રૂઢીપ્રયોગ અને તેના અર્થ - 9

વાત ખાઈ જવી   :- જવાબ ન આપવો, મુદ્દો દબાવી દેવો.
વરસ કૂતરાંને નાખવાં   :- જીવન એળે જવું, આયુષ્ય વેડફાવું.
વહેતી નીકે પગ દેવો   :- ખલેલ કરવી, ચાલતા કામમાં વિઘ્ન નાખવું
અજાડીમાં પડવું   :- મુશ્કેલીમાં આવી પડવું
અજીરણ થવું   :- વાત કહી દેવી
અટકળ કરવી   :- અનુમાન કરવું
અટકાયતમાં લેવું   :- કેદમાં પકડી રાખવું
અટકુંલટકું મારવું   :- ડોકિયું કરતા જવું
અટામણમાં જવું   :- નકામું થઈ જવું
અટીનો કરાર   :- પાકા બંધનવાળો કરાર
અહિંગણ મૂકવું   :- ટેકો ગોઠવવો
અડદમગ ભરડવા   :- વગર વિચાર્યે જેમ તેમ દીધે રાખવું
અડદાવો નીકળવો   :- ખૂબ થાકી જવું
અડદાવો કાઢવો   :- કામ વડે ઢીલું કરી દેવું
અડધું અડધું થઈ જવું   :- અતિ હરખમાં આવવું
અડધો પાયો ઓછો હોવો   :- જરાક ગાંડુ હોવું
અડવડિયું આવવું   :- લથડાઈ પડવું
અડવું લાગવું   :- રુચિ બહાર લાગવું
અડતાળો જોખવો   :- મારવું
અડિંગા લગાવવા   :- ધામો કરીને બેસવું
અડી મારવી   :- ચોરવું 
અઢાર ઘંટીનો આટો ખાધેલું   :- પાકું અનુભવી
અણકૂટ ભરવો   :- અન્નકૂટનો ઉત્સવ ઉજવવો
અણી સાચવવી ખરી   :- કટોકટીના વખતે મદદગાર થવું
અકતો પાળવો   :- ધંધા રોજગારમાં રજા રાખવી
અકળામણ કાઢવી   :- રોષ કે ક્રોધ કાઢવો
અક્કલ મારી જવી   :- સમજ જતી રહેવી
અક્કલે કહ્યું કરવું   :- સૂઝ પડવી
અક્કલ ધરાણે મૂકવી   :- બુદ્ધિ કે સમજ ન રહેવી
અક્કા કરવી   :- દોસ્તી કે અબોલા લેવા
અક્ષર ઉતારવા   :- મહેણું ટાળવું
અકારત જવું   :- નકામું થવું
અકારું પાડવું   :- જૂઠું કે ભોઠું પાડવું
અખેતરિયા ઉતરાવવા   :- દાણા ભુવા પાસે જોવરાવી શું વળગ્યુ છે તે નક્કી કરવું
અગતે જવું   :- અવગતિ થવી
અગ્નિ ભક્ષણ કરવી   :- સતી થવું
અગ્નિને ઊંધઈ ન લાગવી   :- જે ખરું કે શુદ્ધ છે તેને ડાધ ન લાગવો
અગ્નિસાત કરવું   :- અગ્નિ ભેગું થાય તેમ કરવું
અગિયારા ગણવા   :- નાસી જવું
અધી પડવુ   :- આપોઆપ ઝાડો થઈ જવો
અધીને ઉસેડવું  :- ન કરવાનું કરી બેસી તે સુધારવા મથવુ
અચૂકબાણ આવવું   :- જરૂર આવવું
અછો અછો કરવું   :- લાડ લડાવવા
અજમો આપવો   :- લાંચ આપવી
અજમો ફકાવવો   :- અજમો ખવડાવવો, રીસ દૂર કરવા ઉપાય કરવો
અજવાળામાં આવવું  :- પ્રસિદ્ધિ મળવી
અમલ પાણી કરવાં   :- કસુંબો કાઢીને પીવો
અરમેળે ચડવું  :- અધ્ધર હોવું
અરધું અડધુ થઈ જવુ   :- અતિ હરખમાં આવવું
અરબા ઊડવા   :- ગુસ્સે થઈ સામે થવું
