નિપાતની સંપૂર્ણ માહિતી

 

  • નિપાત એટલે અવ્યય.
  • જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને નિપાત કે અવ્યય કહે છે. જુદા-જુદા અર્થમાં એ પડે છે.

(નિ + પત = પડવું) તેથી તેને નિપાત તરીકે ઓળખવામાં આવે છે.

  • નિપાતો આ પ્રમાણે છે :- અને, જો, તો, જ, યા, કે, વા, હવે, તથા, પરંતુ વગેરે...

 

  • નિપાતનાં મુખ્ય ચાર પ્રકારો છે :-

(૧) ભારવાચક.

(૨) સીમાવાચક.

(૩) વિનયવાચક.

(૪) પ્રકીર્ણ અથવા લટકણિયાંરૂપ.

 

(૧) ભારવાચક નિપાત:-

  • ભારવાહી અર્થ બનાવે તે ભારવાચક નિપાત.
  • એટલે કે જ્યારે વાક્યનાં કોઈ પદ ઉપર ભાર મૂકવાનો અર્થ આવતો હોય ત્યારે વપરાતા નિપાત એટલે ભારવાચક નિપાત.
  • તો, ય, જ, પણ, સુધ્ધા, વગેરે ભારવાચક નિપાતો છે.

 

  • ઉદાહરણો :

છકડો જકાતનાકે ઊભો રહી જય.

ભણેલાં સુદ્ધાં આવી ભૂલ કરે છે.

એમાં જાણવાની બાબતો પણ ઘણી છે.

કાદવ જોવો હોય તો એક ગંગા નદીને કાંઠે કે સિંધુને કાંઠે.

અમે આજે કરવાં નીકળવાનાં છીએ.

અમે તો સાગર તરી જવાના.

સાંજે તો ફળિયામાં રમત હોય.

નર્મદા તો બસ નર્મદા છે.

તેમણે ક્યારે વ્યસન કર્યું નહોતું.

અમારાથી સરસ રમત રમાઈ હતી.

વૃક્ષો ઉપર પણ હવે ફૂલ આવવા માંડયા હતા.

કુટુંબ પણ ઉજવણીનાં ઉમંગમાં હતું.

સભામાં નેતાજીના ભાષણ સાથે સોંપો પડી ગયો.

આખરે રસ્તો પણ રાત્રે સુમસામ થઈ જાય છે.

દૂરથી ગિરનાર પર્વતના દર્શન થઈ જતા હતા.

ચોકઠાં પણ હવે બહુ કામ આપતા ન હતાં.

મને તો કંઈ સંભળાતું નથી.

મુંબઈ શહેરમાં તો પ્લેગને લીધે હુલ્લડો પણ થયાં છે.

બધા દેવોને પોતાના અલગ-અલગ વાહન છે.

મોટાભાઈ, ભણવા માટેની તો તક છે.

આવું સાંભળતાં લાવરી બચ્ચાંને લઈને નાસી ગઈ.

એમની જોડે ધૈર્ય પણ ચાલતું આવે છે.

મે મહિનાની ચોથી તારીખે તેઓ પણ ગયા.

ખરાબ વ્યક્તિના હૃદયમાં પણ કોઈક ખૂણે સારપનો અંશ પડેલો હોય છે.

કવિઓ સાથે ચર્ચા ન કરવી એ ઉત્તમ.

 

(૨) સીમાવાચક નિપાત :-

  • જેમાં સીમા-મર્યાદા અંકાતી હોય, સીમા-મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે તે સીમાવાચક નિપાત કહેવાય.
  • કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન, છેક, લગીરે. વગેરે સીમાવાચક નિપાતો છે.
  • ઉદાહરણો :-

કેવળ તમારા માન ખાતર હું આવીશ.

તદ્દન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી.

મેળામાં તે સાવ એકલો પડી ગયો હતો.

છેક આવું થશે એવી મારી ધારણા નહોતી.

ફક્ત દસ મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા.

પાદરની ઘોડે દૂર માત્ર ખેતર જ દેખાતા હતા.

બાળકો સિવાય કોઈનો અવાજ સંભળાતો નહોતો.

મંદિરની આજુબાજુ ફક્ત શ્રદ્ધાળુની જ ભીડ જામી હતી.

કેરીઓથી આંબાની ડાળ સાવ નમી ગઈ હતી.

બાના ઠપકાથી તેને લગીરે દુઃખ થયું નહી.

ધરમશાળા નજીક પહોંચ્યા ત્યાર છેક સામાન યાદ આવ્યો.

ગણિતના દાખલા માત્ર કાળા અક્ષર બરાબર દેખાતાં હતા.

બાની આંખોમાં વાત્સલ્ય માટે કેળવ આસું હતાં.

ઘોડાને લગામમાં રાખવા માત્ર એક માણસની વ્યવસ્થા કરી હતી.

સિંહની ફક્ત ગર્જનાથી જ લોકો ભયભીત થઈ ગયા.

એની ડાળીઓ માત્ર જાળીઓ જેવી હતી.

એનો સંકલ્પ માત્ર ફટાકડા ફોડવા પૂરતો હતો.

લેખકને તેની વાત તદ્દન સાચી લાગી હતી.

તેઓ સભામાં સાવ છેલ્લી હરોળમાં બેઠા હતા.

કાદવથી શરીર ખરડાઈ જાય છે અને કપડાં સાવ મેલાં થઈ જાય છે.

મહારાજ ફક્ત તમારી પાસે વાસુદેવની પૂજા કરાવે છે.

માત્ર ચોમાસામાં વરસાદનાં કારણે નદીઓમાં પૂર આવે છે.

