શબ્દસમૂહ માટે એક શબ્દ- ૪

હાથીનો ચાલક મહાવત
યુધ્ધે ચડેલી વીરાંગના રણચંડી
ચૌદ પાતાળમાંનું પાંચમું પાતાળ રસાતલ
કરિયાણું વેચનાર વેપારી મોદી
સહન ન થઈ શકે તેવું અસહ્ય
મૂળમાં હોય એના જેવી જ કૃતિ પ્રતિકૃતિ
નાશ ન પામે એવું અવિનાશી
નિયમમાં રાખનાર નિયંતા
સારો આજ્ઞાંક્તિ પુત્ર સપૂત
માથે બાંધવાનો છોગાવાળો સાફો શિરપેચ
જીત સૂચવનારું ગીત જયગીત
વર્ણવી ન શકાય એવું અવર્ણનીય
વિનાશ જન્માવનાર કેતુ પ્રલયકેતુ
બીજા કશા પર આધાર રાખતું સાપેક્ષ
કાર્યમાં પરોવાયેલું પ્રવૃત્ત
દહીં વલોવવાથી નીકળતું સત્ત્વ ગોરસ
સૂકા ઘાસના પૂળાની ગંજી ઓઘલી
ચિંતા વગરનું નિશ્ચિંત
યોગ્યતાની ખાતરી આપતો પત્ર પ્રમાણપત્ર
ચાર હાથવાળા વિષ્ણુ ચતુર્ભુજ
દોઢ માઈલ જેટલું અંતર કોશ
મોહ પમાડનાર શ્રીકૃષ્ણ મોહન
લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર સંઘાડો
રહીરહીને પડતા વરસાદનું ઝાપટું સરવડું
સમગ્ર જગતનું પોષણ કરનાર વિશ્વંભર
યાત્રાનું સ્થાન તીર્થ
દેવોની નગરી અમરાપુરી
પૂર્વે જન્મેલાં પૂર્વજ
વેદનાનો ચિત્કાર આર્તનાદ
ઘરની બાજુની દીવાલ કરો
સામાન્યથી વધારે જ્ઞાન અતિજ્ઞાન
તાજેતરમાં જન્મ લેનાર નવજાત
બાળકો તરફનું વહાલ વાત્સલ્ય
સાંભળી ન શકનાર બધિર
સ્ત્રીના પિતાનું ઘર પિયર
સંદેશો પહોંચાડનાર સેવક દૂત
સ્નેહથી ભીંજાયેલું સ્નેહભીનું
અંગૂઠા પાસેની આંગળી તર્જની
દશ વર્ષનો ગાળો દાયકો
પવન જેવા વેગથી દોડનાર પવનવેગી
આપબળથી આગળ વધનાર આપકર્મી
સારું-નરસું ગ્રહણ કરવાની શક્તિ વિવેક
જેને જોઈ કે સમજી ન શકાય તેવું અગોચર
ન્યાયાધીશ કે અદાલતનો નિર્ણય કે ફેંસલો અધિમત
કિંમત વધારો થવો તે અધિમૂલ્ય
પરાજય કરનારું અભિભાવક
તજવીજ કરનાર અધીક્ષક
સત્ છે કે અસત્ તેનો નિર્ણય ન આપી શકાય તેવું અનિર્વચનીય
પાછળ ચાલનારું અનુચારી
મહાયરૂપે મંજૂર થયેલી રકમ અનુદાન
તપાસ અંગેની કાર્યવાહી અનુયોગ
આજ્ઞા પાળનારું અનુવર્તી
એકબીજા પર આશ્રિત હોવું તે અન્યોન્યાશ્રયદોષ
સંગ્રહ કે સ્વીકાર ન કરનાર અપરિગ્રહ
'હું બ્રહ્મ છું' એમ જાણવું તે અપરોક્ષજ્ઞાન
મટકું માર્યા વગર અપલક
સાથેનું અન્ય પાત્ર ન સાંભળે એ રીતે આડું જોઈને બોલવું તે અપવાર્ય
જેની આશા ન હોય તેવું અપ્રત્યાશિત
અમર્યાદા ખર્ચ કરનાર અમિતવ્યયી
ચંદ્રની સોળ કળાઓમાંની એક કળા અમૃતા
અર્થને પ્રગટ કરનારું અર્થદ્યોતક
પરવાળાનો બેટ પ્રવાલદ્વીપ
પોતાની જીવનકથાનું વૃત્તાંત આત્મકથાનક
પોતાની જાત પ્રત્યે થતો અવસાદ કે ખિન્નતા આત્મગ્લાનિ
પરંપરિત પતનની પ્રક્રિયા નિપાત
કળીવાળો એક પ્રકારનો ઝભ્ભો કમીઝ
મુશ્કેલીથી જોઈ શકાય એવું દુર્દર્શ
શત્રુને હંફાવે તેવું પરંતપ
વાદળોનો સમૂહ કાદમ્બિની
ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ પરંપરા
વઘ કરાયેલું નિહત
નવું ઉદય થયેલું કે ઊગેલું નવોદિત
પોતાના ઉપર જ આધાર રાખનારું એકાત્મ
એકસરખો આચાર એકાચાર
એક આંખવાળું એકાક્ષ
બધું મળીને થતું એકંદર
એક જ સ્થાને રહેલું કે આવેલું એકસ્થ
એક જ સૂત્રે પરોવાયેલું એકસૂત્ર
યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ ઋત્વિજ
નવું દર્શન પામનાર પુરુષ ઋષી 
લાગણીનો ઉછાળો ઊભરો
અનાદર કરવો તે ઉલ્લંઘન
ઉપાય થઈ શકે એવું ઉપેય
ઉપાસના કરવા યોગ્ય ઉપાસ્ય
ઊંચી ડોકવાળું ઉદ્દગ્રીવ
તરી પાર ઊતરેલું ઉત્તીર્ણ
ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા ઈશાન
કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ પશ્ચાત્તાપ
બજારમાં જઈ કરવામાં આવતી ખરીદી હટાણું
કુટુંબ કે વતનનો સ્થાન-ત્યાગ કરવો એ હિજરત
કોઈપણ મંદિર કે તીર્થસ્થાનની પ્રદક્ષિણા કરવી તે પરિક્રમા
મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ : શાલભંજિકા
બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવા માટેની પોથી બાળપોથી
રોજિંદી ખબરો કે સમાચાર આપતું પત્ર વર્તમાનપત્ર
એક ઠેકાણીથી બીજે ઠેકાણે ખસી શકે તેવું જંગમ
આનંદ યા ઉત્સવનો મેળાવડો જલસો
જે ખાડામાં ટેકવાથી બારણું ફરે છે તે ચણિયારું
નોતરેલા મહેમાનોનો સમૂહ નોતર
થોડા પગથિયાં પછી આવતું પહોળું પગથિયું પગથાર
કાગળનો નાનો ટુકડો પતાકડું

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up