શબ્દસમૂહ માટે એક શબ્દ- 2

ટચલી આંગળી કનિકા, કનિષ્ઠિકા
નમાવી કે વાળી શકાય તેવું નભ્ય
પરણવા જતા વરને પહેરવાનો ફૂલનો એક શણગા ખૂંપ
નાહ્યા ધોયા વગર જ્યાં જઈ ન શકાય એવી જગ્ય નવેણ
ખરાબ કે અશુભ અનિષ્ટ બનાવ દુઘર્ટના
ઢળતાં કાઠાનો છીછરો થાળ ખૂમચો
ઘૂંટવાના અક્ષરોનો કાગળ ગરડો
ફળની કે ઝાડના થડની અંદરનો ગર્ભ ગર
પોતાને જ નુક્સાન કરનારું આત્મવિઘાતક
અનાજ ભરવાનો ઓરડો કોઠાર
કાબૂમાં રાખવું મુશ્કેલ એવું પ્રબળ દુર્દમ
બ્રહ્મસ્વરૂપ થવું તે કૈવલ્ય
તૂટેલો-ફૂટેલો નકામો સામાન કબાટ
ઈશ્વર આગળનો ઈન્સાફનો દિવસ કયામત
નાટકની લખાવટની ચારમાંની એક શૈલી કૌશિકી
સ્વર્ગનો એક કુંડ કે હોજ કૌસર
એક સ્થાનેથી બીજે સ્થાને જવું તે ક્રાંતિ
કોડી જેટલી કિંમતનો તાંબાનો સિક્કો કાકિણી
અનુમાન કરવા યોગ્ય ઉન્નેય
એકબીજામાં પરોવાયેલું ઓતપ્રોત
વહાણનો સુકાની કર્ણિક
લેણદેણ વગેરે સંબંધી વખત દસ્તાવેજ
મરણ પામેલું દિવંગત
ગુરુ પાસેથીવ્રત, નિયમ કે મંત્ર લેવો તે દીક્ષા
લશ્કરનો અસબાબ ખેલખાના
કદંબમાંથી બનતી એક મદિરા કાદંબરી
જેનું શરીર દૂબળું છે તે ક્ષીણવપુ
તત્ત્વને જાણવાની-શોધવાની વૃત્તિવાળું તત્ત્વન્વેથી
ગાડાની આગળના ભાગમાં આવેલું બળદની કાંધ પર મૂકવા માટેનું આડું લાકડું ધૂંસરું
સીધુ-સરખું કરવું તે ઉન્નયન
દીવો મૂકવાની ઘોડી દીવી
ભાર લઈને કોઈ દૂરની જગ્યાએ જઈ આપવું તે ખેપ
ખરાબ વર્તનવાળું દુર્વિનીત
માલ કે વેપારવણજની વસ્તુનો સંઘરો કરવો તે ખેલો
ઘન પ્રાપ્ત કરવું તે દ્રવ્યોપાર્જન
મંદિરનો અંદરનો ભાગ ગભાર
યોગના આઠ અંગમાંનું એક નિયમ
કાનમાં વાત કહેવી તે કાનાફૂસી
નૈઋત્ય ખૂણાનો દિગ્ગજ કુમુદ
આકાશમાં ફરનારું ખેચર
સૂચિત કે ગર્ભિત અર્થ નિહિતાર્થ
દેવને ધરાવેલી ખાવાની વસ્તુ નેવેદ
ગાયનું દાન કરવું તે ગોદાન
ગોળા-પથરા ફેકવાનું જોતર જેવું સાધન ગોફણ
કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાઈ પરિખા
રણમાં રેતી ઊડીને થતો ઢગલો ઢૂવો
ઘોડા કે બળદને અપાતો સુકો દાણો ચંદી
નમ્રતાથી કહેવું તે દરખાસ્ત
ધ્વનિ કે વ્યંજના વિશેનો પ્રકાશ કે જ્ઞાન ધ્વન્યાલોક
વર્તુળનો ઘેરાવો પરિઘ
કલ્પનામાં આવે તેવું કલ્પ્ય
ગદ્ય અને પદ્ય બન્નેવાળી સાહિત્યકૃતિ ચંપૂ
શાક વેચવાનો ધંધો કરનાર માણસ કાછિયો
લાંબા આકારનું તળાવ દીર્ઘિકા
લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો કે મોકલાતો પત્ર પરિપત્ર
દૂધ, દહીં, ઘી, મથ અને ખાંડનું મિશ્રણ પંચામૃત
કોઈ જગ્યાએ અટક્યા વગરની મજલ દડમજલ
પરિપુષ્પ થવું કે કરવું તે પરિપોષ
પૈસાનો ચોથો ભાગ દમડી
આંખમાં આંજવાની મૈશ કાજળ
કામકાજના કાગળિયાં, ચોપડા વગેરેનો સંગ્રહ દફતર
એક સાથે જમવા બેઠેલો આખો સમૂહ પંગત
ધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણોને અપાતું દાન દક્ષિણા
પદ પરથી દૂર કરાયેલું પદચ્યુત
ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી ચિત્રિણી
ત્રણ થાંભલાવાળું વહાણ તરકોશી
ઘડપણ વિનાનું નિર્જર
ખેડવા માટે અમુક શરતે ઢોર ભાડે રાખવું તે કંધોડું
જાણે અજાણે થયેલા દોષની ક્ષમા માગવી તે ખમતખામણું
ગુંજન થઈ શકે એવું હોવું તે ગુંજયત્વ
ગાયોનું ટોળું ગોકુળ
ચીરેલા લાકડાનો ક્કડો ચિતાળ
કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિકરૂપ તત્ત્વ
ઓટ પછી બાર મિનિટ સુધી પાણી સ્થિર રહે છે તે નિખાર
ઉદ્દેશ વિનાનું નિરુદ્દેશ
ગુપ્ત રાખવા યોગ્ય ગોપનીય
હસતાં ગાલમાં પડતો નાનો ખાડો ખંજન
બ્રહ્મ કે સત્યરૂપ તદાત્મ
અતિ મુશ્કેલ કે મોટું કામ જગન
ઈહા-આશા કે ઇચ્છા વગરનું નિરીહ
તપથી પવિત્ર થયેલું તપઃપૂત
ખુલ્લા શુદ્ધ દિલનું નિખાલસ
ઘણા લોકો જોવા મળે એવો ખેલ કે રમત તમાશો
તપ વડે પાપ ક્ષીણ કરવું તે નિર્જરા
તીર મારવામાં કુશળ તીરંદાજ
એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે એવું જંગમ
રેસાવાળી ફૂલની માંજર-મંજરી ચમરી
નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ તાવરસું
પ્રકાશથી ઝગમગતું જાજવલ્યમાન
સુખ દુઃખ આદિ છંદોનું ધીરજથી સહન કરવું તે તિતિક્ષા
આંખથી સાંભળનાર ચક્ષુ : શ્રવા
ગણનામાં ન લેવા જેવું નગણ્ય 
અગાઉ ન જોયું, જાણ્યું હોય એવું નવું
જમાઉધારનું તારણ તારીજ
વસંત ઋતુનો સરખા દિવસ અને રાતવાળો દિવસ : નવરોજ
આશ્ચર્ય કે નવાઈ પામેલું ચમત્કૃત
ગાડાના માલ માટે કરાતી પાંજરા જેવી રચના જાકડો
પવિત્ર હોવાનો ઢોંગ કરતું ચાગલું
અવિધ કે હદ બહારનું નિરવધિ
ઘોડાના દાબડાનો અવાજ પડઘી

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up