GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
દરેક ભાષામાં જે તે શબ્દની જોડણી નિયત હોય છે. એ જોડણી યાદ રાખવી જોઈએ. ગુજરાતી ભાષાના ઘણાં શબ્દો સંસ્કૃત ભાષામાંથી આવેલા છે ને તેમાંના ઘણાં શબ્દો તત્સમ્ રૂપે અર્થાત્ મૂળ ભાષામાં હોય તે જ રીતે લખાય છે. આથી એવા તત્સમ્ શબ્દોની જોડણીને લગતી કેટલાક નિયમો યાદ રાખીએ તો તેવા ઘણાં શબ્દોની સાચી જોડણી કરવી સરળ પડે.
ઈ.સ. ૧૯૨૦માં ગાંધીજીએ અસહકારના આંદોલનના ભાગરૂપે અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠ નામની સંસ્થા સ્થાપી. એ સમયગાળામાં ગુજરાતી ભાષા ચોક્કસ જોડણીના માળખામાં બંધાયેલી નહોતી, તેથી પ્રદેશે-પ્રદેશે ગુજરાતી ભાષાના લખાણમાં વિવિધતા જોવા મળતી હતી. તેથી ગાંધીજી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી અને ઈ.સ.૧૯૨૭માં એક દળદાર શબ્દકોશ તૈયાર કરવામાં આવ્યો અને આપણી ભાષાને જોડણી અને તેના નિયમો પ્રાપ્ત થયા. એ શબ્દકોશ એટલે ‘સાર્થ જોડણીકોશ’ કોશમાં ગાંધીજીએ પ્રથમ પાના પર લખ્યું છે કે હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.' કોશ આધારિત માન્ય જોડણીના નિયમો અહીં આપ્યા છે તે આપણે સમજીએ. આપણી ગુજરાતી ભાષાના શબ્દો ત્રણ પ્રકારના છે.
સંસ્કૃત ભાષામાં આવતાં ઉપસર્ગોમાં રહેલા ‘ઇ’ કે ‘ઉ’ હ્રસ્વ લખાય છે. તેને પૂર્વગો પણ કહે છે. જેમકે,
અભિમાન, અભિનંદન, અભિષેક, અભિલાષા, અભિનવ, અભિમુખ, અભિવાદન, અભિલેખ, અભિનય, અભિનેતા, અભિરુચિ, અનિનિવેષ, અભિધાન, અભિહિત, અભિસાર, અભિશાપ, અભિવૃદ્ધિ, અભિરૂપ, અભિયુક્ત, અભિમન્યુ, અભિનિવેશ, અભિજિત, અભિજન, અભિયોગ, અભિભૂત, અભિપ્રેત, અભિપ્રાય, અભિવ્યક્તિ.
અપવાદ :
અભીક, અભીત, અભીપ્સા, અભીર, અભીષ્ટ
પરિસ્થિતિ, પરિમિતિ, પરિસીમિત, પરિચિત, પરિગ્રહ, પરિત્યાગ, પરિમલ, પરિણામ, પરિપાક, પરિપાટી, પરિચ્છિન્ન, પરિણીત, પરિશિષ્ટ, પરિકલ્પના, પરિકેન્દ્ર, પરિક્રાંતિ, પરિક્ષીણ, પરિગ્રહ,
અપવાદ :
અરીક્ષિત, પરીક્ષા, પરિસંવાદ, પરિસીમા.
અપવાદ :
પ્રતીક, પ્રતીથી, પ્રતીહાર, પ્રતીપ, પ્રતીતિ.
અતિવૃષ્ટિ, અતિજ્ઞાન, અતિરિક્ત, અતિશય, અતિકલ્પના અતિકાય, અતિકાલ, અતિદાન, અતિધર્મ, અતિભાર, અતિભાષી, પ્રતિમાત્રા, અતિયોગ, અતિરથ, અતિવસ્તી, અતિવાક્ય, અતિવાદ, અતિસ્તુતિ, અતિવેરો, અતિવિવેક, અતિવેચાણ, અતિવસુલી.
અપવાદ :
અતિક્ષણ, અતીત, અતીર, અતીરેક, અતીવ, અતીવ્ર, અતીસાર, અતીન્દ્રિય
અધિવેશન, અધિકાર, અધિપતિ, અધિક, અધિનિયમ, અધિષ્ઠાત્રી, અધિષ્ઠિત, અધિકાંશ, અધિકરણ, અધિકૃત, અધિક્ષેપ, અધિગમ, અધિનાયક, અપિયજ્ઞ, અધિરાજ, અધિરોહણ, અધિવાસ, અધિવેશન, અભિભૂત, અધિદેવ અપવાદ :
અધીત, અધીન, અધીરાઈ, અધિશ્વર, અધીરજ.
બહિર્ગોળ, બહિર્ગત, બહિર્દષ્ટિ, બહિર્ભૂત, ભહિર્મતદાર, બહિર્મુખ, બહિર્લોપિકા, બહિવૃત, બહિષ્કરણ, બહિષ્કેન્દ્ર, બહિષ્કોણ, બહિષ્કાર,
વિકરણ, વિકર્મ, વિકિરણ, વિકૃતિ, વિક્ષેપ, વિઘટન, વિગ્રહ, વિરક્ષણ, વિચિત્ર, વિચ્છેદ, વિજય, વિજ્ઞાન, વિદગ્ધ, વિદર્ભ, વિધાયક, વિનાશ, વિનિયોગ, વિનિમય, વિનિપાત, વિનમ્ર, વિનય, વિસ્ફોટ, વિયોગ, વિરાગ, વિવશ, વિશાખા, વિશિષ્ટ, વિશેષ, વિશ્રાંતિ, વિસર્ગ, વિસર્જન.
અપવાદ :
વીજણો, વીર, વીજળી, વીજન, વીણા, વીધિ, વીરડો, વીરાંગના, વીરોચિત,વીશી.
નિપાત, નિમગ્ન, નિકુંજ, નિગ્રહ, નિકાસ, નિક્ષેપ, નિદર્શન, નિદાન, નિબંધ, નિમંત્રિત, નિમિત, નિયમ, નિયંત્રણ, નિયુક્ત, નિયોગ, નિયોજન, નિકેતન, નિયાન, નિગમન
અપવાદ :
નીકળ, નીડર, નીતિ, નીપજ, નીપટ, નીર, નીરખ, નીરજ, નીરણ, નીરદ, નીરવ, નીરસ.
