GSSSB | Horticulture Assistant Livestock Inspector Junior Inspector Assistant Librarian...
Last Updated :07, Jul 2025
સૂતેલા આજ જાગે નયનથી નિરખી, જાગતા લોક દોડ, દોડેલા ત્યાં ઝઝૂમે અડગ કદમ ત્યાં ઝૂઝતાં સિદ્ધિ પામે. |
વિશ્વોના ગોળ ફૂટે, ગૃહગણ ગબડે, ધૂમકેતુ વછૂટે, ને આખીયે ધરિત્રી ધણધણી ઊઠતી કારમાં કંપનોથી. |
ઝંઝાના ઝુંડઝોલે તરલ વિહરતો, વિશ્વનો સુપ્ત પ્રાણ, જાગ્યો શું વિહિનઝાળે, હૃદય મુંઝવણે સિન્ધુની છોડી શય્યા. |
એણે નક્ષત્રકેરા, ઉડુગણ સહુના પંથ છોડ્યા પુરાણા, 'સીધે માર્ગે જવું નો' પણ ધરી ગ્રહિયો ભાવિનો માર્ગ નોખો. |
કુંજે ને પુષ્પપુંજે, ગિરિવર કુહરે, નિર્ઝરોના નૂપુરે, સિન્ધુસ્રોતે પ્રચંડે, જલધિ જલતરંગે, દિશા અંતરાલે, પંખીગાને સુરીલે, વન-રણ-ગગને, તારકાવૃંદ સૂરે, સન્મત્રો ગુંજતા'તા સરલ, શુભ, સ્વયં સૃષ્ટિને બાલ્યકાલે. |
મારા વાડા મહીનો નભકલગી સમો ગર્વિલો પારિજાત. |
માની પ્યારી મનાવે મુખ પર ખરતા આંસુડાં લૂછતો એ, અંકે લીધી, હસાવી, નરમ વચન એ નેત્ર કેવા વદે છે |
ત્યાં પેલું જો હરિણું નદી તટ પર એ આવતું ઘાસ નીલું, આછાં રૂડાં રૂપેરી કિરણ રવિ તણાં એ બધું ઘાસ છાયું. |
ઘેલો હું એ રમું છું! તનમન લપટયા ! રમ્ય છું એક હું, હું વેલી, વૃક્ષો, નદી ને ગિરી, નાળ ઝરણે લીન હું સર્વદા છું. |
આજે હે રૌદ્ર રમ્યા! અભિનવ ભરતી ડોલતી મત્ત ઘેલી, ઊંડી ઘેરી છટાએ વમળ ઘુમરતાં વારિ આ વેગવંતા |
એ તે શું નાદ કેરો અવિરત ઝરતો ધોધ અફાટ ફૂટયો, કે એ શું ગર્જનાનો ત્રિભુવન દળતો ગેબી ગોળો વછૂટયો. |
ને ડાહી થૈ ઘડીમાં શિર પર મટુકી મૂકીને સ્હેજ બાંકી, જાતી વાવે ભરીને ચઢતી પગથિયા શી પનિહારી, જાણે. |
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. |
ઊઠી વ્હેલા પ્રભાતે ઝટ ઘરવખરી ગોઠવે વાળી ઝાડી. |
દેવોને માનવોના મધુમિલન તણાં થાન સંકેત જેવો. |
દૈવી વૈમાનિકોના વિરતિભવન શો સિદ્ધ શૈલેશ ઊભો. |
ખેલે પ્રીતિપ્રભુતા, અમરકિરણની ઝાંખી મંજુલ થાશે. |
ઓચિંતો આભ ફાડે-લસલસ વીજળી જીભ ઝુલન્ત ડાચું. |
---------❌------------------❌---------
---------❌------------------❌---------
સંસારના સાગરને કિનારે ઉભા રહી અંજલિ એક લીધી. |
ચાલી જરા ને ગ્રહી એક શીશી, પ્યાલી ભરી દંપથી ઓષ્ઠ પીસી. |
જોવા સિનેમા જવું આજ છે દે ! ખાશું શું જો આ દઈ દૌ અત્યારે ? |
તે ભગ્ન તંબૂર વિદારી હૈયું, વ્હેતાં કરે નીર કંઈ સ્મૃતિના. ઈલા ! સ્મરે છે અહીં એક વેળા, આ ચોતરે આપણ બે રમેલાં |
વર્ષો લગી એ કરી ધર્મચિન્તા, ને વેઠી કે વર્ષ સુધી અનિદ્રા. |
દીઠી તને હંસની હાર માંહે, દીઠો અષાઢી જલધાર માંહે. |
---------❌------------------❌---------
હજી ઘણાં છે રણ સીંચવાનાં, હજી ઘણી રાત્રિ ઉજાળવાની. |
નિર્દોષ ને નિર્મળ આંખ તારી, હતી હજી યૌવનથી અજાણ. |
સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ. |
દયા હતીના, નહિ કોઈ શાસ્ત્ર, હતી નહીં કેવળ માણસાઈ. |
રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નકી એ ભરાશે. |
સુલોચનાને શિર અંધ સ્વામી, આરે! વિધાતા તુજ કૃત્ય ખામી |
કાલે રજા છે ગઈ છું ય થાકી, વાંચીશ વહેલા સહુ પાઠ બાકી, તારી હથેલી અહીં લાવ, સાચુ, હું ભાઈ આજે તુજ ભાગ્ય વાંચું. |
સંસારના સાગરને કિનારે ઉભા રહી અંજલિ એક લીધી. |
શેં હોમવા અંતર ફૂલડાને, જવાળા મહી વ્યર્થ વિમાસણોની. સદાયે ઊંચે ચડવા વિચારો, સદા વળી જીવન નીતિ ધારો. |
અગાતા તાગ્યો લવણામ્બુરાશિ, મનુષ્યના અંતરનો જગત્તણો. |
અરે ન કીધાં ફૂલ કેમ આંબે ? કર્યાં વળી કંટક શા ગુલાબે ? |
નોંધ : અહીં આ ભાગ પૂરો, આ ભાગમાં 4 છંદની માહીતી આપવામાં આવેલ છે. બાકીનું આગળના "ભાગ-4" માં.
---------❌------------------❌---------
Comments (0)