GSSSB | Horticulture Assistant Livestock Inspector Junior Inspector Assistant Librarian...
Last Updated :07, Jul 2025
એઠું ખાય તે ચોપડયાને ભરોસે | :- | કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ. |
એક મ્યાનમાં બે તલવાર ન સમાય | :- | બન્ને સમર્થ વ્યક્તિ એક જ સ્થાને ન રહી શકે. |
આવ્યો આસો ને મેઘ નાસો | :- | સમય ગતિશીલ છે. |
આંધળા ખરચનું અંતકાળે સરવૈયું | :- | બહુ જ ઉડાઉ માણસ છેવટે દેવાળું કાઢે. |
આંધળાની ગત આંધળા જાણે | :- | જાતઅનુભવ અનુસાર જ્ઞાન હોય. |
આપ સમાન બળ નહિ તે મેઘ સમાન જળ નહિ | :- | જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે. |
આડે લાકડે આડો વેહ | :- | દુષ્ટ સાથે દુષ્ટતા જ શોભે. |
આટો વેચી ગાજર ખાધાં | :- | મોંથી ચીજવસ્તુના બદલામાં સોંધી વસ્તુ મેળવી. |
આગે આગે ગોરખ જાગે | :- | આગળ જતાં ઉપાય મળી રહેશે. |
અરધમાં રામને અરધમાં ગામ | :- | અસમાન વહેંચણી. |
અન્ન આહારે ને થી વહેવારે લેવાય | :- | દરેક વસ્તુ પ્રમાણસર શોભે. |
અન્ન તેવું મન અને પાણી તેવી વાણી હોય | :- | જેવાં ખાનપાન એવાં જ બુદ્ધિવર્તન થાય. |
અફીણનો જીવડો સાકરમાં ના જીવે | :- | ખરાબ વાતાવરણમાં ટેવાયેલો માણસ સારા વાતાવરણમાં ન રહી શકે. |
શ્રમ વગરનું પ્રારબ્ધ લૂલું | :- | પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું છે. |
શેરડીનો સાંઠો પૂંછડા લગી ગળ્યો ન હોય | :- | માણસ સર્વગુણ સંપન્ન નથી. |
શેરડી ભેગો એરંડો પાણી પીએ | :- | એકની સાથે બીજુ પણ લાભ પામે. |
શેઠ આવ્યા તો કહે નાખો વખારે | :- | ઘટિત સત્કારનો અભાવ. |
શીરા માટે શ્રાવક ન થવાય | :- | નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય. |
વિદ્યાહીન નર તે પશુ | :- | ભણેલો હોય તે જ માણસ ગણાય. |
વેળા વેળાની છાંયડી | :- | મનુષ્ય કરતાં સમય વધુ બળવાન છે. |
શઠમ્ પ્રતિ શાક્યમ્ | :- | દુષ્ટ સામે દુષ્ટતા. |
વાંસના કજિયા વન બાળે | :- | નાની વસ્તુને કારણભૂત બનાવી મોટું રૂપ આપવું. |
વરને કોણ વખાણે તો કહે વરની મા | :- | પોતાનું એટલું સારું એમ સૌ કહેતું હોય છે. |
વખતની વાત વખતે છાજે | :- | જે કાળે જે કરવું જોઈએ તે કાળે તે કરવું. |
લેવા ગયો બકરીને ખોળ આવ્યો ઊંટ | :- | થોડું સુખ લેવા જતાં મોટી પીડા આવી. |
લોકની લાજે કે પેટની દાઝે | :- | લાચાર પરિસ્થિતિ. |
લોભે લક્ષણ જાય | :- | લોભથી નુક્સાન પહોંચે. |
વગ કરે પગ | :- | લાગવગથી પ્રવેશ પામી શકાય છે. |
લીલા વનનાં સૂડા ઘણાં | :- | લાભ દેખાય ત્યાં ઘણો આવે. |
લુચ્ચાની પાંચશેરી ભારે | :- | કપટ કરનાર માણસ ઘણીવાર જીતી જાય. |
લાંબા જોડે ટૂંકો જાય મરે નહિ તો માંદો થાય | :- | કોઈનો વાદ કરવો નહિ, પોતાની શક્તિ પ્રમાણે વર્તવું. |
લખતો ભૂલે ને તરતો ડૂબે | :- | જે કામમાં પડે તેની જ ભૂલ થાય. |
રાંટી ઘોડીએ પલાણ માંડી | :- | હલકી વસ્તુથી કામ લીધું. |
રામ રાખે તેને કોણ ચાખે ? | :- | પ્રભુ રક્ષે તેને કોઈ નુક્સાન ન કરી શકે. |
મણ ભાતને સવામણ કૂસકી | :- | વસ્તુ શુદ્ધ ન હોવી. |
મઠ વાવીને બાજરો લણવો | :- | પરિશ્રમ કરવાથી જીવન જીવવા રોટલો કમાઈ શકાય. |
મખમલની મોજડી માથે ન પહેરાય | :- | જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે. |
ભેંશ કૂદે તે ખીલાને જોરે | :- | પીઠબળ વિના ઉત્સાહ ન હોય. |
ભાડાની વહેલને ઉલાળી મેલ | :- | કામમાં બિનપરવાઈ હોવી. |
ભલાનો ભાઈને ભૂંડાનો જમાઈ | :- | વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું. |
ભરમ ભારીને ખિસ્સાં ખાલી | :- | વગર પૈસે ડોળ કરવો. |
ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય | :- | મહાવરાથી બધુ સાધ્ય થાય, મહાવરાથી જ મનુષ્ય પૂર્ણ થાય છે. |
ભૂખે મરતું ચોરી શીખે | :- | ભૂખ્યો માણસ ગમે તે અનિષ્ટ કરે છે. |
હંસની ચાલ ચાલવા જતાં કાગડો પોતાની ચાલ ભૂલ્યો | :- | કોઈની નકલ ન કરવી. |
હસવુંને લોટ ફાકવો સાથે બને નહિ | :- | એકસાથે બે કામ ન કરી શકાય, |
હશે તેનું જશે | :- | જેની પાસે કંઈક હશે તેનો વ્યય થશે. |
સો મણ તેલે અંધારું | :- | સાધન હોવા છતાં કામ સફળ ના થાય. |
સો વાર બકોને એક વાર લખો | :- | લખ્યું બોલે. |
સોય પછવાડે દોરો | :- | સીયને દૌરો અનુસરે છે. |
સોમાં નવાણુંની ભૂલ | :- | હિસાબમાં ગોટાળો. |
-------------*-------------------*-------------------
Comments (0)