નિરક્ષર, નિરગ્નિ, નિરતિશય, નિરપવાદ, નિરપેક્ષ, નિરભિમાન, નિરર્થક, નિરહંકાર, નિરાકરણ, નિરાગ્રહ, નિરાધાર, નિરાશ્રિત, નિર્ગુણ, નિર્વહણ, નિર્વાણ, નિર્મમ, નિર્મિત, નિર્વિચાર, નિર્વિષય, નિર્લેપ.
નિસ્તરણ, નિસ્તરંગ, નિસ્તલ, નિસ્તાર, નિસ્તીર, નિસ્તીર્ણ, નિસ્તેજ, નિસ્યંદ, નિષ્કપટ, નિષ્કલંક, નિષ્કર્મ નિષ્કટંક, નિષ્પાપ, નિષ્કાળજી, નિષ્પન્ન, નિષ્પક્ષ, નિષ્પતિ, નિષ્ઠુર, નિષ્ક્રિય, નિષ્કાર્ય, નિષ્કાંચન, નિષ્કંપ.
સલિલ, ઊર્મિલ, અખિલ, જટિલ.
અંતિમ, કૃત્રિમ, પશ્ચિમ, અગ્નિમ.
મહિમા, ગરિમા, નીલિમા, પ્રતિમા, કાલિક
અનુકરણ, અનુશ્રુતિ, અનુકૂળ, અનુભવ, અનુવાદ, અનુરાગ, અનુષ્યને, અનેય, અનુશીલન, અનુષ, અનુકંપા, અનુકા, અનુગ્રહ, અનુચર, અનુચિત, અનુજીવી, અનુજ્ઞા, અનુત્તર, અનુદર્શન અનુપૂર્તિ, અનુપ્રાસ, અનુબંધ, અનુમત, અનુયાપી, અનુયોગી, અનુરાધા, અનુગીય, અનુલેખ, અનુવર્તી, અનુસંધાન, અનુસાર, અનુસૂચિ, અનુસ્વાર, અનુસ્નાતક, અનુશ્રુત, અનુશીલન, અનુવેશ.
અપવાદ :
અનુખળ, અનુચ્છ, અનૂઠું, અનૂડ, અનુત, અનુદ્ધિ અનૂરી,
ઉપગ્રહ, ઉપદેશ, ઉપનામ, ઉપસર્ગ, ઉપવાસ, ઉપમાન, ઉપહાર, ઉપયોગ, ઉપજાતિ, ઉપકાર, ઉપકરણ, ઉપખંડ, ઉપગુલ, ઉપચાર, ઉપચિત્ર, ઉપજીવી, ઉપજ્ઞાન, ઉપતંત્રી, ઉપદ્રવ, ઉપપાતું, ઉપનેત્ર, ઉપપદ, ઉપપ્રમુખ, ઉપભાષા, ઉપભોક્તા, ઉપમેય, ઉપરાજ્ય.
અપવાદ :
ઊપજ, ઊપટ, ઊપણી, ઊપળુ.
પુરબહાર, પુરજોશ, પુરપાટ, પુરજન, પુરવણી, પુરસ્કાર, પુરસ્તવ
અપવાદ:
પૂરક, પૂરણ, પૂરતું, પૂરવછાયો, પૂરેપૂરું.
સુવાસ, સુગંધ, સુવિચાર, સુબોધ, સુભાષિત, સુલેખન, સુપુત્ર, સુશોભન, સુકઠિન, સુકર્મ, સુકંઠ, સુકુમાર, સુકીર્તિ, સુગતિ, સુગ્રંથિત, સુઘડ, સુજન, સુજ્ઞ, સુટેવ, સુડોળ, સુતેજ, સુદર્શન, સુધીર, સુપર્ણ, સુપાત્ર, સુપ્રસિદ્ધ, સુબદ્ધ, સુબોધ, સુમધુર, સુમતિ, સુમાર્ગ, સુવચન, સુવાક્ય.
અપવાદ :
સૂકું, સૂક્તિ, સૂક્ષ્મ, સૂચક, સૂચન, સૂઝ, સૂતર, સૂત્ર, સૂનૃત, સુરોખાર, સૂર.
કુસેવા, કુટેવ, કુપુત્ર, કુપાત્ર, કુકર્મ, કુમતિ, કુપોષણ, કુરિવાજ, કુકવિ, કુખ્યાત, કુચિત્ર, કુતર્ક, કુદ્રષ્ટિ, કુનીતિ, કુપથ, કુપદ્ધતિ, કુપ્રચાર, કુબુદ્ધિ, કુબોધ, કુભાવ, કુભોજન, કુમાર્ગ, કુયોગ, કુયુક્તિ, કુરુપ, કુવાક્ય, કુવિચાર, કુશબ્દ, કુશંકા, કુસંપ, કુસંસ્કાર, કુસંગ
અપવાદ :
કૂકડો, કૂખ, કૂચ, કૂજન, કૂથદી, કૂતરું, કૂથલી, કૂદકો, કૂબો, કૂવો, કૂણું.
દુરાચાર, દુરુપયોગ, દુર્લભ, દુર્ઘોષ, દુર્ગતિ, દુવૃત્તિ, દુર્ભાવ, દુર્જન, દુર્બળ, દુર્ભાગ્ય, દુર્યોધન, દુરાગ્રહ, દુરભિમાન, દુરાચરણ, દુરાત્મા, દુશશા, દુરુક્તિ, દુર્ગુણ, દુર્દશા, દુર્ઘટના, દુર્વ્યવસ્થા, દુર્મુખ, દુર્ભાગ્ય, દુમિત્ર.
અપવાદ :
દૂર દૂરંદેશી, દૂરબીન, દૂરાન્વય, દૂસકૃષ્ટ.
દુષ્કાળ, દુષ્કાર્ય, દુષ્પ્રાપ્ય દુષ્કર્મ, દુષ્કર, દુષ્કર, દુષ્પરિણામ, દુષ્પ્રાપ્તિ, દુસ્તર, દુપ્પાપ, દુષ્પ્રજ્ઞ.
ઉદભવ, ઉદગ્રીવ, ઉદગમ, ઉદ્દામ, ઉદાંત, ઉદ્દીપક, ઉદ્દેશ, ઉદ્દવ, ઉદ્દધ્વસ.
ઉત્કટ, ઉત્કંઠા, ઉત્કર્ષ, ઉત્કલન, ઉત્કપં, ઉત્કીર્વ, ઉત્કૃષ્ટ, ઉત્ક્રાંતિ, ઉત્ક્રોશ, ઉત્ક્ષેપ, ઉત્ખન્ન, ઉત્તમ, ઉત્તર, ઉત્તીર્ણ, ઉત્તેજન, ઉત્થાન, ઉત્પત્તિ, ઉત્પાત, ઉત્પાદન, ઉત્પન્ન, ઉત્સુક, ઉત્સેધ.
