરૂપ છે. છંદ કાવ્યનું બાહ્ય સ્વરૂપ છે. કવિતાનો સ્વભાવ જ છંદમાં લયમુક્ત વહેવાનો છે. પ્રત્યેક છંદને એનું પોતાનું આગવું બંધારણ હોય છે. આ બંધારણને લીધે કાવ્યમાં લય જન્મે છે જે કાવ્યના ભાવકને આકર્ષે છે અને આનંદિત કરે છે.
- ટૂંકમાં કહીએ તો, છંદ લઘુ - ગુરુ વર્ણો કે માત્રાઓમાં નિશ્ચિત અને નિયમિત આવર્તનોનો એક વિશિષ્ટ સમૂહ છે, જે કવિસંવેદનને લયની સંવાદિતાથી વધુ સરસ અને સુંદર શબ્દરૂપે પ્રગટ થવામાં સહાયરૂપ બને છે.
લઘુ - ગુરુ માત્રા :
લઘુ અક્ષર કઈ રીતે ઓળખવો.?
- અક્ષર બોલાતી ભાષાનો એકમ છે. અક્ષર સમૂહથી શબ્દ બને છે.
- અક્ષરો બે પ્રકારના હોય છે : લઘુ અને ગુરુ.
- સામાન્ય અર્થમાં લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું.
- ઉચ્ચાર કરતી વખતે સમય ઓછો લાગે તે હ્રસ્વ સ્વર.
- અ, ઈ, ઉ, અને ઋ - આ ચાર અક્ષરો જે વર્ણમાં હોય તેને લઘુ ગણવામાં આવે છે.
- લઘુ વર્ણ માટેનું ચિહ્ન અર્ધચન્દ્રાકાર ‘U’ છે. લઘુ અક્ષરને માટે એકાક્ષરી સંજ્ઞા ‘લ’ લખવામાં આવે છે.
ગુરુ અક્ષર કઈ રીતેઓ ળખવો.?
- ઉચ્ચારણ કરતી વખતે સમય વધારે લાગે તે દીર્ઘ સ્વર. ઈ, ઊ, એ. ઐ, ઓ, ઔ, અં, આ - આ સ્વરો જે વર્ણમાં હોય તેને ગુરુ ગણવામાં આવે છે.
- ગુરુ વર્ણ માટેનું ચિહ્ન આડી રેખા ‘—’ છે. ગુરુ અક્ષરને માટે એકાક્ષરી 'ગા' લખવામાં આવે છે.
- માત્રા મેળ છંદની ચર્ચા કરતી વખતે 'લઘુ' માટે 'લ' અને ગુરુ માટે 'દા' સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
- છંદશાસ્ત્રમાં લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા નિયત થયેલી છે.
- છંદની પંક્તિમાં સંયુક્તાક્ષર આવતો હોય ને એવાં સંયુક્તાક્ષરને લીધે જો પૂર્વેના વર્ણ પર થડકારો અનુભવાતો હોય તો તેવા થડકારવાળો વર્ણ લઘુ હોવા છતાં ગુરુ ગણવામાં આવે છે. જેમ કે, પુષ્પ, યત્ન, ભક્તિ વગેરેમાં 'પુ’, 'ય', 'ભ’ વર્ણના ઉચ્ચારણમાં થડકારો ઉદ્ભવતો હોવાથી તે લઘુ હોવાં છતાં ગુરુ ગણાશે. અનુસ્વાર માટે પણ આ જ નિયમ છે. તીવ્ર અનુસ્વાર પૂર્વેનો અક્ષર ગુરુ ગણાય.
તાલ :
- માત્રામેળ છંદમાં તાલની સંખ્યા પ્રત્યેક ચરણમાં નિશ્ચિત હોય છે.
- માત્રાને તાલ સાથે જોડવામાં આવે છે. વર્ણ લઘુ હોય તો એક તાલ અને વર્ણ ગુરુ હોય તો બે તાલ ગણાય.
