શબ્દસમૂહ માટે એક શબ્દ- 6

શહેરમાં ગાતા ગાતા ફરવું તે નગરકીર્તન
વાણીના પ્રહાર પસ્તાળ
વીરનું પ્રશસ્તિકાવ્ય પવાડો
અધ્યયનમાં પાર ઊતરેલું. પારંગત
ફરીથી જોવુ તપાસવું તે નજરસાની
કાપણી કરીને આડો નાખેલો પાક પાથરો
નિયત સમયે જેનું સેવન કર્યા વિના ન ચાલે તેવી ટેવ પાંજણી
ખભાથી કોણી સુધીનો હાથનો ભાગ પાંગોઠું
બાળકને પગ ઉપર ઝુલાવવું તે પાવલોપા
દક્તર હિસાબ વગેરેનું કામ કરનાર કારકૂન
રાત્રે ખીલતું કમળ કુમુદ
સુંદર લાંબા કેશવાળી સ્ત્રી કેશિની
જાદુથી લોકોની આંખને ભુલાવામાં નાખવી તે નજરબંધી
ઈન્દ્રિયોને જીતી હોય એવું જિતેન્દ્રિય
વહાણનો પાછળના ભાગનો નાનો ફાળકો કે ભંડાર ધબુસો
તૃતીયને લગતું તાર્તીયીક
વારસ થવાના હક વિનાનું અદાયાદ
મહાવરા વિનાનું અનભ્યસ્ત
આજ્ઞા ન કરી શકાય તેવું અનાજ્ઞેય
અતિ લોક કે તૃષ્ણા ગૃધ્યા
પ્રકૃતિના ગુણવાળુ ગુણાત્મ
ઈચ્છા પ્રમાણે ભારે થઈ જવાની યોગની એક સિદ્ધિ ગરિમા
અગ્નિ સ્વરૂપ પરમાત્મા મહાનલ
વૃધ્ધ છતાં મજબૂત બાંધાનું ખખડધજ
ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ ગદબ
આંગળીના છેડાનો ભાગ ટેરવું
વિચારો વિગેરે ચિત્તમાં સંઘરવાની શક્તિ સ્મૃતિ
દોઢ પૈસાનો સિક્કો દોઢિયું
આંગળી ઉપરની સાંધા આગળની રેખા વેઢો
પ્રજા ઉપર પ્રેમ રાખનાર પ્રજાવત્સલ
અનાજ રાખવાની જગ્યા વખાર
નવા આવનારા આગંતુક
વાદળાની ગર્જના અને વીજળી ગાજવીજ
બેસવાના માપનું નાનું ગાદલું ગાદી
સાંકડા મોનું પાણી ભરવાનું વાસણ ગાગર
ઘન પદાર્થને ઓગાળવો તે દ્રવીકરણ
ધન પ્રાપ્ત કરવું તે દ્રવ્યોપાર્જન
જેમાંથી વસ્તુ લેવા છતાં ખૂટે જ નહીં એવું વાસણ અખેપાત્ર
પોતાની મેળે સેવા આપવા તત્પર સ્વયંસેવક
મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ જાંગડ
નાક વડે બોલાતો વર્ણ અનુનાસિક
ચોપડીઓમાં જ મસ્ત રહેનાર વેદિયું
પચાસ વર્ષ પૂર્ણ થતાં ઉજવાતો ઉત્સવ સુવર્ણ મહોત્સ
મહેનત કરીને જીવનાર શ્રમજીવી
દર વર્ષે અપાતી ચોક્કસ રકમ સાલિયાણું
પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર માનાર્હ
કોઈ કાર્યનું વિગતે વર્ણન અહેવાલ
બનાવની હકીકતનો યથાતથ ખ્યાલ વૃત્તાંત
પહાડની તળેટીની સમભૂમિ ઉપત્પકા
પાણી વગરની રેતાળ જગ્યા મરુભૂમિ
વણ તૂટેલા ચોખા અક્ષત
અસ્ખલિત વહેતી વાણી વાગ્ધારા
ખાસ માનીતો મુખ્ય શિષ્ય પટ્ટશિષ્ય
પ્રણામ કરવાની વિધિ પાયલાગણ
મજબૂત કે ટકાઉ નહિં તેવું તકલાદી
અન્યના દોષ શોધવાનું વલણ છિદ્રાન્વેષીપણ
પાણીના મોજા જેવી ચંચળ વૃત્તિવાળો સપ્તરંગી
સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણા  તગાવી
ઈન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે અતીન્દ્રિય
પાછળથી જેને ઉકેલ સૂઝે તે પચ્છમબુદ્ધિ
વધારીને વાત કરવી તે અતિશયોક્તિ
દિવસનો કાર્યક્રમ દિનચર્યા
લાગતા-વળગતાને જાણ કરવા માટે ફેરવવામા આવતો પત્ર પરિપત્ર
સાથે જોડવા પાડેલી મોટી બૂમ હાકલ
અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત કેફિયત
બે બળવાન રાજયો વચ્ચેનું નાનું તટસ્થ રાજય બફર રાજ્ય
આવક અને ખર્ચનો અડસટ્ટો અંદાજપત્ર
ઘણો પોકાર હોવા છતાં કોઈ ન સાંભળે તેવું અરણ્યરુદન
શિવનું ભયંકર નૃત્ય તાંડવ નૃત્ય
મીનના જેવાં નેત્રોવાળી મીનાક્ષી
આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરનારી સંસ્થા વેધશાળા
આવવા જેવા પર પ્રતિબંધ સંચારબંધી
બીજી વાર પરણનાર પુરુષ બીજવર
આશરો કે ઉત્તેજન આપનાર પોશિંટો
જેનું નામ માત્ર બાકી રહ્યું છે તે નામશેષ
લાંબો કે વિશાળ અનુભવ ધરાવનાર પીઢ
આહાર બંધ કરવો તે અનશન
સાઈઠ વર્ષ પૂરાં થતાં ઊજવાતો ઉત્સવ હીરક(મણિ) મહોત્સવ
શબ્દોના વધુ પડતા ઉપયોગવાળુ શબ્દાળુ
કાગળ વેચનાર વેપારી કાગદી
સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર ખાંભી
વગર તૈયારીએ કવિતા રચનાર શીઘ્રકવિ
પચાસ વર્ષ પૂરા કરી એકાવન વર્ષમાં પ્રવેશવું તે વનપ્રવેશ
લોકો દ્વારા ચાલતી વાત જનશ્રુતિ
વાર્ષિક મરણતિથિ સંવત્સરી
સાઈડ વર્ષ પૂરાં થવા તે પષ્ઠિપૂર્તિ
ખાધેલું પચાવનારો જઠરનો અગ્નિ જઠરાગ્નિ
દરિયાઈ લૂંટારો ચાંચિયા
શિયાળમાં થતો પાક રવીપાક
વિષ્ણુના પ્રતિક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર શાલિગ્રામ
જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ જ્ઞાનચક્ષુ
નદીની કાંકરાવાળી જાડી રેતી વેકરો
પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા કાગવિદ્યા
શહેર કે ગામડામાં ભરતી બજાર ગુજરી
પુરાતત્ત્વનો વિદ્વાન પુરાવિદ
વનનો હરિયાળો પ્રદેશ વનસ્થલી
બે પ્રાણીઓ વચ્ચેનું યુદ્ધ દ્વંદ્વયુદ્ધ
તાકીદની સખત ઉઘરાણી તકાજો
ત્રણ કાળનો સમૂહ કાલત્રય
લાભ કરી આપે તેવું ગુણકારી

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up