ઉન્નત, ઉન્વેય, ઉન્નયન, ઉન્માદ, ઉન્મેષ, ઉન્મત્ત, ઉન્મન ઉન્નતાંશ, ઉન્માર્ગ, ઉન્મુખ, ઉન્મુલખ.
ઉલ્લેખ, ઉલંઘન, ઉલ્લાસી, ઉલાસિની, ઉલ્લેખનીય, ઉલ્લોલ, ઉલ્લંઘન, ઉલ્લાદ, ઉલ્લાસ.
૧. શબ્દના છેડે લાગતાં ‘ઈક’ અને ‘ઈકા’ પ્રત્યય “હસ્વ” લખાય છે.
માનસિક, શારીરિક, શૈક્ષણિક, વૈજ્ઞાનિક, માંગલિક સાહસિક, પ્રાથમિક, આકસ્મિક, પ્રામાણિક, સામાજિક પ્રાદેશિક, સાંવેગિક, વૈચારિક પૌરાણિક, નૈસર્ગિક, તાત્કાલિક, એકાંતિક, આર્થિક, આધ્યાત્મિક, સ્થાનિક, માર્મિક,
વિશ્વક, દાર્શનિક, પ્રાકૃતિક, વૈધાનિક, વાસ્તવિક, વૈયક્તિક, સાંસ્કૃતિક, રસિક, તાર્કિક, સામયિક, પ્રારંભિક, અભ્યાસિક, કૌટુંબિક, ધાર્મિક, ભૌગોલિક, નાગરિક, અઠવાડિક,આનુસંગિક, આલંકારિક, આંતરિક, આયુર્વેદિક, કાલ્પનિક, પારિભાષિક, પારિતોષિક, ગાણિતિક, વાર્ષિક, નાસ્તિક, પખવાડિક, આનુમાનિક, આત્મિક, આત્યંતિક, આકસ્મિક, વૈદિક, ભૌમિતિક,ભૌતિક.
અપવાદ :
રમણીક, પુંડરીક, તાર્તીયીક, લવચીક.
આજીવિકા, નવલિકા, આરાધિકા, ઉપાસિકા, બાલિકા, અબાલિકા, પત્રિકા, માર્ગદર્શિકા, અનુક્રમણિકા, પરિચારિકા, વાચિકા, પુસ્તિકા, લેખિકા, કુમારિકા, સ્મરણિકા, અનામિકા, ભૂમિકા, પ્રણાલિકા, અધ્યાપિકા, હોલિકા, પ્રકાલિકા, શાલભંજિકા, અંબિકા, વાસરિણ, કોશિકા, કૃતિકા, પીઠિકા, નાટિકા, નાસિકા, ગાધિકા, શ્રાવિકા, વિનાશિકા.
૨. શબ્દના છેડે લાગતા ‘ઇત’ અને ‘ઇતા' પ્રત્યય “હસ્વ” લખાય છે.
સમુચિત, સંબોધિત, પ્રતિબંધિત, વ્યવસ્થિત, પરિચિત, લેખિત, ગુણિત, અનુવાદિત, પારિભાષિત, ગૌરવાન્વિત, નિયંત્રિત, સંચાલિત, નિમીલિત, નિયંત્રિત, ગણિત, નામાંકિત, કલંકિત, ક્લુષિત, પ્રચલિત, પ્રકોપિત, પ્રકાશિત, પ્રકટિક, સંકુચિત, સંગઠિત, સંઘટિત, આચ્છાદિત, આજ્ઞાંકિત, અનુદિત, આશ્રિત, આંદોલિત,એકત્રિત, નિરૂપિત, પરાજિત, પ્રસારિત, પ્રોત્સાહિત, મર્યાદિત, દોષિત, અનુબંધિત, પ્રતિષ્ઠિત, સન્માનિત, વિવાહિત, વિલંબિત, નિર્વાસિત, સુવાસિત, વિદિત, અંકિત, પતિત, વિકસિત, વિજ્ઞાપિત, વિચિત્રિત, વિચલિત.
અપવાદ :
અતીત, વિપરીત, વિનીત, પ્રતીત.
સંસ્કારીકા, ઉપયોગિતા, સરિતા, સંહિતા, વનિતા, સંવાદિતા, સર્વદેશિતા, પ્રાર્થયિતા, સમદર્શિતા, દુહિતા, માનિતા, વહિતા, પરાજિતા, આજ્ઞાકારિતા, આજસ્વિતા, સહકારિતા, સંકલપિતા, તેજસ્વિતા, સારગ્રાહિતા સ્વામિતા, વિલાસિતા, સંગૃહિતા, સંયોગિતા, અર્પિતા, સંગિતા.
વિદ્યાર્થિની,યામિની, સુહાસિની, સરોજિની, મૃણાલિની, સંગિની, ભામિની, ગજગામિની, મનસ્વિની, માયાવિની, દામિની, કિલ્લોલિની, કુમુદિની, નંદિની, દર્શિની,વર્ચસ્વિની, વિજયિની, કામિની, મોહિની,દુ:ખિની, મયૂરવાહિની, મંદાકિની, કેશિની, સત્યાવાદિની, યોગિની,તપસ્વિની,વિનોદિની, વિરોધિની, સહભાગિની, કૃપાલિની, કુંડલિની, માલિની, શાલિની, જૈમિની, અપરાધિની, અવગાહિની, કિરાતિની, કુટુંબની, ગૌરંગની, કાર્યની, સ્વામિની, ચિરંજીવિની,ગૃહિણી, શિખરિણી, તરંગિણી, રોહિણી, રાગિણી, નિર્ઝરિણી, ક્ષિણી,ધારિણી, વિરહિણી.
૪. શબ્દના છેડે લાગતા ‘ઈય' અને ‘ઈન’ પ્રત્યયો “દીર્ઘ” લખાય છે.
આત્મીય, વંદનીય, માનનીય, આત્મીય, ચિંતનીય,અવર્ણનીય, મનનીય, રાષ્ટ્રીય, સમ્માનીય,સ્વકીય, પરકીય, સ્વર્ગીય, કરણીય, ભારતીય, રાજકીય, દેશીય, કમનીય, પંચવર્ષીય, પૂજનીય,વૈદકીય, બંધારણીય, રમણીય, આચરણીય, આદરણીય, સેન્દ્રીય, ગણનીય, દ્વિતીય, તૃત્તીય, પ્રકાશીય, કેન્દ્રીય.
