શબ્દસમૂહ માટે એક શબ્દ- 3

 

ઘસડાઈ આવીને કરેલો કાદવ ચગું
સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ મડાગાંઠ
વરસાદ લાવવા માટે ગવાતો રાગ મલ્હારરાગ
ચર અને અચર વસ્તુ ચરાચર
મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભાતું
તેલીબિયાંમાંથી તેલ કાઢવાનું યંત્ર ઘાણી
પાપ વગરનું નિષ્પાપ
જેમનું તેમ અકબંધ
માનપૂર્વક સ્વીકાર સમાદર
જેનો કોઈ શત્રુ નથી તે અજાતશત્રુ
નજરોનજર જોવું યા મળવું તે સાક્ષાત્કાર
વાદળથી ઢંકાયેલું અભાવૃત્ત
ઝાકળથી શોભાયમાન  તુષારમંડિત
ભૂતોનું ટોળું  ભૂતાવળ
બે ડુંગરા વચ્ચેનો સાંકડો માર્ગ  ઘાંટી
મદારી કે જાદુગરનો મદદનીશ  જંબૂરિયો
અપેક્ષિત ન હોય તેવી વાત  ગતકડું
વિશ્વાસ મૂકવા યોગ્ય વચન  આપ્તવાણી
ભક્તિ કરવા યોગ્ય  ઉપાસ્ય
હળદર વગેરે મસાલા  હવેજ
ગાય કે ઘેટાંબકરાંનો વાડો  ઝોક
મુખમાંથી બહાર પ્રગટતી વાણી વૈખરી
કરવા યોગ્ય કર્મોનો ભાવ  કૃતકૃત્યતા
ખુદાને માનનાર  ખુદાપરસ્ત
સમાધાન ન થઈ શકે તેવું અસમાધેય
હૃદયની વાત જાણનાર  અંતર્યામી
ગાડાનો રસ્તો ચીલો
નવું ફૂટેલું પાન કૂંપળ
દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ ગોરસી
સમુદ્રમાં રહેલો અગ્નિ વડવાનલ
તાગી ન શકાય તેવું અતાગ
વાદળનો સમૂહ ઘનદળ
જેને સીમા નથી તે અસીમ
રંગોનો ભંડાર રંગનિધિ
અગ્નિની જવાળાઓનો સમૂહ જવાલાવલિ
પરસેવાનું ટીપું સ્વેદબિંદુ
રક્ષણ કરનાર ત્રાતા
ગોદડાં વગેરે મૂકવાનો થોડો ડામચિયો
મડદાને બાળવા લઈ જનારો ડાઘું 
ખાલી દેખાવ કે ગણવા પૂરતું અવેજી ડમી
નગારા પર ચામડાં મઢનારો ડબગર
સિંહની ગર્જના ડણક
વાતચીતથી થતો ઓછો ઘોંઘાટ કલબલ
કલાઈ અને સીસાની મેળવણીથી બનેલી ધાતુ કથીર
રાંધવામાં રહી ગયેલો એક તરફનો કાચો ભાગ ઓગલો
વાદ અને વિવાદ ઊહાપોહ
જેના મૂળિયાં ઉપરની બાજુ જતાં હોય તેવું ઊર્ધ્વમૂલ
ખાધા બાદ પાછળ જે ખાવાનું વધે તે અકરાંત
અગ્નિની આંચ અગનઝાળ
સૌથી આગળનું અગ્રસ્થ
આકાશમાં ઝબૂકતી વીજળી અચિરપ્રભા
જીવ જન્મતો કે મરતો નથી એવો મત અજાતવાદ
લગ્નવિધિ વખતે વર કે કનયા સાથે રહેનાર મિત્ર અણવર
જેમાં કડીને બાંધનાર પ્રસન હોય તેવું અતૂકાન્ત
કોશમાં નિરૂપિત વિષયનોન્ધ અધિકરણ
કોઈ વર્તન કે કાર્ય માટેનો અખત્યાર કે અધિકાર અધિપત્ર
પૃથ્વીની ઉપરની સપાટી ધરાતલ
અદા કરવું તે અદાયગી
મુસાફરીનો થાક અધ્યખેદ
યજ્ઞ ક્રિયા કરાવનાર અધ્યયું
અંધારાનો અભાવ અધ્વર્યુ
વાદળ વગરનું અનભ્ર
અત્યાર સુધી નહિં આવેલું અનાગત
સાચવી રાખવા સોંપેલું અમાનત
માંસ વિનાનું અનામિષ
ઢાંક્યા વિનાનું અનાવૃત્ત
આજનું નહિં એવું અનદ્યતન
બંદૂકનો દારૂ રાખવાનો ડબો માબર
ઘેર ઘેર ફરી ભિક્ષા માગવી તે  માધુકરી
માન માગતી કે અભિમાની સ્ત્રી માનુની
મનુષ્ય સંબંધી માનુષ
વાહન પર ઢંકાતો ઓઝલ કે પડદો માફો
ભેંશનું પાણીના ખાડામાં પડી આળોટવું તે માદળું
ઝીણું ઝાકળ જેવું પડતું વાદળ મેઘરવો
રસોઈ કે જમતી વખતે પહેરવાનું રેશમીવસ અબોટિયું
કોઈની સાથે જોડાયેલું કે ગૂંથાયેલું અનુસ્યૂત
સતત ઊંડો અભ્યાસ અનુશીલન
મનોગત ભાવનો બાહ્ય વિકાર અનુભાવ
એક જ્ઞાનના સાધનથી થયેલું બીજું જ્ઞાન અનુમિતિ
સહાનુભૂતિથી ઊપજતો આનંદ અનુમોદ
પરંપરાથીકે પૂર્વેથી સંભાળતું કે સમજાતું આવેલું અનુશ્રુત
આગળની વસ્તુ સાથેનું જોડાણ કે તેમ આવતી વસ્તુ અનુસંધાન
મરનારપાછળ શોક કરવા ભેગું થવું તે મોકાણ
લશ્કરની મોખરાની વ્યૂહરચના મોરચો
કુટુંબની મુખ્ય સ્ત્રી મોભણ
મોભ ઉપર ઢાંકવાનું મોટું નળિયુ મોભારિયું
ગાદી તકિયા વગેરેની ખોળ ગલેફ
પરચૂરણ વકરાનું નાણું રાખવાનું પાત્ર ગલ્લો
ચાર ગાઉનું અંતર જોજન
એક વસ્તુને બધી રીતે મળતી આવતી બીજી વસ્તુ જોટો
ધૂંસરીની સાથે બળદને જોડવાનો પટો જોતર
આકરામાં આકરી તપસ્યા કરનાર તપસ્વી જોટિંગ
ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ જોગાણ
ઘાસ સાથે મસળીને બનાવેલું છાણું જેરણું
સવારનો કુમળો તાપ જેરકી
જ્ઞાનમાંથી પેદા થતું જ્ઞાનમૂલક
અરધાપરધા જ્ઞાનને કારણે વિપરીત બનેલું જ્ઞાનદગ્ધ
ટીપણું જોઈ ભવિષ્ય ભાખી ખાનારો ટિપણિયો
દેવતાની ચિનગારી કે અંગારો તણખો
જોઈએ તેવી અનુરૂપ શક્તિ કે ગુણવાળું તત્ક્ષમ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up