અર્ધ્ય આપવું   :- પૂજવું, સન્માન કરવું
અદૂગડું રહેવું   :- નિરાંત ન રહેવી
અર્ધચંદ્ર આપવો   :- ગરદન પકડી કાઢી મૂકવું
અલ્લા એક બદામ થવું  :- સાવ ગરીબ થઈ જવું
અવળા પાટા દેવા   :- ભ્રમમાં નાખવું
અવળી પાઘડી કરવી   :- વચનમાંથી ફરી જવું
અવસરે મોતી ભરડવાં   :- પ્રસંગે બરોબર ખર્ચ કરવું
અવાળુ આવવું   :- સોજો આવવો
અસર તળે આવવુ  :- છાપ પડવી
અંગ આણવા   :- કશી આઠ વગર ઋણ મેળવવું
અંગ કાઢી લેવુ   :- જાત બચાવી લેવી
અંગારા ઊઠવા   :- ખૂબ દાઝ ચડવી
અંગીઠીનો અંગારો   :- દેખાવે બહારથી નરમ
અંગુર આવવો   :- રુઝાવું
અંગૂઠે કમાડ ઠેલવું   :- પોતાનું કામ બીજા પર સેરવવું
અંગૂઠે મારવું  :- તિરસ્કારવું
અંગૂઠો આપવો   :- સહી કરવી-મંજૂર રાખવું
અંગૂઠો ચૂમવો   :- ખુશામત કરવી
અંજન પાડવું   :- દીવો કરી તેની મેશ ભેગી કરવી
અંટેવાળે આવવું   :- વચ્ચે અડફટમાં આવવું
અંતર ખોલવું   :- મનની વાત સાફ કરી દેવી
અંતરાય આવવો   :- વિઘ્ન થવું
અંતિયા કરવા   :- મરણિયા થઈને વર્તવું
અંદેશ આણવો   :- શંકા કરવી
અંધારપછેડો ઓઢવો  :- ગુપ્ત કે અજ્ઞાત થઈ જવું
અદૂગડું રહેવું   :- નિરાંત ન રહેવી
અત્તર ગુલાબ થવા   :- અત્ત અને ફુલ આપીને સન્માન થવુ
અધ્ધર ઊડવું   :- આધાર કે પાયા વિના ફાવે તેમ વર્તવું
અધ્ધરને અધ્ધર રાખવું   :- જંપીને બેસવા ન દેવુ
અધ્યાહાર લેવું   :- ખૂટતું ઉમેરવું
અધિયારી કરવી   :- નકામી માથાઝીક કરવી
અધીરાઈ આવવી   :- ધીરજ ન રહેવી
અધૂરા પૂરા કરવા   :- આયુષના બાકી દહાડા જેમ તેમ જીવી કાઢવા
અઘોટિયું કાઢવું   :- અર્ધી કોઠી રસ કાઢવો
અન્ન ભેગું થવું   :- ખાવા પામવું
અન્નનુ પાણી થવું   :- ખાધેલાનો ફાયદો ન થવો
અન્યારી ખડકવી   :- હેલ બરોબર ગોઠવીને ગાડામાં ભરવી
અનૂતમાં આવવું   :- હરામ મળવું, ખરી કમાણીનું ન હોવું
અપીલ થવું   :- હૃદયમાં ઊતરવું
અપૂશણમાં જવું   :- કશી ગણતરીમાં ન લેવાવું
અબખો કાઢવો   :- અરુચિ દૂર કરવી
અબેતબે કરવું   :- તુચ્છકારથી બોલવું
અબોખે થવું   :- અભાવ થવો
અબોટ દેવો   :- લીંપી કરીને સાફ કરવું
અભરાઈ ઉપર ચડાવવું  :- મન ઉપર ન લેવું
અભરે ભરવું   :- સમૃદ્ધ કરવું
અભોગ વાળવો   :- પુરું કરવું
અમલ ઊતરવો   :- સત્તા જતી રહેવી
અમરપટો લખાવીને આવવું   :- અમર જન્મવું કે હોવું
છ કાને થવું   :- વાત ત્રીજા માણસને કાને જવી

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up