GPSC Assistant Charity Commissioner Final Answer Key (Advt No. 125/2024-25)
Last Updated :23, Aug 2025
અન્ય ઉદાહરણો :
મુજ દેહ વિષે, વળી આત્મ વિષે, જડચેતનમાં પ્રભુ વાસ વસે. |
તિમિરા શયના ગહને પડતા સપના વિપુરા નજરે ચડતા, સહું તે, પણ કેમ સહાય સખે, સહી વત્સલના નયનો રડતા. |
વદને બહુ નીર ભરાય, સખે ! તનુએ ચેતન માત્ર હરાય, સખે! |
વિભુના ઉરની વર વાંસલડી, જન-કાનન કૂજતી કોલયડી. |
સહુ એક ઘાથી હું તોડી દઉં, તલ ગાઢ અહંત્વનું ફોડી દઉ. |
તુજ રંગ બધા મુજ આ તનમા, પ્રસરી કઈ નૃત્ય નવું કરતાં. |
પ્રભુ, જીવન દે, હજી જીવન દે! |
પ્રભુ, જિંદગી પુણ્ય વિના ગઈ છે, પણ ક્યાં તુ જ એ કરુણા ગઈ છે ? |
---------❌------------------❌--------
અન્ય ઉદાહરણો :
નવી સાલ પૂછે જતી સાલને કે, કહી તું શકે શા થશે શા થશે હાલ મારા ? |
અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. ભલો દૂરથી દેખતા દિલ ભાવ્યો, ચડી જેમ આકાશમાં મેઘ આવ્યો. |
મીઠી કેળ-શી શેલડી તો ખવાશે, દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે. |
કહી એમ માથે લઈ ભાત ચાલી, મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી. |
---------❌------------------❌--------
અન્ય ઉદાહરણો :
ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે, ટોળે વળી મુખ વિકાસી ઉભા રહીને એ અશ્વને કુતુહલે સહુ બાળ- બાળ જોતાં. |
અશ્રુ હતું હૃદયમાં નયણે ન આવ્યું, શબ્દ હતા મન મહીં, ફરક્યા ન હોઠે. |
કેવા તરંગતિ સુરાંચલ સ્વચ્છ નીર, વહેતા પખાળી મઠમંદિર નેહ નીર ! |
રે ભાઈ મૃત્યુ ! ગતકાલ બધો જ તારો, ભાવિતણા તિમિરમાં ઉજળો તું દીવો. |
રે પ્રીત, ભર્તુહરિના ફલમાં તું મૂર્ત! રે ધીક તને, છલમયી છટા હા, તું ધૂર્ત. |
જામી ગઈ તરત ઘોર કરાલ રાત લાગી બધે પ્રસરવા પુર માંહી વાત |
ત્યાં ધૂળ નજરે ઊડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. |
છે એક ઉજજવળ પુરાણ પ્રસિદ્ધ દેશ, ઉષ્મા પ્રતા૫ભર સૂર્ય તપે હંમેશ, આતિથ્યની નગરીઓ જયહીં ન્હાની ન્હાની, ત્યાં પણ છે અમારી કુલની લઘુ રાજ્યધાની |
જાગી વસંત તણી માદક વાંસળીઓ જાગી દુમે દ્રુમની જોબન પાંખડીઓ |
ગંભીર એક તહીં સુંદર બાળ આવ્યો, તે મોરલી નિજ સુહસ્ત વિચિત્ર લાવ્યો. છે માનવજીવનની ઘટમાળ એવી, દુ:ખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી. |
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં! |
ઉદ્ગીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. |
નીખું ત્યાં તો નવલ ધવલાં ખૂલતાં દિવ્ય દ્વાર, જાગે જયોતિ ઝળહળ ત્યહીં દિવ્ય ધામે અપાર. |
---------❌------------------❌--------
અન્ય ઉદાહરણો :
ધરમ-કરમ કેરી ભોમ આ ભવ્ય મારી, અગણિત સુકૃતોની સિદ્ધિ પામેલ સારી. સત-મહત જનોની મુક્તિને ભુક્તિદાત્રી, વિભુવર-વરદાને દિવ્યતાને વિધાત્રી. |
પણ અડગ સમાધિ સારસીની ન છૂટે, ચરણ શરણ જાવું હર્ષ તેને દિસે છે ? |
કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઊપરે ફેરવે છે. |
જમીન દરભવાળી, ચાલ હૈ પાય પોચા, કર શણગટ માથે, તાપ જો સખ્ત કેવો ? |
જલભર નયનોથી એમ પાન્થ સ્ત્રીઓએ, દીધી શીખ પથ જાતી પંખીને જાનકીને |
અધર મધુર તેના જોઉ પામે વિકાસ, વિવિધ કુસુમની ત્યાં નીકળી છે સુવાસ. સરલ હૃદય ઈચ્છે પાપીને પ્રેમ પાવા. |
નોંધ : અહીં આ ભાગ પૂરો, આ ભાગમાં 4 છંદની માહીતી આપવામાં આવેલ છે. બાકીનું આગળના "ભાગ-6" માં.
---------❌------------------❌--------
Comments (0)