કહેવતો અને તેના અર્થ : ભાગ 4

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ગુજરાતી વ્યાકરણ (પાઠ્યપુસ્તક આધારિત)

સૌ ગયાં સગેવગે, વહુ રહ્યાં ઊભે પગે  :- વહુને આનંદથી વંચિત રહેવું થયું.
સૌ સૌના ઘરના શેઠ :- માણસ પોતાના ક્ષેત્રમાં હકૂમત ચલાવી શકે.
સૂતેલા સિંહને જગાડવો નહિ :- કારણ વગર જોખમ ન લેવું.
સૂરજ કાંઈ છાબડે ઢાંક્યો રહે નહિ :- શક્તિશાળી, પ્રતિભાશાળી વ્યક્તિ છૂપી રહી શકતી નથી.
સાંભળ્યાંનો સંતાપ અને દીઠાનું ઝેર  :- સાંભળવાથી દુઃખ થાય અને જોવાથી પણ દુઃખ થાય છે.
સાહેબ મહેરબાન તો ગધ્ધા પહેલવાન :- ઈશ્વરની કૃપા હોય તો મૂર્ખ પણ ઉત્તમતા પામી શકે છે.
સાપના મોંમાંથી અમૃત ન નીકળે  :- દુષ્ટ લોકો પાસેથી સારાની આશા ન રહે.
સાપ કાંચળી બદલે પણ વળ ન મૂકે  :- પ્રાણ અને પ્રકૃતિ બદલાતી નથી.
સારામાં સહુનો ભાગ  :- સુખમાં સૌ ભાગ પડાવે.
સિંહ પાંજરે પડયો ગરીબ  :- ગુલામી દુઃખકર છે.
સુપાત્રે દાન કુપાત્રે ધાન :- દાન પાત્ર જોઈને અપાય.
સુથારનું મન બાવળિયે  :- સ્વાર્થભરી નજર હોવી.
સહુ પોતપોતાના ગીત ગાય  :- સૌને પોતાની જ વાતો કરવી ગમે.
સમંદર તરીને ખાબોચિયામાં ડૂબ્યા  :- મોટા સાહસમાં સફળ થયા અને નજીવા કામમાં નિષ્ફળ રહેવું.
સમો વરતે સાવધાન  :- વખત જોઈ વર્તન કરવું.
સમ ખાય તે સદા જૂઠો :- વાત વાતમાં સોગન ખાય તેનો વિશ્વાસ કરવો નહીં.
સમજુ વેરી સારો પણ મૂરખ ભાઈબંધ ખોટો  :- મૂરખ મિત્ર કરતાં શાણો શત્રુ સારો.
સહિયારી સાસુને ઉકરડે મોંકાણ  :- જે સહિયારું છે તેની દેખસંભાળ કોઈ રાખતું નથી.
સાજા ખાય અન્નને માંદા ખાય ધન  :- બીમાર માણસ પાછળ ધન વધારે વપરાય.
સાગરનું નીર ગાગરમાં ન સમાય  :- અતિશયપણું અને અગાધતા સાથે ન જોવા મળે.
સાજે લૂગડે થીંગડું ન હોય :- કારણ વગર કોઈ કાર્ય ન થાય.
સસરાની શૂળી સારી પણ પિયરની પાલખી ભૂંડી :- સ્ત્રીનું સ્થાન તેના સાસરે જ શોભે.
સર્વ સાથે જે જગન્નાથ  :- જનતાનો સહકાર જગન્નાથ સમાન બળવાન છે.
સવા મણ તેલે અંધારું  :- સાધનો હોવા છતાં ગેરવ્યવસ્થા હોવી.
વાટકીનું શિરામણ  :- ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.
વાસી વધે નહિ ને કુત્તા પામે નહિ :- પ્રમાણસરનું હોવું.
ફૂડના દાંડિયા કપાળમાં વાગે  :- કપટનું પરિમાણ શુભ અને સુખદાયક ન મળે.
કોઈ ધને મોટું કોઈ મને મોટું :- કોઈ ધનવાન હોય તો કોઈ ઉદાર હોય.
કોઠી ધોયે કાદવ નીકળે  :- કુપાત્ર માટે કરેલા સારા પ્રયત્નો સારું પરિણામ આપતા નથી.
કોરા ભાણે આરતી ન થાય  :- ભૂખ્યા પેટે ભગવાનને ને ભજાય.
કેડે છોકરું ને ગામમાં ઢંઢેરો  :- પાસે જ હોવા છતાં બધે જ શોષી વળવું.
કેળ ફળે એક જ વાર ને આંબા ફળે વારંવાર  :- કુળવાન અને સદાચારી એક જ હોય તોપણ ઉપયોગી.
કૂકડીનું મોં ઢેફલે રાજી  :- નાના માણસોને થોડાથી સંતોષ થાય.
કીડી ઉપર કટક  :- નિર્બળ ઉપર બળવાનની ચડાઈ.
કોયલડીને કાગ વાને વરતાયે નહિ :- દેખાવ જોઈને ગુણ પારખવામાં ભૂલ ન કરવી.
કુમળો છોડ વાળીએ તેમ વળે  :- નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય.
કાયા કાચો કુંભ  :- જીવન ક્ષણભંગુર છે.
કાગડો ચાલે મોરની ચાલ  :- દેખાદેખી કરવાનો અર્થ નહિ.
કાગડાની કોટે રતન બંધાયું  :- કજોડું થયું.
કામ કર્યા તેણે કામણ કર્યા :- પરિશ્રમ ફળદાયી છે.
કાષ્ઠની હાંલ્લી એક જ વાર ચૂલે ચડે  :- એવું કામ કે એક જ વાર થઈ શકે.
કાંટા વિના ગુલાબ ના હોય  :- સુખ સાથે દુઃખ હોય જ..
આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ  :- કોઈપણ પ્રકારની ચિંતા ન હોવી
અન્ન તેવું મન અને પાણી તેવી વાણી  :- જેવો ખોરાક હોય તેવું વર્તન હોય
અનાજ પારકું પણ પેટ કાંઈ પારકુ?  :- બીજાનું જમવામાં મર્યાદા રાખવી જોઈએ
આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોય  :- ભગવાનની ઈચ્છા પ્રમાણે જ કાર્ય થાય
સ્મશાન વૈરાગ્ય સ્મશાનમાં જ રહે  :- ક્ષણ પૂરતું જ્ઞાન આવવું
હક્કનું હશે તો તકે આવશે  :- પોતાના નસીબનું કઈ અન્યત્ર જતું નથી.
હથિયાર કરતાં હિંમત વધે  :- હિંમત વિના વિજય હાંસલ થતો નથી

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up