ચરણ :
- છંદના એક અંશ કે ભાગને 'ચરણ' અથવા 'પદ' તરીકે ઓળખવામાં આવે છે.
- સામાન્ય રીતે છંદમાં ચાર ચરણ હોય છે. શિખરિણી, હરિગીત, માલિની, પૃથ્વી, સવૈયા આ બધા છંદ ચાર ચરણોના બનેલા છે.
- જો કે, દોહા, સોરઠા છંદ બે ચરણના બનેલા છે, તો કુંડળિયા અને છપ્પા છંદ છ ચરણના બનેલા છે.
યતિ :
- છંદમાં રચાયેલી પદ્યપંક્તિ વાંચતા ચોક્કસ વર્ણસંખ્યા કે માત્રાની વચ્ચે લોડો સમય સ્વાભાવિક વિરામ જોઈએ છીએ તે ક્રિયાને 'યતિ' કહે છે.
- મંદાકાન્તામાં ચૌથા અને દેશમાં વર્ષે, શિખરિણીમાં છઠ્ઠા વર્ણે યતિ હોય છે, હરિગીતમાં સોળ અથવા ચૌદ માત્રાએ, રોળામાં અગિયાર માત્રાએ યતિ હોય છે.
- નાનાં ચરણો હોય તે છંદમાં યતિની જરૂર હોતી નથી. છંદોમાં શબ્દ મુજબ જે સ્થાને યતિ નિયત થઈ હોય અને કવિ જો ત્યાં યતિ જાળવે નહિ, નો ત્યાં યતિભંગ થયો કહેવાય.
ગણ :
- જો ચરણ ટૂંકાં હોય અને વર્ણો ઓછા હોય તો એમને ઓળખવામાં તથા એમનું સ્થાન નક્કી કરવામાં સરળતા રહે. પરંતુ ચરણ લાંબાં હોય અને વર્ણો વધુ હોય તો એમને ઓળખવામાં અને એમનું સ્થાન નક્કી કરવામાં અને તે રીતે છંદ ઓળખવામાં સ્વાભાવિક રીતે જ મુશ્કેલી પડે.
- આવી મુશ્કેલી ન પડે તે માટે લઘુ અને ગુરુ અક્ષરોને ત્રણ ત્રણના સમૂહોમાં વહેંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે આવા ત્રણ ત્રણ અક્ષરોના સમૂહને છંદશાસ્ત્રમાં ગણ તરીકે ઓળખવામાં આવે છે. ગણની કુલ સંખ્યા આઠ છે.
લઘુ - ગુરુની વ્યવસ્થા યાદ રાખવા માટે 'યમાતારાજભાનસલગા' સૂત્ર ઉપયોગી બનશે.
ક્રમ
|
ગણ
|
સ્વરૂપ
|
લક્ષણ
|
દૃષ્ટાંત
|
1.
|
ય
|
U - -
|
લ ગા ગા
|
ય શો દા
|
2.
|
મ
|
- - -
|
ગાગાગા
|
મા તા જી
|
3.
|
ત
|
- - -
|
ગાગાલ
|
તા રા જ
|
4.
|
ર
|
- U -
|
ગા લ ગા
|
રા મ જી
|
5.
|
જ
|
U - U
|
લ ગા લ
|
જ કા ત
|
6.
|
ભ
|
- U U
|
ગા લ લ
|
ભા ર ત
|
7.
|
ન
|
U U U
|
લ લ લ
|
ન ય ન
|
8.
|
સ
|
U U -
|
લ લા ગા
|
સ મ તા
|
- અક્ષરમેળ છંદોમાં આવી ગણરચના ઉપયોગી બને છે. પરંતુ માત્રામેળ છંદમાં ગણરચના જોવામાં આવતી નથી. ત્યાં અક્ષરોની લઘુ - ગુરુ માત્રા જોઈને છંદ ઓળખવામાં આવે છે.
Comments (0)