શબ્દસમૂહ માટે એક શબ્દ- 1

 

દૂધમાંથી દહીં બનાવવા વપરાતું દ્રવ્ય મેળવણ
જમીન પર સૂઈ આઠેય અંગથી કરેલા પ્રણામ સાષ્ટાંગ પ્રણામ
મકાનમાં અજવાળા માટે મૂકેલી નાની બારી જાળિયું
બારણું બંધ રાખવાનું આડું લાકડું કે લોખંડની પટ્ટી ભોગળ
દેશ ખાતર પોતાના પ્રાણ આપનાર શહીદ
ચિત્ર ભૂંસાઈ જવું તે  ચિત્રવિલોપન
છાપરાંનાં ટેકારૂપ મુખ્ય આડું લાકડું  મોભ
ઉપકારનો બદલો અપકારથી વાળનાર કૃતદન
જન્મમરણના ચક્રમાંથી છૂટી જવું તે મોક્ષ
પોતાની જાતને છેતરવી તે આત્મવંચના
જુદી જુદી જાતિઓના વંશનો અભ્યાસી નૃવંશશાસ્ત્રી
બીજાના મત વિશે સહનશીલતા  મતસહિષ્ણુતા
મરણ વખતનું ખતપત્ર વસિયતનામું
સમુદ્રમાંથી જીવના જોખમે મોતી લાવનાર  મરજીવા
આંબા પર પાકવા આવેલી કેરીઓ શાખ
જેના સ્પર્શથી લોખંડ સુવર્ણ બને છે તે પારસમણિ
જેને કોઈ ઉપમા ન આપી શકાય તેવું અનુપમ
જેનો માર્ગ કલ્યાણકારી હોય તેવો : ભદ્રમાર્ગી
જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત અસ્તાચળ
હાથીના માથા ઉપર બે બાજુ ઊપસી આવેલો ભાગ  કુંભસ્થળ
જયાં આકાશ પૃથ્વી મળતાં દેખાય તે ક્ષિતિજ
સ્ત્રીઓ માટેનો ઘરનો અંદરનો ભાગ અન્ત:પુર
કમળમાંથી જન્મેલી કમલોદ્ભવા
મળસ્કે કરાતું સ્નાન  ઉષસ્નાન
નજર આગળથી ખસે નહિ તેવી કેદ નજરકેદ
એક ફળ જે લગ્નની વિધિ વખતે કોડ બંધાય છે મીંઢળ
વસ્તુ ભરવાની લાકડાની મોટી પેટી પટારો
વ્યક્તિનાં મૃતદેહને દાટી ઉપર કરેલું ચણતર કબર
પોતાનું સર્વસ્વ કોઈને અર્પણ કરવું તે સ્વાર્પણ
પરિવર્તન કે ઊથલપાથલનો સમય સંક્રાન્તિ
તરત જન્મેલા બાળકને ગોળ વગેરેનું પાણી આપવાની ક્રિયા ગળથૂથી
સ્વરને કંપાવીને ગાવું તે ગમક 
કાવ્યમાં જ્યાં કોઈ વિશેષ અર્થ પૂરો થાય તે સ્થળ પરિન્ધાસ
ચણતર વિનાનો કૂવો ખાદરું
સાંસ્કૃતિક વારસો ધરોહર
શુદ્ધ ચૈતન્યવાળું નિરંજન
ખભે નાખવાનું વસ્ત્ર ખેસ
પુસ્તકો વાંચવામાં જ રચ્યોપચ્યો રહે તે ગ્રંથકીટ
ઓળખ છુપાવીને રહેવું તે અજ્ઞાતવાસ
બે પ્રેમીઓ વચ્ચે થતી વાતચીત ગુજગોષ્ઠિ
માટીના વાસણ વેચનારો કૂજડો
મોટા ખંડનો નાનો કે પેટા ખંડ ઉપખંડ
આંખોનું ઊપડવું તે ઉન્મીલન
ગવાય નહિ તેવું ગદ્ય
કૂવા પરના પથ્થર પર દોરડાના પસારાથી પડેલો ખાડો ઘરેડ
હોળી પછીને દિવસે કરવામાં આવતી એક ક્રિયા ધીમ
ખાવાની એક હલકી વાની ઘેંશ
તેલીબિયા પીલવાનું યંત્ર ધાણી