'ઈન' પ્રત્યય ધરાવતાં શબ્દો :
પ્રાચીન, શોખીન, ગમગીન, અર્વાચીન, સેવાકાલીન, પરાધીન, સ્વાધીન, સંગીન, તત્કાલીન, પૂર્વકાલીન મધ્યકાલીન, કર્માપીન.
અપવાદ :
પુલિન, કઠિન, નલિન, મલિન.
૫. સંસ્કૃત નામના છેડે આવતા ઉકારાન્ત હ્રસ્વ લખાય છે. જેમકે,
વપુ, વિષ્ણુ, પ્રભુ, ચારુ, વિષ્ણુ, શંકુ, બાહુ, મધુ, મરું, ગુરુ, લઘુ.
૬. સંસ્કૃતમાં નારી જાતિના નામમાં છેડે આવતા ઈકારાન્ત હ્સ્વ લખાય છે. જેમકે,
અનુમતિ, વિભૂતિ, આકૃતિ, આહુતિ, પ્રતીતિ, આવૃત્તિ, સંમતિ, નિયતિ, ઉન્નતિ, વિનંતિ, ઉપસ્થિતિ, સંગતિ, ઉપગતિ, અનુભૂતિ, આપત્તિ, સંપત્તિ, વિકૃત્તિ, સહમતિ, રુચિ, લિપિ, અંજલિ, તિથિ, નિધિ, ઉપાધિ, વ્યાધિ, રીતિ, સંધિ, વિધિ, વૃદ્ધિ.
૭. મૂળ શબ્દના છેડે આવતા ઈન્દ્ર, ઈશ, ઈક્ષ, ઈક્ષા, વતી, મતી, ગીરી પ્રત્યયો “દીર્ઘ” લખાય છે. જેમ કે,
કવીન્દ્ર, રવીન્દ્ર, કપીન્દ્ર, હરીન્દ્ર, જ્યોતીન્દ્ર, સૂરીન્દ્ર, જતીન્દ્ર, યોગીન્દ્ર, ભૂરીન્દ્ર, ભૂપીન્દ્ર.
.• ઈશ :
રજનીશ, જગદીશ, કપીશ, ગિરીષ, હરીશ, જતીશ, યોગીશ, દિગીશ.
નારીશ્વર, કવીશ્વર, દિગીશ્વર, યોગીશ્વર.
પરીક્ષક, પરીક્ષક, સમીક્ષણ, નિરીક્ષક, નિરીક્ષણ અંતરીક્ષ.
પરીક્ષા, સમીક્ષા, નિરીક્ષા, પ્રતીક્ષા.
કર્ણાવતી, માયાવતી, લીલાવતી, કલાવતી, સરસ્વતી, ભગવતી.
સાબરમતી, ભાનુમતી, ચારુમતી, શ્રીમતી, હાથમતી, રૂપમતી.
ગાંધીગીરી, કારીગીરી, યાદગીરી, કામગીરી, દાદાગીરી, દરમિયાનગીરી.
‘પર્વત' ના પર્યાયમાં ‘ગિરિ' હસ્વ હોય છે જેમ કે, નીલગિરિ, ગિરિધર, હિમગિરિ, ગિરિનગર, ધવલગિરિ.
૮. 'ર'ના જોડાક્ષર તરીકે આવતા ‘રેફ’ની પૂર્વે આવતાં ‘ઈ’ અને 'ઊ' દીર્ઘ લખાય છે. જેમ કે,
આશીર્વાદ, શીર્ષાસન, દીર્ઘ, શીર્વ, તીર્થાટન, ઊર્મિ, ઉત્તીર્ણ, કીર્તનીય, તીર્થક્ષેત્ર, ચૂર્ણ, મૂળ, મૂર્ખ, સંપૂર્ણ, પૂર્વોક્ત, ઊર્જસ્વી, પૂર્ણાયમાન.
અપવાદ :
તુર્ક, ઉર્વશી, તુર્ય, કારકિર્દી, ઉર્વશી, ઉર્દૂ, ઉર્સ, ઉર્દગિર્દ.
૯. શબ્દમાં આવતાં જોડાક્ષર પહેલાના ‘ઇ’ કે ‘ઉ' હંમેશા “હ્રસ્વ” લખાય છે.જેમ કે,
ઇન્દુ, ઇન્દ્ર, ઇષ્ટ, ઇચ્છા, તિતિક્ષા, પિત્તળ, પિસ્તાળીસ, ફિક્કુ, ભિસ્તી, ભિલ્લુ, ભિખ્ખુ, ભિક્ષુ, શિષ્ય, શિષ્ટ, શિક્ષા, ટિપ્પણ, વિશ્વ, દિવ્ય, ચિત્તો, ચિત્ર, સિત્તેર, સિદ્ધ, મિષ્ટાન્ન, પવિત્ર, હિમ્મત, કિલ્લોલ, વિસ્તાર, વિષ્ણુ, વિત્ત, મિશ્ર, મિથ્યા, મિત્ર, લિપ્સા, લિજ્જત, નિત્ય, નિષ્ઠા, સંક્ષિપ્ત, શુક, શુષ્ક, મુદ્રા, ધુમ્મસ, રૂદ્ર, ચુસ્ત મુશ્કેલી, ગુસ્સો.
અપવાદ :
શીઘ્ર, સીત્કાર, તીક્ષ્ણ, ભીષ્મ, ગ્રીષ્મ, વીક્ષણ, વીપ્સા, ઈશ્વર, દીક્ષા, તીવ્ર, સૂચ્ય, સૂક્ષ્મ, સૂત્ર, સુક્તિ, મૂલ્ય, તુટ્યુ, ફૂટ્યુ,, ધૂમ, ભૂખ્યું.
૧. માત્ર એક અક્ષરના શબ્દોમાં આવતા ‘ઈ' કે 'ઊ' હંમેશા “દીર્ઘ” લખાય છે. જેમ કે,
હું, તું, શું, છું.
