ગુજરાતી વ્યાકરણ : છંદનાં પ્રકારો (ભાગ ૧) 02

છંદના પ્રકારો :

  • અક્ષરમેળ છંદમાં કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે છે. તેમાં લઘુ-ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણરચના કરવામાં આવે છે.
  • અક્ષરમેળ છંદોમાં કાવ્યની દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા તો નક્કી હોય જ છે પણ તે ઉપરાંત તેમાં દરેક અક્ષરનું લઘુ-ગુરુ સ્થાન પણ નિશ્ચિત હોય છે.
  • લઘુ માટે 'લ' અને ‘ગુરુ માટે 'ગા' સંજ્ઞા વપરાય છે.
  • વળી આ પ્રકારના છંદોમાં અમુક અક્ષર પછી વિરામસ્થાન આવતાં હોય છે. આ વિરામસ્થાનને 'યતિ' કહેવામાં આવે છે. આવા છંદ વર્ણમેળ છંદ તરીકે પણ ઓળખાય છે.
  • શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા, શાર્દૂલવિક્રીડિત, મનહર, અનુષ્ટુપ, સ્ત્રગ્ધરા, ઉપજાતિ, શાલિની, વસંતતિલકા, માલિની, હરિણી, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજો, ત્રોટક, ભુંજગી, વંશસ્થ, દુતવિલંબિત અક્ષરમેળ છંદો છે.

અનુસ્વાર અથવા અનુનાસિક :-

  • કોઈપણ અક્ષર ઉપર અનુસ્વાર તીવ્ર હોય ત્યારે તે અક્ષર ગુરુ ગણવો. દાત. પંકજ, ગંગા, કુંદન, દંડ, સંમતિ વગેરેમાં પં, ગં, કું, દે, સં ગુરુ અક્ષરો ગણાય છે.
  • કેટલીકવાર અનુસ્વારનો ઉચ્ચાર મૃદુ હોય ત્યારે અનુસ્વારયુક્ત અક્ષર લઘુ ગણાય છે. દા.ત. કહું, જઉં, મળ્યું, બોલતું, સુંવાળું, કુંવારું, વગેરમાં આવેલ અનુસ્વાર હળવો હોવાથી એ લઘુ અક્ષરો ગણાય છે. 

સંયુક્ત અક્ષર :-

  • બે વ્યંજનો જોડાઈને સંયુક્ત વ્યંજન બને છે. સંયુક્ત વ્યંજનમાં સ્વર મળતાં સંયુક્ત અક્ષર થાય છે.

દા.ત.

ક + ષ = ક્ષ

જ + ઝ =જ્ઞ

  • માત્ર આટલું ન લખાય પડયોમાં ૫ ગુરુ નથી બનતો જોડાક્ષર તીવ્ર હોય તો જ ગુરુ બને.
  • લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે તો લઘુ અક્ષર ગુરુ ગણાય તેથી તેની બે માત્રા ગણાય છે.
  • દા.ત.- “નિષ્ફળ” માં પહેલો અક્ષર 'નિ' લઘુ છે. પણ તેની પછી આવેલા સંયુક્ત અક્ષરના થડકાને લીધે તે ગુરુ છે.
  • અન્ય ઉદાહરણ : દુષ્ટ, શિષ્ટ, દૃષ્ટિ, શિષ્ય, શિલ્પ વગેરે.
  • જ્યારે સંયુક્ત અક્ષરોનો ઉચ્ચાર મૃદુ હોય ત્યારે પૂર્વે આવેલો લઘુ અક્ષર લઘુ અને એક માત્રાવાળો જ રહે છે. દા.ત.- ગળ્યું, ઠર્યું, પડયો, મળ્યાં....... વગેરે લઘુ અક્ષરો બને છે. 

વિસર્ગ :

  • વિસર્ગવાળો અક્ષર લઘુ હોય, પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે તો તે ગુરુ થાય. દા.ત. – “અંતઃ કરણ” શબ્દમાં 'ત' ગુરુ ગણાય છે.

-----------------------------

  •  છંદનાં મુખ્ય 2 પ્રકાર છે. (a)અક્ષરમેળ છંદ (b) માત્રામેળ છંંદ

(A) અક્ષરમેળ છંદ :

આ અક્ષરમેળ છંદનાં પેટા પ્રકારો નીચે મુજબ છે.