જેને લઈને વસ્તુને માપી શકાય છે તે એનું લક્ષણ પરિમાણ
આડી અવળી નવરાશની વાતો ગપસપ
ગામના પાદર પરની ગોચર જમીન ગભાણ
ઘર બાંધવા માટેની જગ્યા ઘરથાળ
લીટી આંકવી તે રેખાંકન
ખેર વૃક્ષમાંથી પ્રાપ્ત થતો ગુંદર ગોરડ
યાદ કરવા માટે ફરીથી લખાયેલો પત્ર સ્મૃતિ પત્ર
નદીનું પૂર અભિપ્લવ
જ્યાં ચિત્રો પ્રદર્શિત થાય છે તે જગ્યા ચિત્રવીથિ
રાત્રિઓનો સમૂહ ગણરાત્ર 
નાહવાનું પાણી ઊનું મૂકવાનું વાસણ ઉનામણું
કોઈપણ શાસ્ત્રની સાંકેતિક સંજ્ઞાઓ કે શબ્દો પરિભાષા
નાટક કે ભવાઈમાં સ્ત્રીનો વેશ લેનાર પુરુષ ખેળો
માટીની ભીંતનું નાનું ઘર ખોરડ
શેરડીના બીજ રાખવાનો ખાડો ગડારો
ફળના નિમિત્તે કરેલું કર્મ કામ્યકર્મ
બળતું લાકડું કે સળેખડું ખોયણું
જેને કોઈ જાણતું ન હોય તેવું ગુમનામ
ચોમેર જોવું તપાસવું તે પરિપ્રેક્ષણ
રંગભૂમિનો પડદો નેપથ્ય
મેશ પાડવાનું કોડિયું કાજળી
પાણીમાં ડૂબે ને અંદર ચાલે તે પનડૂબી
બરોબર કે અતિ ક્ષીણ હોય તે પરિક્ષીણ
મંડપની બહારનો ખુલ્લો ચોક ચાચર
રસ્તામાં મુસાફરને પાણી પાવાની ધર્માદાની જગ્યા પરબ
ઘર આગળની બાંધેલી-બારણાવાળી છૂટી જગા ખડકી
એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂકો ગુલાલ
નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ તરાપો
ગાયોમાં ઊછરેલો ગધેડો ગોખર
કળા કરેલી હોય એવો મોર કળાયલ
જયાં હત્યા થઈ હોય એવું અપવિત્ર ગોઝારું
નવું ચિંતવી કે ઉપજાવી કાઢવાની શક્તિ કલ્પના
પહાડની તળેટીનો પ્રદેશ તરાઈ
મંદિરના શિખર તરીકે મુકાતો ઘાટ કળશ
અંજન વિનાનું નિરંજન
બે પાંપણ મળવી કે ભેગી થવી તે કસો
નદીમાંનો ઊંડો ભાગ ઘૂનો
ગ્રહણ કરવા યોગ્ય ગ્રાહ્ય
ઘોડાની જેમ એકદમ પસી આવતું મોટું પૂર ઘોડાપૂર
સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ જાગીર
પ્રભુ કે પરમાત્માનું તદીય
માત્ર એક જ તન્માત્ર
કપાસ લોઢવાનો સંચો ચરખો
નાશ પામે તેવું નશ્વર
જન્મ આપનારી જનયિત્રી
પર્વતની આજુબાજુનો નીચાણનો પ્રદેશ તળેટી
તરત ચેતી જાય તેવું ચકોર
વેરાન કે રહેવાય નહિ એવી ઝાડીની જગ્યા જંગલ
પોતાની જાતનું અભિમાન જાત્યાભિમાન
હોમ નિમિત્તે રાંધેલું અન્ન ચર
ખજૂરીનાં પાંદડાની ગૂથેલી ઝોળી જંબીલ
પાણીમાં બાંધેલો કિલ્લો જંજીરો

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up