૨. બે અક્ષરવાળા શબ્દમાં પહેલા અક્ષરમાં રહેલા 'ઈ' કે 'ઊ' “દીર્ઘ” જ લખાય છે. જેમ કે,
મીત, શીત, ગીત, ભીડ, તીર, વીર, રીત, ડીલ, ખીલી, ખીલ, ગીધ, ગીર, ચીજ, ભીલ, ચીકુ, બીક, ભીનું, લીટી, ખીજ, બીડ, વીસ, નીત, ત્રીસ, નીર, ચીન, ચીસ, ટીપું, તીખું, દીવો, નીલ, પીઠ, પીઠું, પીર, પીડા, પીઢ, પ્રીત, બીજું, બીજ, ફીણ, ઊન, સીપું, ઊભું, ઊડ, ઊનું, ઊભું, ઊલ, ગુલ, ભૂત, ખુલો, ચૂક, ચૂડી, ખૂબ, ચૂનો, છૂરી, જૂનું, તૂટ, સૂઝ, બુઝ, સૂર, પૂર, ફૂટ, ધૂમ, ભૂત, ભૂખ, ભૂલ, મૂડ, મૂક, મૂડી, મૂળ, શૂલ, સૂડી, સૂકું,
ઊજમ, ઊખર, ઊગમ, ઊપડ, ઊંચક, ઊઠિયો, ઊજળું, ઊણપ, ઊંટનું, ઊથલો, ઊડણ, ઊંડિયા, ઊપજ, નીકટ
ઊભરો, દીકરો, કીમિયો, અડીખમ, ચીમની, ચીપિયો, ચીપટી, પીમળ, ચીભડું, નીડર, ફીરકી, વીજળી, વીજન, વીણો, ઘૂમટો, સૂતર, ચૂકતું, સૂપડું, સુતળી, ચૂટકી, નૂતન, નપુર, પૂનમ, સૂજ, દિવાળી, હિસાબ,, ગિટાર, નિભાવ, નિખાર, નિઝામ, સૂરત, સીસમ, સીવણ, સિતારો, ચિનાબ, પનિહારી, ફુદીનો, ફુવારો, ખુશાલ.
૪. અનુસ્વાર વગરના શબ્દના અંતે આવતા 'ઈ' કે 'ઊ' દીધું “દીર્ઘ” લખાય છે જેમકે,
ચોપડી, ધરતી, ખુરશી, વાટકી, થાળી, બારી, કેળવણી, વીજળી, ગુજરાતી, લાદી, ગરમી, ઠંડી, નિશાની, સુનાવણી, આંગળી, સાડી, લાકડી, આકારણી, ચૂંટણી, રેતી, નોકરી, વાદળી, પંખી, કલાપી, કોઠી, ખીલી.
૫. વિશેષણ પરથી થતાં નામો તેમજ નામ પરથી બનતા ભાવવાચક નામોમાં મૂળ શબ્દની જોડણી રાખવી જેમ કે,
ગરીબ-ગરીબાઈ, પીળું –પીળાશ, ઝીણું-ઝીણવટ, મીઠું-મીઠાશ, જૂઠું-જુટ્ટાણું, વકીલ–વકીલાત, ભીનું- ભીનાશ, લીલું-લીલાશ.
૬. મૂળ શબ્દનાં પ્રથમાક્ષરમાં રહેલા “દીર્ઘ” 'ઈ' કે 'ઊ' સ્વરો જ્યારે એક જ શબ્દમાંથી નવો શબ્દ બનાવે ત્યારે પ્રથમાક્ષરમાં રહેલા સ્વરો “હ્રસ્વ” બને છે જેમ કે,
બૂમ-બુમરાણ, જૂનું-જુનવાણી, છૂટ-બૂટકારો, ઘૂઘરી- ઘુઘરીયાળું, દૂધ-દુધાળુ, ઊજળું-ઉજળિયાત, છૂટવું- છુટકારો, ઝૂરવું-ઝુરાપો, ચીતળ-ચિતાળ, દીવો- દિવડિયું, ધીરવું-ધિરાણ, નીપજ-નિપજણ, ચૂક-ચુકવણી, ધૂમરી-યુમરડી, ભૂત-ભુલામી, મુલ-મુલવણી, ઊતર-ઉતાર, ખુટ-ખટામસ, ઝૂમખું-ઝુમખડું, ચીડિયું-ચિડકણું.
૭. મૂળ ધાતુ પરતી બનતા પ્રેરક કે કર્મણિ રૂપોના પહેલા અક્ષરમાં મૂળ ધાતુનો દીર્ઘ સ્વર સ્વ લખાય છે, જેમકે,
ઊપડ-ઉપાડવું, ખૂટવું-ખુટવાડવું, ઊછરવું-ઉચરાવવું, ઊજમાવુ-ઊજમાવવું, ચીટકવું-ચિટકાવવું, છીપવું-છિપાવવું, ઝૂકવું-ઝુકવવું.
૮. શબ્દના છેડેથી ચોથા કે તે પછીના અક્ષરમાં આવતા 'ઈ' કે ‘ઉ' “હ્રસ્વ” લખાય છે. જેમકે,
ખિસકોલી, નિસરણી, કિફાયતી, સિફારસ, મિજલસ, ચિચિયારી, પિચકારી, શિફારસ, વિનવણી, ઈમારત, શિખામણ, હિમાયત, ટિટિયારો, મિલકત, ગિરનાર, કિનખાબ, ફિસિયારી, કિકિયારી, ચિનગારી, વિલાયત, મિજબાની, ઈલકાબ, ફિલસૂફ, નિખાલસ, હિજરત, ઈલાયચી, ઈઝરાયલ, ઈનકાર, કિફાયતી, ખિલખિલાટ, ખિદમત, ખિલવણી, ખિલાફત, ગિરફતાર, ચિટનીસ,, નિમણૂક, પિરામિડ, બિરયાની, બિરાદર, બિસમાર, ભૂલામણી, ભુલકણું, મુફલિસ, સુક્તાસ, રૂકાવટ, સુધારણા, સુફિયાણુ, શિરામણ, સુનાવણી, વિમાસણ, મુશાયરો, સુસવાટી, શિરપાવ, સુપરત, શિકાયત.
૯. શબ્દમાં ‘ય’, ’યા’, ‘ચો’, ‘યું’ ની પહેલા આવતાં ‘ઈ' સ્વર “હસ્વ” લખાય છે, જેમકે,
વસિયત, પ્રિય, પિયર, મહિયર, ચિડિયલ, નાહિયાણ, ઓલિપણ, કુરિયર, ખાસિયત, કેફિયત, સહિયર, કેરિયર, કેશિયર, ગિયર, ખેરિયત, નસિયત, ગોઠિયણ, ગુણિયલ, કિફાયત, ગાફેલિયત, કાબેલિયત, નાદાનિયત, હેસિયત, હેવાનિયત, પાયોનિયર, એન્જિનિયર, સિવિલિયન.