છોકરાંઓ ફક્ત અંગ્રેજી શીખી શક્યાં.

પરીક્ષામાં સાવ છેલ્લો નંબર તેનો હતો.

 

(૩) વિનયવાચક નિપાત :-

  • જેમાં વિનય, વિવેક, માન, મોભી કે આદરનો અર્થ દર્શાવાતો હોય તેવા નિપાત તે વિનયવાચક નિપાત.
  • ‘જી' વિનયવાચક નિપાત છે.
  • ઉદાહરણો :-

ગુરૂ મળ્યાતુલ્ય માની પધારશોજી.

મારી હતાશાનું કારણ સ્વામીજી સમજી શક્યા નહીં.

ગુરુજીના દર્શનથી બધા દુ:ખો જતાં રહ્યા.

દાદાજીની વાર્તાઓ આજે પણ અમને યાદ છે.

વનમાં વ્હાલાજી કને, હુંય વસું છું નેન.

અમને  ગુરુજીએ આશીર્વચન આપ્યાં હતાં.

પિતાજીના અવસાન બાદ ઘર ખાલીખમ થઈ ગઈ હતું.

અમારા વંદન આપના ચરણોમાં  સ્વીકારશોજી.

આ પત્ર વાંચી પ્રત્યુત્તર આપોજી.

ભાવનગરના મહારાષ્ટ્ર કૃષ્ણાકુમારસિંહજી પ્રજા વત્સલ હતા.

અમે આશ્રમમાં સ્વામીજી પાસે બેઠી હતા.

વૈદ્યજીએ વ્યવસનમુક્તિ માટે સરસ ઔષાધિ તૈયાર કરી હતી.

મીરાંબાઈએ પ્રભુજી માટે પદો લખ્યો હતો.

સ્વામીજી ડાભી તરફના બાંકડે બેઠા હતી.

સામાન્ય રીતે માજી આ સમયે ક્યારેય ઉભા ન હતાં.

વહેલી સવારથી પંડિતજી સાથે સાથે ચાલ્યાં.

બાપુજી પહેલેથી જ રૂઢિચુસ્ત હતાં.

તેમણે પોતાનું મસ્તક શ્રીજીના ચરણે ધરી દીધું.

પ્રભુજી, અમારાં પર અમીવર્ષા રાખોશોજી

 

(૪) પ્રકીર્ણ અથવા લટકણિયાંરૂપ નિપાત :-

  • વાક્યના અંતે વિનંતી, આગ્રહ અથવા તો અનુમતિ વગેરે જેવાં અર્થમાં અને ક્યારેક તો એમ જ લટકણિયાંરૂપે પ્રયોજાય ત્યારે તેમને વાક્યનાં લટકણિયાંરૂપ પ્રયોજાતા નિપાત તરીકે ઓળખાવી શકાય.
  • પ્રકીર્ણ અથવા લટકણિયારૂપ નિપાતો વાક્યના છેડે વધુ આવતાં હોય છે.
  • ઉદાહરણો :-

ધોડીક ચા લેશો કે ?

મને તમારી પેન આપશો કે ?

મને એમનું સરનામું લખવો તો.

અંબાજી પગપાળા જઈ આવ્યા, કેમ ?

મને એમ કે તમે નહિ ચાલી શકો.

ભાઈ, થોડું જમશો ને ?

આંબાએ તો વસંત ઋતુમાં સરસ શણગાર સજ્યો છે ને ?

આ પ્રશ્નનો જવાબ આવડે છે ખરો ?

આ વખતે અમદાવાદ ચોક્કસ જવું છે, બરાબરને ?

તમને હવે ગણિત સમજાય ગયું છે, બરાબર ?

આ ચોમાસામાં વરસાદ નહી આવે તો. ?

ગદાધર તોસવાર પડીને ચાલવા માંડયો ને ?

હવે તો અથાગ પરિશ્રમ કરવો જ છે, કે?

વ્યવહારમાં પ્રામાણિકતા એ જ ઉત્તમ રસ્તો છે, ખરુને ?

તમે મને મદદ કરશો કે ?

મિત્રની સલાહ પ્રમાણે દરેકે ટાઈમટેબલ બનાવવું તો ખરું જ.

આટલી દશ રૂપિયાની પણ અમારી શાહુકારી નથી કે ?

કોઈ તકલીફ તો નથી ને ?

પરિવારના બધા લોકો આવશે ખરાં ને ?

બાપુ, ગામડું સંભારજે હો !

 

GPSC મુખ્ય પરીક્ષા માટેનાં પ્રેક્ટીસ કરી શકાય તે માટેના અગત્યના પ્રશ્નો  :-

 

૧. નિપાત એટલે શું? પ્રકારો જણાવો.

૨. સીમાવાચક નિપાત ઉદાહરણ સાથે સમાવી.

૩. પ્રકીર્ણ નિપાત દ્રષ્ટાંત સાથે સમજાવો.

૪. ભારવાચક નિપાત દ્રષ્ટાંત સાથે સમજાવો.

૫. વિનયવાચક નિપાત ઉદાહરણ સાથે સમાજાવો.

૬. ફક્ત, કેવળ, તદ્દન ક્યા પ્રકારના નિપાત છે તે સમજાવો.

૭. જ, તો, પણ, ક્યા પ્રકારના નિપાત છે તે વાક્યમાં પ્રયોગ કરી સમજાવો.

૮. સીમાવાચક નિપાતના કોઈપણ પાંચ ઉદાહરણો લખો.

૯. ભારવાચક નિપાતના કોઈપણ પાંચ ઉદાહરણો લખો,

૧૦. વિનયવાચક નિપાતના કોઈપણ પાંચ ઉદાહરણો લખો.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up