GPSC Assistant Charity Commissioner Final Answer Key (Advt No. 125/2024-25)
Last Updated :23, Aug 2025
▪️ અન્ય ઉદાહરણો :
દૂર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવામાં પાતક દુષ્ટ છેક (ઈન્દ્રવજા) જતો હતો અંધ થતી નિશામાં સુગુપ્ત રાજગ્રહની દિશામાં (ઉપેન્દ્રવજા) |
પાપી ભયોના મુજ સર્વ ભારા, સરી ગયા રશ્મિ સુરમ્ય સેવી (ઈન્દ્રવજા) આ એક તારા સિમત કાજ મારી, આ જિંદગી શું, લખ જાઉ વારી (ઉપેન્દ્રવજા) |
છો કાળ આવે શિશિરોય આવે, (ઈન્દ્રવજા) ને પુષ્પ કૂણાં દવામાં પ્રજાળે (ઉપેન્દ્રવજા) |
ભરો ભરો માનવના ઉરોને, (ઈન્દ્રવજા) ઉત્સાહને ચેતનપુર રેલી (ઉપેન્દ્રવજા) |
આયુષ્યના ઉંબરમાં ઊભેલો (ઈન્દ્રવજા) જુવાન ઝંખે ક્ષિતિજો વળોટી (ઉપેન્દ્રવજા) |
ને પંખી લે પ્રાણ પ્રયાણ ઘેલો (ઈન્દ્રવજા) ભવિષ્યની કૂચ તણી રજોટી (ઉપેન્દ્રવજા) |
જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ (ઈન્દ્રવજા) બની રહો એ જ સમાધિયોગ (ઉપેન્દ્રવજા) |
દેખાય ના બાળક તે કિનારે (ઈન્દ્રવજા) ના વેણના સૂર સુણાય ત્યારે (ઈન્દ્રવજા) અંધાર આકાશ વિશે તણાયો (ઈન્દ્રવજા) અને કડાકો ઝટ સંભળાયો (ઉપેન્દ્રવજા) |
---------❌------------------❌---------
▪️ અન્ય ઉદાહરણો :
સ્વતંત્રતા, દે વરદાન એટલું, ન હીન સંકલ્પ હજો કીદ મન. |
નથી હવે આભ વિષે જ ઊડવું, ન શૂન્યના સાગરમાંહિ બડવું. |
લજજા નમેલું નિજ મંદ પોપચું, કો મુગ્ધ બાલા શરમાતી આવ રે. ને શોભી રહે નિર્મલ નેનની લીલા, એવી ઉગી ચંદ્રકલા ધીરે ધીરે. |
કદીક પીધી ગ્રહની અગાસીએ, કદી વને અંકુરની પથારીએ. |
ગિરિ તણે ઉન્નત શૃંગ વા કદી, આ કંઠ પીધી પ્રતિમાસ પૂર્ણિમા. |
ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખે થનારને. |
નથી આભ વિશે જ ઊડવું, ન શૂન્યના સાગરમાંહિ ડૂબવું. |
કલા છે ભોજય મીઠીને, ભોક્તા વીણ કલા નહિ, કલાવાન કલા સાથે, ભોક્તા વીણ મળે નહિ. |
વજ્રની સાંકળો બાંધો, રોકાએ તોયના કદી, તે જ ચિત્ત બને બંદી, નારીના કેશપાશથી |
ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નીરખે થનારને. |
કરેલ આમંત્રણ ધર્મરાજને, રમાડવા દ્યૂત અનિષ્ટભાજને. |
---------❌------------------❌---------
▪️ અન્ય ઉદાહરણો :
સ્નેહી હતાં દૂર, સમક્ષ તે થયાં, આધે હતાં તે ઉરમા રમી રહ્યા, ને મૃત્યુ શાથી પણ પ્રાણમાં ઊભા, એવી બધે સાત્ત્વિક વિસ્તરી પ્રભા. |
હું માનવી માનવ થાઉં તો ઘણું. |
ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે. |
---------❌------------------❌---------
▪️ અન્ય ઉદાહરણો :
પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી સમયનું બવ ભાન રહે નહી, અવધિ અકુંશ સ્નેહ સહે નહી. |
પવનમાં પુરદીપ કરેલ છે, જનતણાં ગૃહદ્વાર બીડેલ છે, ગગનમાં ભર શ્રાવણ-તારલાં ધનઘટા મહીં થોર ડૂબેલ છે. જીવનમાં ઝબકાર કરે જ જે, હૃદયમાં બલ હે વિભુ ! પૂરજે. |
શિશુસમાન ગણી સહદેવને, ખબર આ કંઈયે ન કર્યા હતા. |
નોંધ : અહીં આ ભાગ પૂરો, આ ભાગમાં 4 છંદની માહીતી આપવામાં આવેલ છે. બાકીનું આગળના "ભાગ-5" માં.
---------❌------------------❌---------
Comments (0)