ફરિજયાત, કરિયાવર, કરિયાણું, ઘડિયાળ, શિયાળો, દરમિયાન, અભિયાન, મરિજયાત, ચોકિયાત, મેલેરિયા, નિડયાદ, ફરિયાદ, પાળિયાદ, વાહિયાત, ચડિયાતું, કિકિયારી, તેલીબિયાં, પાણિયારુ, કાઠિયાવાડ, ખુણિયાળુ, ખસિયાણું, કેસરિયા, કીડિયારું, જરૂરિયાત, ટપૂસિયા, પતિયાર, ખોડિયાર, મજિયારું, ગૂડિયા, અંતરિયાળ, દરિયાઈ, સાલિયાણું, અગિયારી, કાંચળિયા, કિકિયાણ, ઓશિયાળું, એશિયા, કાંકરિયા, કાળિયાર, ઓસ્ટ્રેલિયા, કરિયાણા, કુતિયાણા, વરિયાળી, હરિયાળી, રશિયા, આગિયા, રળિયામણું, કુંડિયામણ, સમિયાણો, શુકનિયાળ.
રૂપિયો, જંબૂરિયો, તકિયો, ખડિયો, મોતિયો, ચીપિયો, કીમિયો, કરોળિયો, દડૂકિયો, ભોમિયો, ખેપિયો કૂંવાડિયો, મુરતિયો, નીઠિયો, ખુશામતિયો, ચાડિયો, દુભાષિયો, અકીકિયો, બડમૂછિયો, બશેરિયો, બહારવટિયો, બળદિયો, બળિયો, ભૂરિયો, ફટાકિયો, પીપિયો, પાતળિયો, નોળિયો, ધોરિયો, દાળિયો, મેવાલિયો, કઠિયારો.
પતંગિયું, પરબીડિયું ચામાચીડિયું, વાદળિયું, કોડિયું, દિવેટિયું પાટિયું, કીચિડયું, ગપોલિયુ, ચોઘડિયું, ગલોટિયું, ગલૂડિયું, ફળિયું, ઘૂંટણિયું, ગરમીટિયું, ગિરમીટિયું, ગૂણિયું, સિંદૂરિયું, ગભરાટિયું, ખિચડિયું, ખાતરિયું, વાતોડિયું, કાગળિયું, કેસરિયું, પાતળિયું, નારંગિયું નખોદિયું, નવાણિયું, નમૂછિયું, નવલોહિયું, પિંઢોળિયું, પુછડિયું.
૧૦. શબ્દમાં પહેલા અક્ષરમાં આવતાં 'ઈ' કે 'ઊ' અનુસ્વાર સાથે આવે તો પહેલા અક્ષરમાં રહેલો સ્વર “દીર્ઘ” લખાય છે. જેમ કે,
ઈંધણ, ઈંઢોણી, ખીટી, છીંકણી, ઢીંગણું, ઝીંક, ચીંધવું, ઝીંકવું, ઢીચણ, વીટણિયો, મીંઢણ, પીંછી, નીંદામણ, લીંબોડી, લીંબડી, ભીંડો, લીંબુ, ધીંગું, ભીંજાવું, શીંગોડું, ઊંધિયું, ઊંધ, ઢીંગલું, ટીંબો, ડીંડવાણું, વીંટી, વીંજણો, મીંચામણાં, નીંદણ, નીંદર, રીંગણી, રીંછ, ધીંગાણું, ફીંડલું, હીંડોળો, શીંગ, ઊંડાણ, ઊંઝા, ઊંકરાટો, ઊંદર, કુંજડી, ગૂંથામણી, હૂંડિયામણ.
અપવાદ :
જિંદગી, ઝિંદાદીલી, કિંકર, કિંશુક, કિંમત, ચિંચિત્, કિંવદંતી, ચુંબક.
૧૧. તદ્દ્ભવ શબ્દોમાં છેડે આવતો 'ઈલ' પ્રત્યય “દીર્ઘ” લખાય છે. જેમ કે,
ગોટીલું, રંગીલું, કોડીલું, નાતીલું, રમતીલું, ઝેરીલું, લાડીલું, રસીલું, રંગીલું.
વાદળું-વાદળાં, પારેવું-પારેવાં, બકરું-બકરાં, રમકડું- રમકડાં, વાંદરું-વાંદરો, કૂતરું-કૂતરાં, પાંદડું-પાંદડાં, ગામડું-ગામડાં, ટીપણું-ટીપણાં, ટીપું-ટીપાં, ઝાડવું-ઝાડવાં, બારણું-બારણાં, નઠારું-નઠારોં, નગારુ-નગારાં, ઠંડું-ઠંડા, સાચું-સાચાં, જુદું-જુદાં, ટોળું-ટોળાં, રાતું-રાતાં, લાકડું-લાકડાં, ખાબોચિયું- ખાબોચિયાં, ખોટું-ખોટાં, કાગળિયું- કાગળિયાં.
નાનું, ઊંચું, પાતળું, ધોળું, લાંબુ ટૂંકું કાળું, આખું, સૂકું, ભીનું, લીલું, અરધું, પીળું.
અમારો બા, તારાં કાકી, તેમનાં દાદી, મારાં ભાભી, એમનાં મામી, આપણાં બા.
હું લખું છું, હું ગાઉ છું, હું વાંચું છું, હું ચાલું છું, હું ખાઉ છું.
વાંદરુ કૂદયું, માછલું તર્યું, બકરું દોડ્યું, કૂતરું ભસ્યુ, છોકરું જાગ્યું.
કૂતરાં ભસ્યાં, માછલાં તર્યા, બકરાં દોડ્યાં, વાંદરા કૂદયાં, છોકરાં જાગ્યાં.
અમે નિબંધ લખીશું, અમે સત્ય ઉચ્ચારીશું, અમે વહેલાં જાગીશું, અમે નકશો દોરીશું, અમે સારું બોલીશું, અમે કાંતિ ફેલાવીશું.
લખતું, વાંચતું, જાગતું, દોડતું, નાચતું, ગમતું, નમતું, રાખતું, આવતું, સૂતું, ડરતું, ભસતું, બોલતું, રહેતું, પાડતું, બાંધતું, ગાતું, સાંભળતું, શીખતું, આવતું, ભાગતું, ભાંગતું.
બાંધતા, વાંચતા, રચતાં, જતાં, આવતાં, ભાગતાં, લાવતાં, ભાંગતાં, સૂતાં, નમતાં, નાચતાં, ગાતાં, ગમતાં, દોડતાં, સચવાતાં, આવડતાં, સાંભળતાં, સંતાતાં, શીખતાં, રાખતાં, રહેતા, ભસતાં.
