કહેવતો અને તેના અર્થ : ભાગ 2

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ગુજરાતી વ્યાકરણ (પાઠ્યપુસ્તક આધારિત)

હંસ ગયાને બગલા રહ્યાં  :- અસલ વસ્તુ જતી રહીને નક્લી વસ્તુ રહી.
હાડ હસેને લોહી તપે  :- આનંદ અને ગુસ્સો બન્ને સાથે હોવાં.
હાથના કર્યા હૈયે વાગ્યાં  :- પોતાની ભૂલનો પોતે ભોગ બન્યાં.
હોઠ સાજા તો ઉત્તર ઝાઝા  :- વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપયોગ કરી શકાય.
હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા  :- પસ્તાવો કરવાં કરતાં જાતે કરી લેવું સારું.
સોંઘું ભાડુંને સિદ્ધપુરની જાત્રા  :- મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું.
સો દહાડા સાસુના એક દહાડો વહુનો  :- ત્રાસ અને સીતમનો બદલો લેવાની તક એક વખત મળે છે.
સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ  :- સોટીથી ડરાવીએ તો વિદ્યા જલદી આવે.
સૂરત સોનાની મૂરત  :- સૂરત શહેર સમૃદ્ધ શહેર છે.
સેવા કરે તો મેવા મળે  :- જે બીજાનું ભલું કરે તેને અવશ્ય તેનું સફળ મળે છે.
સૂરતનું જમણને કાશીનું મરણ  :- કાશીમાં નીપજેલ મરણ સ્વર્ગ આપે છે. તેમ સૂરતમાં જમણ સ્વર્ગ સમું સુખ આપે છે.
સો મરજો પણ સોના પાલનહાર ન મરજો :- ગરીબ અને દુઃખી માણસોની સેવા કરનાર લાંબું જીવજો.
સોનાની થાળીને લોઢાની મેખ :- અનેક સદ્ગુણો એક અવગુણથી ઝાંખા પડે.
સૂડી વચ્ચે સોપારી  :- ધર્મસંકટ આવવું.
સાંકડા કપાળમાં સોળ ભમરા  :- ગરીબનું નસીબ ગરીબ.
સાત સાંધે ત્યાં તેર તૂટે  :- ઊપજ કરતાં ખર્ચ વધી જવું.
સંઘર્યો સાપ પણ કામમાં આવે  :- દુનિયામાં કોઈ ચીજ નકામી નથી.
સહિયારી સાસુને ઉકરડે મોંકાણ  :- જે સહિયારું છે તેની દેખભાળ કોઈ રાખતું નથી.
સઈની સાંજને મોચીનું વહાણું  :- ખોટા વાયદા કરવા.
શેરને માથે સવા શેર  :- દુનિયામાં એકબીજાથી બળવાન મળી આવે છે.
શેરડી ભેગો એરંડો પાણી પીએ  :- એકની સાથે બીજું પણ લાભ મેળવે,
શિંગડે ઝાલે તો ખાંડોને પૂંછડે ઝાલે તો બાંડો  :- દરેક રીતે વાંકું પાડયા કરે.
સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય  :- અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ પણ લોકોએ ન માને.
વિનાશકાળે વિપરીત બુદ્ધિ   :- આપત્તિ આવવાની હોય ત્યારે અવળું અવળું જ સૂઝે છે.
વાવે તે લણેને ખોદે તે પડે  :- જેવું કાર્ય હોય તેવું ફળ મળે...
લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે  :- લોભ કરનાર છેતરાય છે.
ખાળે ડૂચાને દરવાજા ઉઘાડા  :- પૂરતાં પ્રમાણમાં સાવચેતી ન હોય અને ખોટો સાવચેતીનો દેખાવ કરે.
કૂવામાં હોય તો હવાડામાં આવે  :- મૂળમાં હોય તો જ બહાર આવે.
મન હોય તો માળવે જવાય  :- ઈચ્છા શક્તિથી કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે.
બે હાથ વિના તાળી ન પડે  :- એકતામાં જ કાર્ય સફળ બને છે.
મરણમાં રાજિયાને વિવાહમાં ધોળ  :- જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.
જાગતાની પાડીને સૂતેલાનો પાડો  :- જાગતા માણસને બીજા કરતાં વધુ લાભ થાય છે.
ડાહી સાસરે ન જાયને ગાંડીને શિખામણ આપે  :- પોતે કાર્ય ન કરે અને બીજાને કાર્ય સોંપે.
જર, જમીનને જોરું - ત્રણે કજિયાનાં છોરું  :- પૈસો, જમીન અને સ્ત્રી ઝઘડાનું કારણ બને છે.
છાણના દેવને કપાસિયાની આંખો  :- જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.
ઝાઝા હાથ રળિયામણાં  :- એકતા હોય તો ગમે તેવું કાર્ય થઈ શકે.
ઝાઝી કીડીઓ સાપને તાણે  :- એકતા હોય તો ગમે તેવું અશક્ય કામમાં સફળતા મળે.
ઘેર ઘેર માટીના ચૂલા  :- દરેક ઘરની પરિસ્થિતિ સરખી હોવી.
મોસાળે જમણને મા પીરસનારી  :- સર્વ પ્રકારની અનુકૂળતા મેળવી.
ઘી ઢોળાય તોય ખીચડીમાં  :- લાભ થાય તોય પોતાના જ થાય.
વાવે કલજીને લણે લવાજી  :- મહેનત પહેલો કરે અને ફળ બીજો મેળવે.
ઈશ્વરની લાકડીને અવાજ નથી  :- ઈશ્વર શિક્ષા કરે છે ત્યારે ખ્યાલ આવતો નથી.
આડે લાકડે આડો વહેર  :- ખરાબ માણસ સાથે ખરાબ થવું તે.
જમવામાં જગલોને કૂટવામાં ભગલો  :- મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે. ડ
દૂધનાં દાઝયા છાશ ફૂંકી ફૂંકીને પીએ  :- કોઈ કાર્યમાં મળેલ નિષ્ફળતાથી ગમે તેવી નાની બાબતમાં પણ જોઈ તપાસીને આગળ વધવું.
આંગળા ચાટે પેટ ન ભરાય  :- ખોટી વાતો કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી.
એકલ દોકલના અલ્લા બેલી  :- જેને કોઈ સથવારો નથી તેને ઈશ્વર સહાય કરે છે.
એકે હજારા ને સોએ બિચારાં  :- એક મરદ હોય તો તે હજાર વ્યક્તિને પણ પહોચે છે.
એક જાળામાં સો સાપ દેખ્યા  :- બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.
એક ચિનગારી વન બાળે  :- એક નજીવી બાબત સર્વનાશ નોતરે છે.

-------------*-------------------*-------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up