GSSSB | Horticulture Assistant Livestock Inspector Junior Inspector Assistant Librarian...
Last Updated :07, Jul 2025
પુલ્લિંગ એકવચનના નામનાં છેડે ‘ઓ' પ્રત્યય આવે છે અને તેના દ્વારા નામ ક્યો લિંગ ધરાવે છે તે જાણી શકાય છે.
તકિયો, છોકરી, તડકો, પાટલો, ટેપલો, આટલો, કૂવો,પંખો, થેલો, છેડો, રૂપિયો અંગારો, ડુંગરો, કાટલો, ચોપડો ડગલો, વગેરે.
સ્ત્રીલિંગ એકવચનના નામને છેડે ‘ઇ’ ‘ઈ’ કે ‘આ’ પ્રત્યય આવે છે.
નીતિ, કીર્તિ, લીટી, ખુરશી, નિયતિ, સ્થિતિ, ખ્યાતિ, વ્યાધી, ધરતી, પૃથ્વી, માટી, માટલી, માછલી વગેરે.
નપુંસકલિંગ એવચનના નામને છેડે ‘ઉ’ પ્રત્યય હોય છે.
ઘેટુ, ગાડું, છોકરું, માથું, બારણું, કપડું, પગથિયું, ચોમાસુ, લાકડું વગેરે.
/- પણ ક્યારેક “ઓ” પ્રત્યય છેડે હોય છતાં સ્ત્રીલિંગના નામો જોવા મળે છે.
દા.ત.- ઘો, છો, બદલો.
/- એવી જ રીતે નામને છેડે ‘ઈ’ પ્રત્યય હોવા છતાં પુલ્લિંગ નામો જેવા મળે છે.
દા.ત.- કવિ, રવિ, હરિ, હાથી, પિતા.
‘ઉ’ કારાન્ત નામો ત્રણે લિંગમાં જોવા મળે છેઃ : ગુરુ, પ્રભુ, વાયુ, સિંધુ.
જેમ કે,
વિચાર, પગ, પર્વત, ઝાદ, વરસાદ
દિવસ, શિક્ષણ, કાળ, બપોર, આગ, કાન, દ્રશ્ય, નાક, સમય, ઘાસ, શાસન, બરફ, ઈંટ, દુઃખ, પેટ, પવન, શોખ.
આવા નામ રૂપોમાં લિંગ જાણવા માટે કેવો-કેવી-કેવું એ મુજબ પ્રશ્ન કરવો પડે છે.
ગુજરાતીમાં કેટલીક સંજ્ઞાઓ કે નામ કોઈ એક જ લિંગવાચક પ્રત્યય લેતી હોય છે.
જેમ કે,
પુલ્લિંગ સંજ્ઞાઓ : રસ્તો, તડકો, પડછાયી, મોગરો, કૂવો, પાયો.
સ્ત્રીલિંગ સંજ્ઞાઓ : નદી, ગરમી, ડાળી, હથેળી, ચામડી, સાડી, બંગડી.
નપુંસકલિંગ સંજ્ઞાઓ : નાણું, ચવાણું, અઠવાડિયું, પતંગિયું.
ગુજરાતી ભાષાના એવા કેટલાક શબ્દો કે જે અલગ-અલગ લિંગ ધરાવે છે.
પથ્થર, જિલ્લો, ઘેલો, ઓછાડ, ફોટો, ભપકો, પ્રભાવ, તાલુકો, પ્રેમ, પગ,સળિયો
રંગ, ખંડ, હાય, નિબંધ, દિવસ, ગુજરાત, પ્રકાશ, કાગળ, બરક, ખભો, ઉછેર, બપોર, ખોબો, ધંધો, પવન, મુખ, જન્મ, વ્યવસાય, અંગૂઠો, વેપારી, ભય, વાયુ, વિકાસ, પ્રભુ, વરસાદ, રોગ, પ્રવેશ, ઉદ્ભવ, નેતા, કાદવ, હાથી, આરંભ, કાર્યક્રમ, દેશ અંત, અંધકાર, સિંહ, પરિચય, શ્રમ.
ખુરશી, ચામડી, સાડી, સારવાર, આજ્ઞા, ગતિ, વાત, કાળજી
દરકાર, વિદાય, ખોટ, ચાલ, કહાણી, ચમક, પીડા, બારી, સલાહ, વસ્તુ, સડક, યાદ, ધૂળ, ભાષા, સાંજ, માટી, વાણી, સંધ્યા, ભૂલ, પંચાત, લડાઈ, વિનંતી, મહેનત, સ્થિતિ, મુશ્કેલી, આંખ, ઓળખ, આંગળી, રાત્રિ, બુદ્ધિ, ચિંતા, સમજ, મૂછ, ડાળી, સવાર, અધોગતિ, માફી, મદદ, નિંદા, શાખા, શૈલી, વિપત્તિ, સત્તા, સંભાવના, દયા, સગવડ.