(1) શિખરિણી છંદ

▪️ અન્ય ઉદાહરણો :

અમારી યાત્રા આ વિશતી હવે નામ વિંણના

નર્યા આશ્વર્યોમાં, પરિચય વિનાની પૃથિવીમાં.

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !

ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણ હાસે વિરમિયાં !

ભુરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પહાડ સરખો,

નદી વચ્ચે ઊભો, નિરભયપણે એક સરખો.

હવે સંકેલાતું સકલ મુજ અસ્તિત્વ મનમાં,

હું અર્ધો જીવું છું, સ્મરણ મહીં, અર્ધો સપનામાં

પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા.

ઉનાળાનો લાંબો દિવસ વહતો મંથર ગતિ.

મને એ ચક્ષુમાં પ્રભુ! જગત તીર્થોત્તમ મળ્યું.

હણો ના પાણીને! દ્વિગુણ બનશે પાપ જગના!

લડો પાપી સામે વિમળ દિલના ગુપ્ત બળથી.

અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી.

મળ્યું એનું સાચું ધ્રુવપદ, ભમે આજ અટુલી.

ઠરી મારી આંખો કબીરવડ તુંને નીરખીને.

બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડયું. 

મને બોલાવે ઓ ગિરિવર તણાં મીનનશખરો. 

ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની. 

કદી મારી પાસે વન વન તણાં હોત કુસુમો. 

હજી તારી કાયા, મુજ નયન સામે ઝળહળે. 

અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા.

વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા. 

ગયા દાદા વ્હાલા, પ્રતિનિધિ ગઈ પેઢી ભરના!

ગળ્યો કાળાબ્ધિના જળમહીં મહાડુંગર ગળ્યો! 

ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ઘુમસે મ્હાડ સરખો,

નદી વચ્ચે ઊભો, નિરભયપણે એક સરખો. 

નમું છું વંદું છું વિમલમુખ સ્વામી જગતના. 

પ્રભો તું આદિ છે, શુચિ પુરુષ પુરાણ તું જ છે. 

તું હીણો હું છું તો, તુજ દરસનાં દાન દઈજા. 

---------❌------------------❌---------

(2) મંદાક્રાન્તા છંદ

▪️ અન્ય ઉદાહરણો : 

પૂછે રોગી : 'મુજ પતિતની પાસ ઓ આવનારા !

આહી તારાં પુનિત પગલાં કેમ થાયે, દયાળા ?'

ઝાંખી ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ

વર્ષાકાલે જલપિજલના હોય જાણે તરંગ.

આવ્યા એવા તરત સરકી જાય ઝાંખા બપોર

ઊભી વાટે બધી ખટમીઠી બોરડી ચાખી છોરાં

મે ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા,

ને તીર્થોના મમલન જળમાં હાડકા બોળી જોયા.

અંધારામાં ઘુતિકિરણ એકાય પામવાને

મંદિરોના પથ્થર પુતળા ખૂબ ઢંઢોળી જોયા.

હા! શબ્દો આ સરલ સરખા મર્મને તીવ્ર ભેદો,

ગર્ભાત્માને સ્ફૂરિત કરતા ધૈર્યને છેક છેદે.

લાંબા છે જ્યાં દિન પ્રિય સખી! રાત્રિયે દીર્ઘ તેવી,

આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય! આશા જ કેવી.

આઘે ઊભા તટધૂમસ જેમાં દ્રુમો નીંદ સેવે,

વચ્ચે સ્વપ્ને મૃદુ, મલકતાં શાંત રેવા સુહાવે.

આલેખાયું હૃદયપટમાં ચિત્ર વ્હાલી તું છે,

અંગોમાંથી જીવન સઘળું ત્યાં જ આવી રહ્યું છે.

હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાછ પ્રીતે,

રે સંબંધો મરણ પછીએના છૂટે કોઈ રીતે.

માથે મ્હેલી શરદ શશિની ગોરસી ઘેલી ઘેલી,

પૂર્ણિમામાં પ્રકૃત્તિ રમતી ગૌર ગોવાલણી શી !

ઝાંખા ભૂરાં ગિરિ ઉપરના એકથી એક શૃંગ,

વર્ષાકલે જલધિજલના હોય જાણે તરંગ.

બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી.

રે પંખીડા સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો.

કાપી કાપી ફરી ફરી અરે! કાતળી શેલડીની.

ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી.

ખૂંચી તીણી સજલ દંગમાં કાચ કેરી કણિકા,

ઊપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા.

રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,

લાગ્યા પાને વિસરી શકવા કાંઈ સામથ્ર્ય ના છે.

દાદી વાંકી, રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી.

વિશ્વ વ્યાપે વિમલ વિપુલા તેજના પુંજ ત્હારા.

---------❌------------------❌---------

(3) પૃથ્વી છંદ

▪️ અન્ય ઉદાહરણો : 

પ્રભો ! છલકતા દયા-પ્રણય-શાંતિના સાગરો,

અને જગ બળ્યુંઝળ્યું તહિં ઠરે, હરે દુઃખ તું.

ન રૂપરમણી, ન કોમળ કળાભરી કામિની,

નહીં સુરભિવંત, રંગરસિયેણ, તું પદ્મિની

સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાન્તથી નીકળ્યા,

અફાટ જલધિ પરે અહમ પાણીપન્થા ચડ્યા.

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,

રહ્યું વિકસતું જ અંત સુધી જેહ સૌન્દર્ય તે

ન દાહ સળગે અને જિગર ખાક ના થાય છે

ન અન્ય વહને ન અન્ય નયને ઠરે નેત્ર આ.

મને મરણ જો મળે સુભગ રાષ્ટ્રવેદી પરે,

કિશોર વયને ઉભો ઉર ઉગાડને ઉંબરે

ભલે નયનથી રહે સુદૂર તે છતાં રે પ્રિય !

સદાય તવ સ્થાન છે હૃદયના મયૂરાસને

તને મુજ નિમંત્રણો પ્રણયપૂર્ણ છે નિત્યના,

રહ્યો છું પ્રભુ ! વાટ જોઈ તુજ હું ઘણા વર્ષથી

ઉષાના આનંદે મુખકમલ તારું વિકસજો !

કુમારી કાયા આ હરિ તણું સુધાધામ બનજો.

બચેલી જે થોડી શરીર તણી રેખાકૃતિ ઝીણી

વળાવી તે આવ્યા ફૂલ સરખી ફોરી જનનીને.

અષાઢી રાતોના રિમઝિમ બધા ગીત ફણગે,

તમારા આછેરા કુમકુમ ડગે સ્તબ્ધ ફળિયે.

ઉનાળો આવ્યો આ ધસમસ મહાપુર સરખો,

ઉનાળો આવ્યો સ્વર્ણિમ નભ ધરામાં ઝળકતો.

ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો.

ખુમારી નવનો તણી, ગરવ ઉચ્ચતા ડોકની.

મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહેભરી.

ઘડી બ પડી જે મળી નયનવારિ થંભો જરા.

છતાંય દિલ તો ચહે તન યુવાનની તાજગી.

નહીં સ્વજન તે બધાં, સ્વજન એકલી તું હતી.

---------❌------------------❌---------

(3) શાર્દૂવિક્રીડીત છંદ

▪️ અન્ય ઉદાહરણો : 

રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને

તે તારા ઠમકારથી સકળના ચોરી લીધા ચિત્તને

એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ

મૂક્યા ડુંગરને નદી, વતનનાં એ કોતરો ખેતર.

જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી

ઝીણી પાતળી તેજ પિચ્છકલગી દૃષ્ટિ પટે ના પડે.

સ્નેહી, સ્નેહ તણો અનાદર કહે શી રીથતી હું સહુ?

આંબલી ઊછરેલ કેવલ રહું શાંથી નિરાધાર હું?

અંધારું થયું પાતળું નભ વિશે, તારાઘુતિ નીતરી,

વીણા તાલ મૃદંગ રાગ તરીને, કાને પડે આ ઘડી.

ઊગે છે સવિતા નામે સળગતો ને આંહી આ ભૂ પટે,

શોષાયે, પીગળે, બળે, હિંમતણા મોટા થરોના થરો.

ઊગે છે નંભસૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા.

ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.

તેનો સેવનકાજ સંગ વસવા મારે જવું સર્વથા,

ચિંતા અંતરની દઈ દયિતને સંગી થવા ઈચ્છવું.

દોને અક્ષર બે લખી, મુજ બને શી વાણી

સત્યાન્વિતા!

હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો.

નોંધ : અહીં આ ભાગ પૂરો, આ ભાગમાં 4 છંદની માહીતી આપવામાં આવેલ છે. બાકીનું આગળના "ભાગ-3" માં.

---------❌------------------❌---------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up