સચવાયેલું, પંકાયેલું, રખાયેલું, શણગારાયેલું, લખાયેલું, રચાયેલું, વંચાયેલું, કરાયેલું, લખાયેલાં, રચાયેલાં, ઢંકાયેલાં, ગવાયેલાં, રમાયેલાં, ગોઠવાયેલાં, રખાયેલાં, જેવાયેલાં, જોયેલાં, શેકેલું, લખેલું, દોરેલું, જાગેલું, રાખેલું, સુતેલું, રચેલું, વાંચેલું, ખાયેલાં, વાંચેલાં, લાગેલાં, તાકેલાં, ફોડલાં, શેકેલાં, આવેલ, દોડેલા.
ચાલવું, આવવું, ગાવું, જાગવું, સંતાવું, શેકવું, રાંધવું, પીવું, વાંચવું, લખવું, તરવું, ઊઠવું, બેસવું, આપવું, દેવું, સમજવું, રાખવું, ચોરવું, સ્પર્શવું, પાકવું, છેતરવું, અર્પવું, કાપવું, પકડવું, આમંત્રવું, બુઝાવું.
કાગળમાંથી, ચોપડીમાંથી, ગામમાંથી, વાસણમાંથી, છાશમાંથી, ખેતરમાંથી, આકાશમાંથી, વિચારમાંથી, શરીરમાંથી, આંખમાંથી, ઓરડામાંથી, હાથમાંથી, વૃક્ષમાંથી, પાણીમાંથી.
ઘરનું, બધાનું, સૌનું, શહેરનું, શાળાનું, પિતાનું, વિદ્યાર્થીનું, ગામડાનું, મગજનું, બુદ્ધિનું.
મકાનમાં, શહેરમાં, ગામમાં, શરીરમાં, લખાણમાં, ચોપડીમાં, આકાશમાં, વાદળમાં, પત્રમાં, પરીક્ષામાં, વૃક્ષમાં, તળાવમાં, દુનિયમાં.
હું, તું, છું, શું.
વિશ્વાસ, ઉડાઉ, માયાળુ, રખડુ, ઘરરખ્ખુ.
મૃત્યુ, જંતુ, ચીકુ, લીંબુ, પશુ, ધાબું.
લાડુ, ભેર, ભાપુ, લઘુ, શેકુ.
ચાકુ, બાજુ, તમાકુ, વસ્તુ, બહુ.
કિરીટ, હુંસાતુંસી, દિલગીરી, કંદીલિયું, કારયિત્રી, રાજનાથી કૂપમંડૂક, દિગીશ્વર, ડુગડુગિયું, આંટીઘૂંટી, કુરકુરિયું, ભાંગલેલું, નૂતન, જીવાનુભૂત, ન્યુનાર્ષિક, ઊંચમૂચ, ગૂંગળામા, ત્રિપુષિવું, ત્રિકોણમિતિ, નીલમણિ, શિરોબિંદુ, અગડું, અતીન્દ્રિય, અનુગુણ, અનુતીર્ણ, રવીપાક, વિનીત, ચિચિયારી, વીજળી, પરિષદ, વિપરીત, અનુકૂળ, ઉપગીતિ, માહિતી, મિજબાની, મુશ્કેલી, નિરવધિ, ધુમ્મસ, પીડિત, અનુપૂર્તિ, વિભૂતિ, લઘુલિપિ, અનુસ્મૃત, બિલકુલ, નિર્વાણ, સમીક્ષા, અહર્નિશ, ચિંતામણિ, પીજરિયો, પુનનિમયું, પિંઢોળિયું, અગિયારી, ઈસ્વીસન, અંતિમ, અંધાધૂંધી, ટિપ્પણી, શિથિલ, અસ્મિતા, વિછિન્ન, અગ્રિમ, સહાનુભૂતિ, દીપ્તિ, નિર્ભિક, અજિત, શિબિર, અડાબીડ, ભૂરિશ્રવા, કૂતરું, અડીખમ, અડૂદડૂકિયું, મૂંઝવા, અનિમેષ, ધૂમકેતુ, તસવીર, ગળથૂથી, ક્ષિતિજ અલિયા, અધિપતિ, પીયૂષ, જિંદગી, થીંગડું, શિબિર, અધીક્ષક, ઉતાવળું, અનુયાયિની, પરિવેશ, અપીલ, પરિમિતિ, નિસબત, વિનિપાત, પ્રીતિ, સાવિત્રી, અનુલિપિ, અપ્રતિમ, અભીપ્સિત, અરુંધતી, લઘુમતી નીલિમા, તિમિર, મશગૂલ, અશ્મીભૂત, ઝૂંપડું, નિમણૂક, બિસ્મિલ, નિમિત,, અસીલ, આજીજી, આબેહૂબ, કાકલૂદી, ભીતિ, વર્તણૂક, નિષ્ક્રિય, કીમિયો, નિરીક્ષા, ઇલકાબ, આરૂઢ, હીરાકણી, ઇત્યાદિ, ઇન્કિલાબ, ઇન્દ્રજિત, સુમસામ, સુષુપ્ત, સાંદીપનિ, સિલસિલો, ઈલમી, ઈલાયચી, સામુદ્રધુની, નિધિ, ઈંદુમતી, એકદિલી, જિંદાદિલી, કારીગીરી, પિયું, ઇંદ્રિયાતીત, સાબિતી, સિંદૂર, ઉત્કીર્ણ, ઉચાપત, ઉચ્છિષ્ટ, ઉદીપન, ઊજળું, ઊંડિયું, ઊપળું, કદાપિ, કનિષ્ક, કવિયત્રી, કનિષ્ઠ, કિંકિણી, ગરીબી, ગરિમા, કસ્તૂરી, કુલાધિપતિ, ખૂબસૂરત, ગરીયસી, ગર્વિષ્ઠ, ચિકિત્સા, ચિટનીસ, રૂપાળું, નિયમિત, વિશ્વામિત્ર, અદ્વિતીય, ગિરનાર, ચિહ્ન, વિશિષ્ટ, ગિરમીટ, ગ્રીષ્મ, કૌતુહલ, કારકિર્દી, શિખરિણી, નીલમ, પરિશીલિત, નિરીક્ષણ, કૂદાકૂદ, આશિય, કુસુમાયુધ, વિપરીત, શૂરવીર, નિયતિ, નિરીહ, ભૂલચૂક, વીરાંગના, ચિરકાલીન, ચીમની, પ્રતિદિન, પરિક્ષીણ, કૂંપળ, પુત્રવધુ, જડીભૂત, જાગરૂત, જિગીષા, જ્યોતિર્લિંગ, ઝીણવટ, જડીબુટ્ટી, જૂઠાણું, ટચૂકડી, જૈમિનિ, ટીકડી, દલીલ, તરકીબ, તારીજ, તિથિ, ટબૂકડું, તરજુમો, તારીખિયું, તિલાંજલિ, દિગ્મૂઢ, દીવાલ, નજદીક, નીંભાડો, પાણિયારું, પ્રતિભા, ફૂલગૂંથણી, બહુવ્રીહિ, હૂંડી, નિરૂપિત, નીલમણિ, દિલ્લગી, ત્રાહિમામ, ટીપણું, તવારીખ, તાલીમ, તિજોરી, ટુકડી, તીરંદાજ, ત્વરિત, દિલાસો, દૂરંદેશી, નિવેડો, નીરખ, નુસખો, પૂર્ણાહુતિ, પૃથક્કરણ, પ્રતિમા, પ્રવીણ, બલિહારી, બહુમતી, બિસ્માર, નવુંજૂનું, ચિનગારી, સોનુંરૂપ, ધ્રુજારી, સૂકુંભીનું, ચિત્રવિચિત્ર, મૂલ્યાંકન, કિંચિત, ઇતિહાસ, વિલીનીકરણ, ઊંઘરેટું, બીમાર, બેહૂદું, ભરિયું, ત્રિપુટી, દીર્ઘસૂત્રી, નીલમણિ, પગલૂછણિયું, ગ્રંથિ, પીયૂષ, પ્રતીક, શ્રુતિ, કીમિયો, બિલકુલ, ચુંબક, શિશિર, નિર્વાણ, જિંદગી, કાકલૂદી, સમીક્ષા, થીંગડું, ભીતિ, અહર્નિશ, શિબિર, દિગ્વિજય, વિનીત, નિમીલક, ચિંતામણિ, નિસબત, નિષ્ક્રિય, પરિમિત, વિછિન્ન, પ્રતિપોષિત, સ્તુતિ, યામિની, પુનવર્સ, નિરીક્ષા, ટિપ્પણી, નિશીથ, પરિષદ, વીજળી, પરિવેશ, કસ્તૂરી, નિવૃત્તિ, ગ્રીષ્મ, રૂપાળું, સુલિત, નિયમિત, ઇલકાબ, નિરૂપિત, વીર, ભૂલચૂક, અધિનિયમ, વિશિષ્ટ, બંસી, વીરોચિત, ચિંતનીય, કૂંપળ, ફિલસૂફી, રેંટિયો, વીરાંગના, કૌતુહલ, પ્રતિદિન, ધ્રૂજારી, બિરાજવું, નૂતન, પ્રતિજ્ઞા, વિશ્વામિત્ર, કામધેનુ, સૂકું-ભીનું, અદ્વિતીય, પરિક્ષીણ, પરિસ્થિતિ, કાલિન્દી, પૂનમ, વાળીઝૂડી, નીલમ, મંદાકિની, શિખરિણી, કારકિર્દી, પુત્રવધૂ, સ્વીકાર, નવુંજૂનું, નીલમણિ, કોવિદ, પરિચ્છિન્ન, ચિત્રવિચિત્ર, પરિશીલિત, નીતિરીતિ, પરિમિતિ, કૌમુદી, તપસ્વિની, પિપીલિકા, ગૂંથણી, પ્રતિબિંબ, મૂલ્યાંકન, હોશિયાર, હૂંડી, વિપત્તિ, કિન્તુ, ચિચિયારી
કીડિયારું, નિરીક્ષણ, પેનિસિલીન, પ્રતીક્ષા, કૂદાકૂદ, મિજલસ, કિંચિત્ , પૂમડું, પ્રતિબિંબિત, ઇતિહાસ, અભિજીત, ચિનગારી.
ટિફિન, સિવિલ, એપ્રિલ, ડિગ્રી, ઈંગ્લિશ, નોટિસ, સર્વિસ, સ્ટીમર, એલ્ટિમેટમ, આઈડેન્ટિટી, આઈડિયા, આર્ટિફિશિયલ, ઇકોનોમિક્સ, ઇન્ટરવ્યૂ, ઇન્ટીરિયર, ઇન્ડસ્ટ્રી, ઇન્ડિપેન્ડન્ટ, ઇમ્યુનિટી, ઍક્ઝિબશન, ઇન્સ્ટિટ્યૂટ
મ્યુઝિયમ, યુનિફોર્મ, વિક્ટોરિયા, ડિજિટલ, રિલીફ, કાર્યાબિટીસ, ટ્રેજેડી, વિકિપીડિયા, કોસ્મિક, કોસ્મોપોલિટન, મિનલ, ટિસિઝમ, રિયાલિઝમ, કોન્ક્રીટ, કોન્ફિડેન્શિયલ, કોન્ટિનેન્ટલ, કેલ્શિયમ, કૅપેસિટી, કેમિસ્ટ્રી કોન્સ્ટિટયૂશન, એફિશિયન્સી, એડિટિંગ, એડિટોરિયલ, એપ્ટિટયૂટ, ઍનિમોમીટર, એક્ઝિબિશન, ઇન્ડિપેન્ડન્ટ, ઇન્ટીરિયર, ડેન્સિટી, સપ્લિન, ક્રોમિયમ, કોન્ફિડેન્સ, એવરગ્રીન, એલ્યુમિનિયમ.
૧. તત્સમ જોડણી એટલે શું ? કોઈપણ બે નિયમો ઉદાહરણ સહિત સમજાવો.
૨. ઇક' અને 'ઈકા' પ્રત્યય સમજાવી તેના પાંચ-પાંચ ઉદાહરણો આપો.
૩. ‘આશીર્વાદ’ શબ્દમાં ક્યો શ્રેણીનો નિયમ છે તે ઉદાહરણ સાથે દર્શાવો.
૪. ‘નિર્માણ’ અને ‘નીરજ’ રાબ્દની જોડણી વચ્ચેનો ભેદ ઉદાહરણ સાથે સમજાવો.
૬. ‘માનનીય’ અને ‘મંદાકિની’ શબ્દમાં ક્યો નિયમ છે તે ત્રણ ત્રણ દષ્ટાંતો સાથે સમાજાવો છે.
૭. સંસ્કૃત પૂર્વગો ધરાવતા ચાર શબ્દોની જોડણી સમજાવો.
૮. તદભવ જોડણીનો કોઈપણ એક નિયમ ઉદાહરણ સહિત સમજાવો.
૯. 'ઇત' અને 'ઇતા' પ્રત્યયો ધરાવતા શબ્દોની જોડણી સમજાવો.
૧૦. રવીન્દ્ર, નવીન, રજનીશ શબ્દોમાં ક્યો જોડણીનો નિયમ છે તે સમજવો.
Comments (0)