ખેતર, શિખર, મૃત્યુ, જાહેર, વાદળ, વિશાળ, પાણી, કઠોર, શુદ્ધ, સફેદ, સ્મિત, સરોવર, ખાનગી, આધુનિક, વૃક્ષ, સ્થાન, મિલન, સંગીત, મહાન, સર્જન, ચિત્ર, ગીત, મૂલ્ય, વર્તુળ, આયુષ્ય, શિલ્પ, મિશ્રણ, ભજન, બાળક, ટોળું, સ્વાગત, મંદિર, અસલ, ભવન, જોખમ, જગત, તળાવ, મરણ, ઢોલક, આસન, મરણ, ખાબોચિયું.
જેમ કે,
એકવચન બહુવચન
છોકરા છોકરા
લાડવો લાડવા
પંખો પંખા
ફૉટો ફોટા
ઘોડો ઘોડા
ઉદાહરણો
છોકરો રમે છે. છોકરા રમે છે.
એમ લાડવો ખાધો. બે લાડવા ખાંધા.
પંખો લીધો. પંખા ઘોડો દોડે છે.
ફોટો પડાવ્યો. ફોટા પડાવ્યા.
જે નામોને “ઉ” કારાન્ત નપુંસકલિંગનો પ્રત્યય લાગ્યો હોય તેમનું બહુવાચન “ઉ” પ્રત્યય બાદ કરતાં બાકી રહેતા અંગને “આં” પ્રત્યય લગાડવાથી થાય છે.
જેમ કે,
એકવચન બહુવચન
છોકરું છોકરાં
રીંગણું રીંગણાં
લાકડું લાકડાં
ચીભડું ચીભડા
માછલું માછલાં
ઉદાહરણો:
છોકરું રૂપાળું છે. છોકરાં રૂપાળાં છે.
આ રીંગણું છે. પંદર રીંગણાં છે.
લાકડું લીલું છે. લાકડાં લીલાં છે.
ચીભડું ખાટું છે. ચીભડાં ખાટાં છે.
માછલું તરે છે. માછલાં તરે છે.
આ સિવાયના બાકીના નામોને મોટે ભાગે “ઓ” પ્રત્યય લગાડી બહુવચન કરવામાં આવે છે.
જેમકે,
એકવચન બહુવચન
માણસ માણસો
નદી નદીઓ
બારી બારીઓ
પર્વત પર્વતો
પુસ્તક પુસ્તકો
વાદળ વાદળો
એકવચન: બહુવચન:
માણસ ઈમાનદાર છે. માણસો ઈમાનદાર છે.
આ નદીમાં પાણી નથી. આ નદીઓમાં પાણી નથી.
બારી બંધ છે. બારીઓ બંધ છે.
તે ઊંચો પર્વત છે. તે ઊંચા પર્વતો છે.
તે વિશાળ વૃક્ષ છે. તે વિશાળ વૃક્ષો છે.
વાદળ ઘેરાય છે. વાદળો ઘેરાય છે.
અહીં એક ખુરશી છે. અહીં અનેક ખુરશીઓ છે.
ગુજરાતી ભાષાની એ વિશેષતા છે કે બહુત્વવાચક પ્રત્યય 'ઓ' બધે લગાડવો ફરજિયાત નથી. ઘણાં નામ એવાં છે જેને પ્રત્યય લગાડયા વિના પણ બહુવચનમાં પ્રયોગ કરી શકાય છે.
ગામના બધાં ઘર સુંદર છે.
ગામગામના પાણીમાં તફાવત જોવા મળે છે.
તેમણે અઢળક સોનું મેળવ્યું હતું.
બા ના ફળિયામાં રેતી પાથરેલી હતી.
જેમ કે,
ઘી, દહીં, છાશ, દૂધ, તેલ, મધ, માખણ વગેરે.
માપથી બહુવચનમાં વપરાતા નામ, એક કિલો ઘી, બે કિલો દહીં, એક લિટર દૂધ, કિલો તેલ વગેરે.
કેટલાંક નામ કેવળ બહુવચનમાં જ પ્રયોજાય છે. જેમ કે, ઘઉં, જુવાર, ચોખા, ચણા, મગ, મઠ, અડદ, વટાણા, કપાસ વગેરે.
૧. ગુજરાતી ભાષામાં લિંગના પ્રકારો જણાવો.
૨ પુલ્લિંગનો પ્રત્યય જણાવી ઉદાહરણ આપો.
૩. સ્ત્રીલિંગનો પ્રત્યય જણાવી ઉદાહરણો આપો.
૪. નપુંસકલિંગનો પ્રત્યય જણાવી ઉદાહરણો આપો.
૫. મકાન, રસ્તો, આકાશ, નદી શબ્દના લિંગ પરિવર્તન કરો.
૬. પુલિંગમાંથી સ્ત્રીલિંગ શબ્દમાં રૂપાંતર કરતાં ત્રણ ઉદાહરણો આપો.
Comments (0)